Only Gujarat

National

જડીબુટ્ટીથી ઈલાજ કરે છે આ વૈદ્ય, લક્ઝુરિયર્સ કાર લઈને સારવાર માટે આવે છે પૈસાદાર લોકો

દુનિયાને તેમની બેટિંગથી દિવાના બનાવનાર મહેન્દ્ર સિંહ ધોની અત્યારે ઘુંટણના દુખાવાથી પરેશાન છે. કેપ્ટન કુલ તેમની સારવાર વિદેશ કે દેશની કોઈ મોટી હોસ્પિટલમાં નથી કરાવતા પરંતુ ઝારખંડના જંગલમાં બનેલા એક નાનકડા આશ્રમમાં કરાવી રહ્યા છે. ધોની વૈદ્યની એક આયુર્વેદિક દવા લઈ રહ્યા છે. જેની ફી માત્ર 40 રૂપિયા છે.


પાટનગર રાંચીથી 70 કિમી દૂર લાપુંગના જંગલ વિસ્તારમાં રહેતા વૈદ્ય વંદન સિંહ ખેરવાર તેમની સારવાર કરી રહ્યા છે. અંદાજે એક મહિનાથી તેઓ આ દવા લઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે, ધોની દર 4 દિવસે તેમની પાસે આવી છે અને જડીબુટ્ટી વાળી દવાથી સારવાર કરાવી રહ્યા છે.


પહેલીવાર તો ધોનીને ઓળખી જ નહતા શક્યા- વંદન
વૈદ્યે જણાવ્યું કે, જ્યારે ધોની પહેલીવાર તેમની પાસે આવ્યા ત્યારે હું તેમને ઓળખી જ નહતો શક્યો. સાથે આવેલા લોકોએ પરિચય કરાવ્યો ત્યારે અહેસાસ થયો કે આમને તો ટીવી સ્ક્રીન પર બેટ ઘુમાવતા જોયા છે. ધોની જ્યાં જાય ત્યાં ભીડ ભેગી થઈ જાય છે. તેથી વૈદ્ય તેમને આશ્રમમાં અંદર લઈ જઈને સારવાર કરે છે.


ધોનીને કેલ્શિયમની અછત
તેમણે કહ્યું કે, ધોનીએ ડિટેલ્સમાં તેમની પીડા જણાવી છે. ધોનીને બંને ઘુંટણમાં ખૂબ દુખાવો થાય છે. વૈદ્ય વંદનના જણાવ્યા પ્રમાણે ધોનીને ઘુંટણીમાં કેલ્શિયમની કમી છે. સારવાર માટે તેમને જડીબુટ્ટી વાળી દવા દર 4 દિવસે આપવામાં આવે છે.


ધોનીના માતા-પિતા પણ લઈ ચૂક્યા છે આ દવા
વૈદ્ય વંદને જણાવ્યું કે, તેઓ ફિ તરીકે માત્ર 20 રૂપિયા લે છે. તે સાથે જ જરૂર પડે તો દવાના અલગથી રૂ. 20 લે છે. તેમણે સ્માઈલ આપતા કહ્યું કે, ધોની એક ઈમાનદાર દર્દીની જેમ તેમના 40 રૂપિયા જાતે જ આપી દે છે. તેમણે જણાવ્યું કે, ગઈ વખતે 26 જૂને તેમની પાસે દવા લેવા આવ્યા હતા. વૈદ્ય વંદને દાવો કર્યો છે કે, ધોનીના માતા-પિતા પણ અહીંની દવા લઈ ચૂક્યા છે. તેમણે કહ્યું કે, ધોનીના બંને ઘુંટણીમાં દુખાવો છે અને તેઓ છેલ્લા 3 મહિનાથી દવા લઈ રહ્યા છે. તેમણે દાવો કર્યો કે, તેમના માતા-પિતાને દવાથી ફાયદો થતાં ધોની પણ તેમની પાસે દવા લેવા આવે છે.


સેલ્ફી લેવા લોકોની ભીડ
વૈદ્ય વંદને જણાવ્યું કે, ધોની જ્યારે પણ આવે છે લોકો તેમની સાથે ફોટો પડાવવા માટે ભેગા થઈ જાય છે. એટલે જ તેઓ જ્યારે પણ આવે છે ત્યારે ગાડીની બહાર નથી નીકળતા. તેમને ગાડી દવા સુધી પહોંચાડવામાં આવે છે. જોકે અમુકવાર તેઓ પણ ગાડીમાંથી બહાર આવીને ગામના લોકો સાથે ફોટા પડાવે છે.

You cannot copy content of this page