Only Gujarat

National

કર્યો હતો ડાકુઓનો સફાયો, વિદાઈમાં ગામના લોકો હીબકે હીબકે રડ્યા

ચંબલના બીહડમાંથી ડાકુઓનો સફાયો કરનાર એસપીની બદલી થતાં ત્યાંના લોકોએ શાનદાર વિદાઇ આપી. આવો સીન આજ સુધી આપે ફિલ્મમાંજ જોયો હશે. ધૌલપુરમાં સિંઘમના નામથી ચર્ચિત એસપી મૃદુલ કચ્છાવાની ટ્રાન્સફર કરોલીમાં થઇ ગઇ છે.

જ્યારે લોકોને જાણ થઇ તો તેમણે એસપીની ટ્રાન્સફર રોકવાની પણ કોશિષ કરી, તેમની બદલી રોકવા માટે ગામના લોકો ધારાસભ્ય સુધી પહોંચ્યાં. જો કે તેની બદલી રોકી ન શકાય. ત્યારબાદ ગામના લોકોએ તેમને શાનદાર રીતે વિદાય કરવાનું નક્કી કર્યું. ગામના લોકોએ એસપી કચ્છાવાની વિદાયની યાદગાર બનાવી દીધી. લોકોએ તેમને ઘોડી પર બેસાડીને વિદાઇ આપી. જો કે તેમની વિદાયની ઘડીએ ગામના લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા.

રાજસ્થાનના ધૌલપુરના એસપી મૃદ્દુલ કચ્છાવાએ ખૂબ જ ટૂંક સમયમાં ચંબલના બીહડમાંથી ડાકુઓનો સફાયો કર્યો હતો. તેમની કામગીરી હંમેશા ચર્ચાામાં રહી છે. તે તેમની કાર્યશૈલીના કારણે લોકોમાં પણ ખૂબ લોકપ્રિય હતા.

આ યુવા પોલીસ અધિકારી મૃદુલ કચ્છાવાની ટ્રાન્સફર રોકવા માટે કોંગ્રેસ ધારાસભ્ય ગિર્રોજ સિંહ મલિંગાએ પણ કોશિષ કરી હતી પરંતુ કરોલીમાં તેની વધુ જરૂર હોવાથી મંત્રી રમેશ મીણા ન માન્યા. કોંગ્રેસ ધારાસભ્ય ગિર્રોજ સિંહે જણાવ્યું કે, શહેરમાં અનેક એસપી આવ્યા અને જતાં રહ્યાં પરંતુ આ એસપીએ ગામની દરેક સમસ્યાનો ઉકેલ લાવ્યો છે.

એસપી મૃદુલ કચ્છાવાએ તેમની શાનદાર કાર્યશૈલી સાથે જિલ્લાની કાયદો વ્યવસ્થાને પણ મજબૂત બનાવી. આ સાથે તેમણે સામાન્ય લોકોના મનમાં પોલીસની એક સારી છબી પણ બનાવી. તે હંમેશા લોકોના સંપર્કમાં રહેતા હતા. મૃદ્દુલ કચ્છાવાના તેમના કાર્યકાળ દરમિયાન બીહડોમાં સતત કોમ્બિંગ ઓપરેશન ચલાવ્યું અને પાંચ ડઝન જેટલા ડાકુને જેલ ભેગા કર્યાં. આમાં કેટલાક ખૂંખાર ચર્ચિંત ડાકુઓ પણ સામેલ છે.એસપી કચ્છાવાની આ પ્રકારની કાર્યનિષ્ઠા અને કાર્યશૈલીના ગામના લોકો કાયલ થઇ ગયા. તેમના વિદાય સમયે ગામના લોકો ભાવુક થઇ ગયા અને આંસુને રોકી ન શકયા. માત્ર ગામમાં જ નહીં એસપી મૃદુલ તેમના સ્ટાફમાં પણ એટલા જ લોકપ્રિય છે. જિલ્લા પોલીસકર્મીઓએ પણ તેમને ઉપહાર આપીને વિદાય આપી.

 

You cannot copy content of this page