Only Gujarat

Gujarat

પાણીપુરી પર અહીં મૂકાયો પ્રતિબંધ, જાણો કેમ ભર્યું આવું પગલું? વાંચીને ચોંકી જશો

આજે કોઇ પણ ઉંમરના લોકોને પાણીપૂરી તો પસંદ હોય છે. પાણીપૂરી લઈને તો ઘણાં જોક્સ પણ વાઇરલ થતા રહે છે. યુવતીઓ કોઈ પણ જગ્યાએ પાણીપૂરી ખાતા અચકાતી નથી. ઘણા લોકો તો પાછી એવી બડાશ હાંકે છે કે, મને તો હોટેલ કરતા રોડ પર જે પાણીપૂરી મળે છે તે વધારે ટેસ્ટી લાગે છે. પરંતુ આ ટેસ્ટ જ કયારેક બીમારીનું કારણ બની શકે છે. નેપાળે કાઠમંડુના લલિતપુરમાં પાણીપૂરી વેચવા પર પ્રતિબંધ લગાડી દીધો છે. પાણીપૂરીના વેચાણ પર પ્રતિબંધ લગાડવાનું એક માત્ર કારણ પાણી હતું. પાણીમાં કોલેરાના બેક્ટેરિયા હોવાનું માલુમ પડ્યું હતું. જો તમે પણ ચોમાસામાં પાણીપુરીનો સ્વાદ લેતા હોય તો ચેતી જજો.

એવું કહેવામાં આવે છે કે, પાણીપૂરીના પાણીમાં ફુદીનો અને બીજી વસ્તુઓ હોય છે, જેનાથી અનેક ફાયદાઓ થાય છે, પરંતુ આ પાણીથી જ અનેક બીમારીઓ પણ ઘર કરી જાય તો નવાઈ નહીં. ઝારખંડની રાજધાની રાંચી RIIMSના ડો. પ્રદીપ ભટ્ટાચાર્ય જણાવે છે કે, વધુ પ્રમાણમાં પાણીપૂરી ખાવાથી કઇ-કઇ બીમારીઓ ઘર કરી જાય છે? શું પાણીપૂરી ખાવાથી જીવ ગુમાવવાનો વારો આવી શકે છે?

સવાલ : પાણીપૂરીનું ટેસ્ટી પાણી છે બીમારીઓનું ઘર?
જવાબ : આપણે હોંશે-હોંશે જે પાણીપૂરી ખાઈએ છીએ, તેનું પાણી ક્યાંથી આવે છે તે વિશે ક્યારે પણ વિચાર્યું છે? તો પાણી ક્યાં સ્ટોર કરે છે તે અંગે પણ આપણે અજાણ હોઈએ છીએ. આ સાથે જ સૌથી મહત્વની વાત એ છે કે, જે વાસણમાં પાણી તૈયાર કરવામાં આવે છે તે વાસણ સાફ કરેલું છે કે નહિ. જો તમને આ ત્રણ સવાલના જવાબ મળી જશે તો તમે ક્યારે પણ પાણીપૂરી ખાશો નહિ. જો તમને આ ત્રણ સવાલ મનમાં નથી આવતા તો તમે મોટી ભૂલ કરી રહ્યા છો અને સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છો.

સવાલ : પાણીપૂરીના પાણીની ખટાશ આપણા શરીર માટે કેટલી નુકસાનકારક છે?
જવાબ : પાણીમાં ખટાશ આવે તે માટે કાચી અને સુકી કેરી, આંબલી, લીંબુ જેવી ખટાશ પકડતી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ કફોડી હાલત તો ત્યારે થાય છે, જયારે લીંબુ મોંઘા હોય છે અને કેરી પણ મળતી નથી. આ સમયે પાણીમાં ખટાશ માટે હાઈડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ ટાર્ટરિક એસિડ અને ઓક્જેલિક એસિડનો બેફામ ઉપયોગ કરવામાં આવે છે. જો આટલા પ્રકારના એસિડનો ઉમેરો પાણીમાં ખટાશ માટે કરવામાં આવે તો શરીર પર એટલી ખરાબ અસર કરે છે કે સીધા હોસ્પિટલ ભેગું થવાનો વારો પણ આવી શકે છે. આટલેથી અટકતું નથી પાણીપૂરીનું પાણી ક્યારેક તમારો જીવ પણ લઇ શકે છે.આ સિવાય પાણીને લીલુંછમ કરવા માટે ફુદીનો અને કોથમીરની બદલે આર્ટિફિશિયલ કલરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ આર્ટિફિશિયલ કલર પાણીપૂરમાં ધીમા ઝેર તરીકે કામ કરે છે.

સવાલ : શું પાણીપૂરી ખાવાથી બ્લડપ્રેશરની સમસ્યા થઇ શકે છે?
જવાબ : પાણીપૂરીના પાણીમાં વધુ મીઠું મિક્સ કરવામાં આવે છે, જેથી બ્લડપ્રેશર વધી શકે છે. તો પૂરીને જે તેલમાં તળવામાં આવે છે, તે તેલની ક્વોલિટી પણ સારી નથી હોતી. તો ઘણીવાર વારંવાર એક જ તેલમાં પૂરી તળવામાં આવે છે, જેની સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડે છે. ચોમાસાની ઋતુમાં ચોખ્ખાઈનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. અમુકવાર પાણીપૂરી ખાવાથી ઘણી બીમારીઓ થઇ શકે છે.

પાણીપૂરીના પાણીથી કોલેરા થવાની પણ શક્યતા છે
કોલેરા સંક્ર્મણને કારણે થાય છે. કોલેરાના મુખ્ય લક્ષણો પૈકી એક હોય તો ઉલટી અને ડાયેરિયાની સમસ્યા છે. ઘણી વખત પાણી અને પોષણની કમીને કારણે કોલેરાથી મૃત્યુ પણ થઇ શકે છે. કોલેરાના બેક્ટેરિયા ખરાબ ખોરાક અને ગંદા પાણીને કારણે ફેલાય છે. આ સ્થિતિમાં ખોરાક અને પીવાના પાણીને સ્વચ્છ રાખવા પર વધુ ધ્યાન આપવું જોઈએ.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ,
ગંદા પાણીમાંથી vibrio cholera bacteria જયારે ખાવા-પીવાની વસ્તુમાંથી શરીરમાંથી પ્રવેશ કરે છે ત્યારે કોલેરા થઇ જાય છે. જગ્યા કે જગ્યાનું પાણી ગંદુ હોય છે ત્યારે કોલેરાનું જોખમ વધારે રહે છે.

બાળકોમાં આખો દિવસ ઊંઘ આવવી, શરીરમાં દુખાવો, કોમામાં પણ જઈ શકે છે વગેરે લક્ષણો જોવા મળે છે. જો તમારી આસપાસ કોઈને પણ કોલેરા છે, તો બીજા માટે તે ખતરનાક સાબિત થઇ શકે છે. જે લોકોને પેટમાં એસિડનું લેવલ ઓછું હોય છે તે લોકોને કોલેરા થવાનું જોખમ વધુ રહે છે.

You cannot copy content of this page