Only Gujarat

National

કશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી, રજાઓમાં ધમધમતા આ ટુરિસ્ટ પ્લેસ આજે છે વેરાન, જુઓ તસવીરો

નવી દિલ્હી: કોરોના વાયરસનો કહેર ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. કોરોના વાયરસથી અત્યાર સુધીમાં દુનિયામાં 2 લાખથી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. ત્યાં જ ભારતમાં એક હજારથી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. ભારતમાં કોરોના ફેલાતો રોકવા માટે 3 મે સુધી લૉકડાઉન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે ભારતમાં આ દિવસોમાં ગરમીનું વેકેશન શરૂ થઈ જાય છે. લોકો પોત પોતાના પરિવારો સાથે ફરવા માટે નીકળી જાય છે. પરંતુ આ વખતે કોરોના વાયરસના કારણે રજાઓ ઘર પર જ વીતિ રહી છે. ભારતમાં જે પર્યટન સ્થળો ભીડથી ગુલઝાર રહેતા હતા, તે આજે સુમસામ પડ્યો છે. જાણે કે લોકોના આવવાની રાહ જોઈ રહ્યા છે. આવો જોઈએ કશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી કેવી રીતે વેરાન થયા છે પર્યટન સ્થળ..

ભારતની ખૂબસૂરતીની વાત કરીએ તો મુકુટ કહેવામાં આવનારા જમ્મૂ કશ્મીપનો ઉલ્લેખ સૌથી પહેલા કરવો પડે. ગરમીમાં કશ્મીર પર્યટકોની પહેલી પસંદ માનવામાં આવે છે. ભારતનું સ્વર્ગ કહેવાતું કશ્મીર આજે સુમસામ છે. શ્રીનગરની દલ ઝીલ પણનું સુંદર દ્રશ્ય, જેને નિહાળવા માટે હજારો લોકો આવતા હતા. ત્યાં આજે એક પણ પર્યટક નથી. અહીંના શિકારા પણ ઉભા ઉભા થાકી ગયા હોય તેવું લાગી રહ્યું છે.

તાજ મહેલઃ ઉત્તર પ્રદેશના આગરામાં આવેલો તાજ મહેલ હાલમાં પર્યટકોની રાહ જોતો નજર આવી રહ્યો છે. સામાન્ય રીતે આ સમયમાં હજારો લોકો દેશ વિદેશથી તાજની ખૂબસૂરતી જોવા આવે છે.

અમૃતસરનું સુવર્ણ મંદિર પણ લૉકડાઉનના કારણે બંધ છે. અહીં રોજ હજારો શ્રદ્ધાળુઓ માથું ટેકવવા આવતા હતા પરંતુ હવે તે બંધ છે.હર કી પૌડી હરિદ્વાર પણ લૉકડાઉનના કારણે સૂમસામ છે. સામાન્ય દિવસોમાં અહીં હજારો શ્રદ્ધાળુઓ આસ્થાની ડુબકી લગાવવા માટે આવે છે.

મુંબઈની તાજ પેલેસ હોટેલ. 2008માં આતંકી હુમલામાં આ હોટેલ પણ શિકાર થઈ હતી. તેમ છતાં લોકોની તેના પ્રત્યેની જિજ્ઞાસા ઓછી નથી થઈ.દેશ વિદેશથી જતા પર્યટકો તેનો દીદાર જરૂર કરે છે.

મુંબઈના બાંદ્રા વર્લી સી લિંકની ખૂબસૂરત તસવીર. સામાન્ય દિવસોમાં આ રસ્તા પરથી હજારો લોકો દર કલાકે નીકળે છે.કોલકાતાનું એસ્પ્લાનેડ જંક્શન. અહીંથી રોજ હજારો મુસાફરો દેશના અન્ય ખુણે જવા માટે યાત્રા કરે છે. પરંતુ રેલવેએ 14 માર્ચથી પોતાની તમામ ટ્રેન ન ચલાવવાનો નિર્ણય લીધો છે.

હૈદરાબાદના ઐતિહાસિક ચાર મિનાર. સામાન્ય દિવસોમાં ભીડ જ્યા રહે છે તે જગ્યા પર હાલ માત્ર પોલીસકર્મીઓ નજરે પડી રહ્યા છે.

દિલ્લીનો રાજપથ.

ગુવાહાટીનું કામાખ્ય મંદિર. આ દેશમાં આવેલી 51 શક્તિ પીઠોમાંથી એક છે. રોજ અહીં હજારો શ્રદ્ધાળુઓ આવે છે.

બોધગયાનું મહાબોધિ મંદિર.

મુંબઈનું છત્રપતિ શિવાજી ટર્મિનસ.

પર્યટકો વિના કન્યાકુમારીનોઆ બીચ સુંદર લાગી રહ્યો છે.

You cannot copy content of this page