Only Gujarat

National

17 વર્ષની ઉંમરમાં પ્રેમ થયો, યુવકે બાંધ્યા સંબંધો, પછી યુવતીની એવી હાલત થઈ કે…

કપડાંના શો રૂમમાં ખરીદી કર્યા બાદ યુવતીએ ફોનથી ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ સેલ્સમેન તથા યુવતી વચ્ચે મોબાઇલ પર વાતચીત થવા લાગી હતી. ધીરે ધીરે તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. યુવકે પ્રપોઝ કર્યું અને યુવતીએ હા પાડી દીધી હતી. બંનેએ સગાઈ કરી અને લિવ ઇનમાં રહેવા લાગ્યા હતા. યુવતીએ લગ્નની વાત કરી ત્યારે આ પ્રેમ સંબંધમાં ટ્વિસ્ટ આવ્યો હતો.

લગ્ન વાત કરતાં યુવક પુણેથી બાડમેર આવી ગયો હતો. અહીંયા પરિવારના દબાણમાં આવીને યુવકે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. યુવતીને ડરાવી કે પરિવાર તે બંનેને મારી નાખશે. ન્યાય મેળવવા માટે 19 વર્ષીય યુવતી મહારાષ્ટ્રથી રાજસ્થાન આવી હતી. હવે તેણે પોલીસ પાસે ન્યાય માગ્યો છે.

યુવતીએ કહ્યું હતું કે તેણે વિષ્ણુ સાથે સગાઈ કરી અને ત્રણ મહિનાથી પત્નીની જેમ રહે છે. પછી વિષ્ણુ પરિવારને લગ્નની વાત કરવા બાડમેર ગયો હતો. યુવતી 25 જૂને મહારાષ્ટ્રથી બાડમેર ગઈ. યુવકના ભાઈના લગ્ન 27 જૂને હતા અને તે ગામડે જ હતો. યુવતી સીધી યુવકના ઘરે ગઈ હતી. યુવતીને જોઈને તરત જ યુવકે કહ્યું હતું કે તું ભાગી જા, નહીંતર ઘર તથા ગામના લોકો બંનેને મારી નાખશે. યુવક ભાગી ગયો અને હવે યુવતી પ્રેમીને શોધવા માટે આમતેમ ભટકી રહી છે.

યુવતીએ પોલીસને પોતાનું નિવેદન આપ્યું છે. પોલીસે વિષ્ણુ વિરુદ્ધ કેસ કર્યો છે. યુવતી યુવકને પ્રેમ કરે છે. યુવતીએ કહ્યું હતું, ‘અમારી પહેલી મુલાકાત એક વર્ષ પહેલાં પુણેમાં ન્યૂ બ્લૂ ઝેડ નામની કાપડની દુકાનમાં થઈ હતી. યુવક અહીંયા સેલ્સમેન હતો. તેણે ઓનલાઇન પેમેન્ટ કર્યું હતું અને તેમાં તેનો નંબર આવ્યો હતો. યુવકે આ નંબર લઈને તેને ફોન ને મેસેજ કર્યા હતા. બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી બંને પ્રેમ કરવા લાગ્યા. તેણે આ અંગે તેના ભાઈ સાથે વાત કરી હતી.

વધુમાં યુવતીએ કહ્યું હતું કે આ વર્ષની શરૂઆતમાં તેઓ પતિ-પત્નીની જેમ લિવ ઇનમાં રહેવા લાગ્યા હતા. ત્રણ મહિના બાદ એટલે કે 31 માર્ચે તેણે મંદિરમાં જઈને સગાઈ કરી હતી. પરિવાર તથા મિત્રો સામેલ થયા હતા. માત્ર યુવકના પેરેન્ટ્સ આવ્યા નહોતા. પહેલી મેના રોજ યુવક પરિવારને લગ્નની વાત કરવા માટે રાજસ્થાન ગયો હતો. જોકે, અહીંયા આવીને પરિવારના દબાણને વશ થઈ ગયો હતો. 15 મેના રોજ વિષ્ણુએ તેને અજાણ્યા નંબર પરથી ફોન કરીને તેને ભૂલી જવાનું કહ્યું હતું અને પરિવાર બંનેને મારી નાખશે તેમ કહ્યું હતું.

યુવતી ગયા મહિને જોધપુર આવી હતી. અહીંયા તે યુવકને મળી હતી અને બાડમેર સ્થિત ઘરનું એડ્રેસ લીધું હતું. વીડિયો કૉલ કરીને યુવકે ઘર બતાવ્યું હતું. તેનું ઘર જિલ્લાના ધોરીમન્નામાં શશિબેરી ગામમાં છે. યુવતીએ દાવો કર્યો છે કે યુવકને તેના પરિવારવાળાએ સુસાઇડની ધમકી આપી છે. તેઓ યુવકના અન્ય જગ્યાએ લગ્ન કરવા માગે છે. વાસ્તવ વિષ્ણુ તેની સાથે રહેવા તૈયાર છે, પરંતુ પરિવારની ધમકી આગળ તેણે નમતુ જોખ્યું છે.

યુવતીએ આગળ કહ્યું હતું કે તેણે તેની સાથે મિત્રતા કરી અને લગ્નનું વચન આપ્યું હતું. તે બદનામ થઈ છે. યુવકે તેની સાથે જ રહેવું પડશે. નહીંતર તેને દંડ ફટકારવામાં આવે. જ્યારે તે યુવકના પરિવારને મળવા રાજસ્થાન ગઈ તો પરિવારે એવો જવાબ આપ્યો હતો કે યુવકે કદાચ ભાગી ગયો છે અથવા મરી ગયો છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી, પરંતુ કંઈ ના થયું. તે સગીરા હતી અને તેમની વચ્ચે સંબંધો સ્થપાયા હતા. તે પુખ્તવયની થઈ તો યુવક સાથે રહેવા લાગી હતી. તેના પરિવારે તેને માર માર્યો હતો. યુવકે તેની પાસેથી 4-5 લાખ રૂપિયા લીધા છે. હવે તેનો પરિવાર તેના વિશે ગમે તેમ વાતો કરે છે.

પોલીસને આપેલી ફરિયાદમાં યુવતીએ કહ્યું હતું કે 2021માં તે 12મા ધોરણમાં હતી. ત્યારે સેલ્સમેન વિષ્ણુ સાથે મિત્રતા થઈ હતી. 18 વર્ષ થતાં વિષ્ણુએ તેના ભાઈ સાથે વાત કરી અને સગાઈ કરી લીધી હતી. લગ્નનું વચન આપીને યુવકે તેની પર ત્રણ મહિના સુધી રેપ કર્યો હતો.

You cannot copy content of this page