Only Gujarat

Gujarat

માતા બે માસૂમ બાળકોને તરછોડીને પ્રેમી સાથે રફુચક્કર, પડોશીની દયા પર જીવી રહ્યા છે માસૂમો

પ્રેમ ખરાબ બાબત નથી, પરંતુ પ્રેમના નામે વાસના કરવામાં આવે તે બાબત ખોટી છે. હાલમાં જ એક મહિલાએ પ્રેમના નામે પોતાના બાળકોનું જીવન દાવ પર લગાવી દીધું છે. તે બંને નાના બાળકોને તરછોડીને પ્રેમી સાથે ભાગી ગઈ હતી. તે બાળકોને હોસ્પિટલ જવાનું હોવાનું કહીને ઘરની બહાર નીકળી હતી. જોકે, તે ખાસ્સા કલાકો બાદ પણ ઘરે પરત ફરી નહોતી. તેણે બાળકોને એમ કહ્યું હતું કે તમને મોટા પપ્પા લઈ જશે.

બાળકોને પિતા પણ રાખવા તૈયાર નથીઃ બંને બાળકોને પિતા પણ રાખવા તૈયાર નથી. મહિલાએ સો.મીડિયામાં લખ્યું હતું કે બાળકોને પિતાને સુપ્રત કરવા. આટલું લખીને અકાઉન્ટ બ્લોક કરી દીધું હતું. હાલમાં તો પડોશીએ આ બંને બાળકોને સંભાળી રહ્યા છે.

ઉજ્જૈનના દેસાઈ નગરમાં રહેતી મહિલાએ સાત વર્ષ પહેલાં પંવાસામાં રહેતા યુવક સાથે લગ્ન કર્યા હતા. પતિ રેલવેમાં નોકરી કરે છે. તેમને પાંચ વર્ષનો દીકરો ને બે વર્ષની દીકરી છે. વર્ષ પહેલાં મહિલાની મિત્રતા અભિષેક મૌર્ય સાથે થઈ હતી. સો.મીડિયાના માધ્યમથી આ મિત્રતા થઈ હતી. અભિષેક બરફના ગોળાની લારી ચલાવે છે. બંને વચ્ચે વાતચીત થવા લાગી અને પછી બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. પતિને આ વાતની ખબર પડતાં ઝઘડો થયો હતો. ચાર મહિના પહેલાં બંનેએ ડિવોર્સ લીધા હતા.

4 મહિના પહેલાં પતિને છોડ્યોઃ ડિવોર્સ બાદ મહિલા દેસાઈ નગરમાં બોયફ્રેન્ડ અભિષેકના ઘરે બાળકો સાથે રહેવા આવી ગઈ હતી. જોકે, થોડાં દિવસ બાદ મહિલા બીમાર પડી હતી. તે જિલ્લા હોસ્પિટલમાં એડમિટ થઈ હતી. તે બાળકોને કહીને ગઈ હતી કે મોટા પપ્પા આવીને લઈ જશે. તે હોસ્પિટલ જાય છે. મોડી સાંજ સુધી બાળકો એકલા જ ઘરમા હતાં. મમ્મી ના આવતા બાળકો ઘરની બહાર ઊભા રહી ગયા હતા. બંનેને રડતા જોઈને આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી.

પડોશી છ દિવસથી સંભાળે છેઃ બાળકોને રડતાં જોઈને પડોશીઓ બંને બાળકોની દેખરેખ રાખે છે. હાલમાં પડોશી સૂર્યપ્રકાશ તથા આશીષ શ્રીવાસનો પરિવાર બાળકોનું લાલન-પાલન કરે છે. પડોશીએ કહ્યું હતું કે દીકરી પોતાની માતાને યાદ કરીને સતત રડે છે.

ભાગી ગયા બાદ સો.મીડિયા પર એક્ટિવ હતીઃ બંને માસૂમોને છોડીને ભાગી ગયા બાદ મહિલા સો.મીડિયા પર એક્ટિવ હતી. પડોશીઓ જ્યારે સો.મીડિયા પર સંપર્ક કર્યો તો તેણે એટલું જ કહ્યું કે સંતાનો પિતાને આપી દો અને પછી સો.મીડિયા અકાઉન્ટ બ્લોક કરી દીધું હતું.

હવે બાળકોનું શું હતું? માતા ભાગી જતાં બાળકોના પિતાએ પણ જવાબદારી લેવાની ના પાડી દીધી હતી. પિતાએ કહ્યું હતું કે તેની પત્ની મરજીથી પ્રેમી સાથે ભાગી છે. બાળકોને સાથે લઈ ગઈ હતી અને હવે તરછોડી દીધા છે. હવે તે બાળકોને સાથે રાખવા માગતી નથી. હવે બધાને એ જ ચિંતા છે કે બાળકોનું શું થશે.

You cannot copy content of this page