Only Gujarat

National

અક્ષયની અભિનેત્રીના પતિનું 40 વર્ષના ઉંમરમાં હાર્ટ એટેકથી થયું હતું મોત, આજે આવો છે લૂક

મુંબઈઃ અક્ષય કુમારે બોલિવૂડમાં દરેક હીરોઈન સાથે કામ કર્યું છે. તેમણે 29 વર્ષના કરિયરમાં તેમની ફિલ્મથી ઘણી એક્ટ્રસે પોતાનું કરિયરની પણ શરૂઆત કરી છે. જેમાંથી કેટલીક હીરોઈનો તો અત્યારે પણ સાથે કામ કરી રહી છે તો કેટલીકે ઇન્ડસ્ટ્રીને અલવિદા પણ કહી દીધું છે.

અક્ષય કુમારની પહેલી એક્ટ્રસ શાંતિપ્રિયાની લાઇફમાં ઘણાં ઉતાર-ચઢાવ રહ્યાં છે. બંનેએ એક સાથે વર્ષ 1991માં ફિલ્મ ‘સૌગંધ’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, 9 સપ્ટેમ્બરે અક્ષયકુમારનો 53મો જન્મ દિવસ છે. તેમનો જન્મ 9 સપ્ટેમ્બર 1967માં અમૃતસરમાં થયો હતો.

સાઉથ ફિલ્મોથી બોલિવૂડમાં આવેલી એક્ટ્રસ શાંતિપ્રિયા જ અક્ષયની પહેલી હીરોઈન છે. ઉલ્લેખનીય છે કે, માત્ર 35 વર્ષની ઉંમરમાં જ શાંતિપ્રિયા વિધવા થઈ ગઈ હતી. શાંતિપ્રિયાએ જે વર્ષે બોલિવૂડમાં ડેબ્યુ કર્યું, તેના 8 વર્ષ પછી એટલે કે વર્ષ 1999માં તેમણે એક્ટર સિદ્ધાર્થ રે સાથે લગ્ન કર્યાં હતાં.

સિદ્ધાર્થે ‘વંશ’ અને ‘બાજીગર’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. જોકે, વર્ષ 2004માં 40 વર્ષના સિદ્ધાર્થને મેજર હાર્ટ એટેક આવ્યો જેને લીધે તેમનું મોત થઈ ગયું. શાંતિપ્રિયા અને સિદ્ધાર્થને બે બાળકો છે.

શાંતિપ્રિયાના પતિ સિદ્ધાર્થ રે વી. શાંતારામના પૌત્ર હતાં. તેમણે વર્ષ 1992માં ફિલ્મ ‘વંશ’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ પછી તે ‘તિલક’ અને ‘મિલેટ્રીરાજ’ જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળ્યાં. સિદ્ધાર્થને મોટાભાગના લોકો ફિલ્મ ‘બાજીગર’માં તેમના દમદાર રોલ માટે ઓળખે છે. જેમાં તેમને કાજોલના ફ્રેન્ડ અને ઇન્સપેક્ટર કરણ સક્સેનાનો રોલ પ્લે કર્યો હતો.

શાંતિપ્રિયાની પહેલી હિન્દી ફિલ્મ ‘સૌગંધ’ ફ્લોપ રહી, પણ તેમને બોલિવૂડની ફિલ્મોમાં કામ મળતું રહ્યું. આ પહેલાં તે તમિલ, કન્નડ અને તેલુગુ ભાષાની ફિલ્મોમાં એક્ટિવ હતી. ખાસ વાત છે કે, ફિલ્મ ‘સૌગંઘ’ ફ્લોપ થયાં છતાં શાંતિપ્રિયાને ‘ફૂલ ઔર અંગાર’ (1993), ‘વીરતા’ (1993) અને ‘ઇક્કે પે ઇક્કા’ (1994) જેવી ઘણી ફિલ્મો મળી હતી.

શાંતિપ્રિયાએ પતિના મોત પછી ફિલ્મોમાં એકવાર ફરી વાપસી કરી હતી. આ વખતે તે તેમના જૂના કો-સ્ટાર રહી ચૂકેલા મિથુનના દીકરા મહાક્ષય ચક્રવર્તીની ફિલ્મ ‘હેમિલ્ટન પેલેસ’માં જોવા મળી હતી. વર્ષ 2011માં આવેલી આ ફિલ્મને સલમાન ખાનની ‘બોડીગાર્ડ’ સાથે રિલીઝ કરવામાં આવી હતી અને તે ફ્લોપ થઈ હતી.

શાંતિપ્રિયા ફેમસ સાઉથ ઇન્ડિયન અને બોલિવૂડ એક્ટ્રસ ભાનુપ્રિયાની બહેન છે. વર્ષ 1983થી સાઉથ ઇન્ડિયન સિનેમામાં એક્ટિવ ભાનુપ્રિયાએ ‘દોસ્તી દુશ્મની’(1986), ‘ઇન્સાફ કી પુકાર’ (1987), ‘ખુદગર્ઝ’ (1987, ‘કસમ વરદી કી’ (1989) અને ‘ભાભી’ (1991) જેવી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. શાંતિપ્રિયાએ ‘માતા કી ચૌકી’ અને ‘દ્વારકાધીશ ભગવાન શ્રીકૃષ્ણ’ જેવી સિરિયલ્સમાં પણ કામ કર્યું છે. આ પછી તે ટીવી, ફિલ્મ અને મીડિયાની નજરોથી દૂર રહે છે.

એકવાર શાંતિપ્રિયાએ જણાવ્યું હતું કે, ‘સૌગંધ’ના સેટ પર અક્ષય કુમાર ઉપરાંત એક્ટર પંકજ ધીર, ચાંદની, પૃથ્વી, રાજા સિપ્પી, સ્પોટ દાદા, મેકઅપ મેન અને બીજા લોકો હતો, લગભગ 100 લોકો હશે. બધાની સામે અક્ષયે કહેવાનું શરૂ કર્યું હતું કે શાંતિમાં પગમાં મોટા-મોટા બ્લડ ક્લોટ્સ છે. તેમણે બધાને જાણ કરી અને જણાવતા ઘણીવાર રિપીટ પણ કર્યું હતું. તેમને પણ કંઈ સમજાતું નહોતું કે બ્લડ ક્લોટ્સ તેમના પગમાં ક્યાંથી આવી ગયા. તેમણે કહ્યું કે, બ્લડ ક્લોટ્સ, અક્ષયએ કહ્યું કે, તમારા ઢીંચણ જુઓ.’શાંતિપ્રિયાએ કહ્યું કે, ‘આ કારણે તે ડિપ્રેશનમાં જતી રહી હતી.’

 

You cannot copy content of this page