Only Gujarat

Gujarat

બે હાથ જોડી ટેળિયો ઉકળતાં પાણીમાં બેસી ગયો, સીન જોવા લોકો ઉમટ્યાં

સોશિયલ મીડિયા પર એક નાના બાળકનો ખૂબ ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં બાળક ચૂલા ઉપર રાખેલી કલાડીના ઉકળતા પાણીમાં બેઠેલો દેખાય છે. બાળક બે હાથ જોડીને સમાધિની મુદ્દામાં ઉકળતા પાણીમાં જોવા મળી રહ્યો છે. જોકે આ વીડિયો વિશે સોશિયલ મીડિયામાં વિવાદ છેડાઈ ગયો છે. ઘણાં લોકો આને ફેક વીડિયો પણ ગણાવી રહ્યા છે. માત્ર 23 સેકન્ડનો આ વીડિયો 20 લાખથી વધારે વખત જોવામાં આવ્યો છે. જોકે આ વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે તે વિશે હજી કોઈ ખુલાસો થયો નથી. આ વીડિયો અંગે અમે કોઈ પૃષ્ટિ કરતાં નથી. વીડિયો વાયરલ થયો છે એટલે અમે સમાચાર તરીકે ઉપયોગ કર્યો છે.

વાયરલ વીડિયો ક્લિપને માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટ પર @iSandeepBisht નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ પોસ્ટ પર 2800થી વધારે રિટ્વિટ અને નવ હજારથી વધારે લાઈક્સ છે. સંદીપ બિસ્ટે બાળકનો વીડિયો શેર કરતાં કેપ્શનમાં પ્રહાર કરતાં લખ્યું છે કે, આ 2021નું ભારત છે.

વીડિયોમાં એક બાળક ઉકળતાં પાણીની કલાડીમાં બેઠેલો જોવા મળે છે. કલાડીની નીચેથી આગની જ્વાળાઓ દેખાઈ રહી છે. તે ઉપરાંત બાળકની આજુ બાજુ લોકોની ભીડ જોવા મળી રહી છે. દરેક લોકો બાળકને એકીનજરે જોઈ રહ્યા છે. નવાઈની વાત એ છે કે કોઈ પણ આ બાળકને બહાર કાઢવાનો પ્રયત્ન નથી કરતું. વીડિયોમાં બાળક ઉકળતા પાણીમાં બે હાથ જોડીને આરામથી બેઠો છે. એવું લાગે છે કે, કોઈ મંત્ર કે જાપ કરતો હોય.

આ વીડિયો વાયરલ થયા પછી મીડિયા યુઝર્સની સાથે સાથે બોલિવીડમાંથી પણ તે વિશે રિએક્શન આવી રહ્યા છે. બોલિવૂડના પ્રખ્યાત લેખક વરુણ ગ્રોવરે પણ આ બાળકનો વીડિયો ટ્વિટ કર્યો છે. તેમણે લખ્યું છે કે, અહીં સુધી કે ધર્મ પણ લોકોને ધર્મમાં વિશ્વાસ અપાવવા માટે વિજ્ઞાનનો ઉપયોગ કરે છે. વરુણ ગ્રોવરની આ ટ્વિટ ઉપર પણ ઘણાં લોકોએ રિએક્શન આપ્યું છે.

You cannot copy content of this page