Only Gujarat

FEATURED International

માતાએ પોતાનાથી 15 વર્ષ નાના દીકરા સાથે કર્યાં લગ્ન, હવે પુત્રના બાળકને આપશે જન્મ

મોસ્કોઃ દુનિયામાં માતા-પુત્રના સંબંધોને ખૂબ ગાઢ માનવામાં આવે છે. દુનિયામાં પોતાના દીકરાને સાચા અને ખોટા વિશે સમજાવવામાં એક માતાની મહત્વની ભૂમિકા છે. પરંતુ ઘણી વાર આવા કિસ્સાઓ સામે આવે છે, જે સંબંધોની ગરિમા પર જ સવાલો ઉભા કરી દે છે. હવે આ સ્ત્રીની વાત જ સાંભળો. આપણે જે વિશે વાત કરી રહ્યા છીએ, તેણે જે બાળકને 7 વર્ષની ઉંમરથી માંનો પ્રેમ આપ્યો, તેની સંભાળ લીધી, આજે તે તેની જ પત્ની બની ગઈ છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે લગ્ન પહેલા જ તે પોતાના પુત્રના બાળકની માતા પણ બનવાની હતી. જ્યારે મહિલાએ લોકો સાથે આ નવા સંબંધ વિશેની વાતો શેર કરી, ત્યારે તેને ઘણી ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો. પરંતુ તેણે કોઈ પણ વાત પર ધ્યાન આપ્યું નહીં અને હવે નવીનતમ અપડેટ એ છે કે મહિલાએ તેના પુત્ર સાથે લગ્ન કરી લીધા છે.

ઈન્સ્ટાગ્રામ સ્ટાર મરીના બોમશેવ તે સમયે ચર્ચામાં આવી જ્યારે તેણીએ 20 વર્ષના પુત્ર માટે પતિને છોડી દીધો હતો. 35 વર્ષીય મરીનાએ 13 વર્ષ પહેલા અલેક્સી શવયરીન સાથે લગ્ન કર્યા હતા. મરીના, લગ્ન થતાં જ અલેક્સીના સાત વર્ષના પુત્ર વ્લાદિમીરની માતા બની ગઈ હતી. મરીના રશિયાની છે.

આ પછી, દંપતીએ સાથે મળીને પાંચ બાળકોને દત્તક લીધા હતા. તે સમયે મરીનાનું વજન ઘણું વધારે હતું. ત્યારબાદ મરીનાએ વજન ઘટાડવાની ઓનલાઈન જર્ની શરૂ કરી. જોતજોતામાં મરીના ઈન્સ્ટાગ્રામ ઈનફ્લુએન્સર બની ગઈ. ઘણા લોકોએ તેમની પોસ્ટને ફોલો કરવાનું શરૂ કર્યું. મરીનાના પૂર્વ પતિએ હવે આક્ષેપ લગાવ્યો છે કે મરીના અને તેના પુત્રનું પહેલેથી જ અફેર ચાલી રહ્યું હતું.

થોડા મહિના પહેલા જ, મરીના અને વ્લાદિમીરે સોશિયલ મીડિયા પર તેમના સંબંધો શેર કર્યા હતા. સાથે તેમણે એક સારા સમાચાર પણ આપ્યા કે મરીના માતા બનવાની છે.

હવે મરીનાએ તેના લગ્નના ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. મરીનાએ તેમાં તેના પુત્ર સાથે લગ્નની પળો લોકો સાથે શેર કરી હતી. લોકોએ મરીનાને ઘણું ખરું-ખોટું સંભળાવ્યું. કોઈએ તેને પુત્રનો લાભ લેનાર તો કોઈએ તેને નિર્લજ્જ કહી. પરંતુ મરીનાનું કહેવું છે કે તેને કોઈ પણ વાતથી ફેર પડતો નથી.

મરીનાએ ઘણા વર્ષો સુધી તેના પ્રથમ પતિ સાથે સંતાનનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આખરે તે વ્લાદિમીરના બાળકની માતા બનશે. તેણીએ એ પણ સ્પષ્ટતા કરી કે વ્લાદિમીર સાથેના સંબંધ તેના પહેલા પતિથી છૂટાછેડા બાદ શરૂ થયા હતા. મરીનાએ પોતાના લગ્ન સાદાઈથી કર્યા. તે એકદમ ખુશ છે અને હવે બંને તેમના આવનાર બાળકની રાહ જોઈ રહ્યા છે.

You cannot copy content of this page