Only Gujarat

National

અહીં થાય છે અનોખા લગ્ન, દુલ્હા-દુલ્હનના પ્રાઈવેટ પાર્ટને શણકારી કરવામાં આવે છે પૂજા

આ જગ્યાએ હોળી પર એક એવા લગ્ન થાય છે, જેમાં દુલ્હા-દુલ્હન એક રાતના મિલન પછી છૂટા પડી જાય છે. આ અનોખા વિવાહમાં આખું ગામ ઉમટી પડે છે. બેન્ડબાજા અને ગીતોની ખૂબ ધમાલ સાથે ધામધૂમથી લગ્ન યોજાઈ છે. લગ્નમાં મહિલાઓ મનફાવે તેમ યુવકોને ગાળો ભાંડે છે. એટલું જ નહીં લગ્નના આગળના દિવસે લોકો વર-વધૂના પ્રાઈવેટ પાર્ટની પૂજા કરી સંતાન પ્રાપ્તિ અને વૈવાહિક જીવનની સમૃદ્ધિની મનોકામના કરે છે.

આ અનોખા લગ્ન રાજસ્થાનના પાલીથી 25 કિલોમિટર જૂર બુસી ગામમાં થાય છે. ગામમાં મૌજીરામ અને મૌજનીદેવીના બે અલગ અલગ મંદિર આવેલા છે. ધુળેટીના પર્વ પર મૌજીરામ અને મૌજનીદેવીની પ્રતિમાના ધામધૂમથી અનોખા લગ્ન કરવાની પરંપરા છે. આ લગ્નની તૈયારીઓ એક મહિના પહેલાથી જ થઈ જાય છે. લગ્નની કંકોત્રી છપાવી ઘરે ઘરે વહેંચવામાં આવે છે. જેઓ ગામથી દૂર રહે છે તેમને ડિજિટલ કાર્ડ મોકલી આમંત્રણ આપવામાં આવે છે. લગ્ન પહેલાં મૌજીરામ અને મૌજનીદેવીની પ્રતિમાઓને રંગ, અત્તર અને મહેંદીનો શણગાર કરવામાં આવે છે.

પ્રાઈવેટ પાર્ટને શણગારવામાં આવે છે
ધુળેટીના દિવસે બપોરે 2 વાગ્યે મૌજીરામ મંદિરમાં લોકો એકઠા થાય છે. પ્રતિમાને નાળિયેર ચઢાવી, આરતી અને પૂજા કરવામાં આવે છે. મૌજીરામના પ્રાઈવેટ પાર્ટને સુંદર રીતે શણગારવામાં આવે છે. સાંજના છ વાગ્યા સુધી લગ્નની અલગ અલગ વિધી પૂરી કરવામાં આવે છે. બીજી તરફ ગામમાં બીજી જગ્યાએ આવેલા મૌજની દેવી મંદિરમાં પણ આ જ રીતની લગ્નની તૈયારીઓ ચાલે છે.

મૌજીરામ અને મૌજનીદેવીની સુહાગરાત
સાંજે છ વાગ્યે ગામના યુવાનો મૌજીરામની પ્રતિમાને ખંભા પર બેસાડી જાન કાઢે છે. જેમાં સ્ત્રીઓ અને પુરુષો એકબીજાને ગાળો આપે છે. બેન્ડબાજા સાથે જાન મૌજન દેવીના મંદિરે પહોંચે છે. અહીં તમામ વિધીઓ પછી વર-વધૂની પ્રતિમાને ફેરા ફેરવવામાં આવે છે. ફેરા ફર્યા બાદ મૌજીરામ અને મૌજની દેવીની સુહાગરાત હોય છે. બંનેનું મિલન કરાવવામાં આવે છે. ત્યાર બાદ મહાપ્રસાદી પછી જાન પાછી ફરે છે.

મૌજીરામની પ્રતિમામાં કુંવામાં ફેંકી તો…
ગામના વૃદ્ધો કહે છે કે જૂના જમાનાથી ચાલી આવતી આ અનોખી અને વિચિત્ર પરંપરા છે. હિન્દુ વિધિથી બંનેની પ્રતિમાના લગ્ન કરવામાં આવે છે. લગ્ન પછી લાકડાની બનેલી મૌજીરામની પ્રતિમાને એક વર્ષ માટે મંદિર સ્થાપિત કરવામાં આવે છે. અમુક વર્ષો પહેલાં લગ્નના પ્રોગ્રાને અશ્લીલ ગણાવી પ્રથા બંધ કરવામાં આવી હતી. મૌજીરામની પ્રતિમા કુંવામાં ફેંકી દેવામાં આવી તો કુંવો પડી ગયો હતો. ત્યાર બાદ ગામના લોકોએ કોઈ અનિષ્ટથી બચવા માટે ફરી આ પ્રથા શરૂ કરી હતી.

રહસ્યમયી છે મૌજનીદેવીની પ્રતિમા
મૌજનીદેવીની પ્રતિમા અંદાજે ત્રણ ફુટ બહાર છે. ગામના લોકોનું કહેવું છે કે પ્રતિમા એક સમયે પાંચ ફુટથી વધુ લાંબી હતી. લોકોએ પ્રતિમાને ખોદીને કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. લોકોએ જેટલી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો પ્રતિમા એટલી જ અંદર ચાલી ગઈ હતી. આવું કરતી વખતે ગામમાં કંઈકને કંઈ અનિષ્ટ થતું હતું. ત્યારથી આ મૌજનીદેવી પ્રત્યે લોકોની આસ્થા વધી ગઈ હતી. ગામના લોકો મૌજનીદેવીને સુખ-સમૃદ્ધિનું પ્રતિક માને છે.

નિ:સ્તાન દંપતી મૌજીરામ અને મૌજનીદેવીની પૂજા કરે છે
આ અનોખા લગ્ન પાછળ ગામના લોકોની શ્રદ્ધા અને માન્યતા છે. ગામ અને આસપાસના વિસ્તારના નિ:સ્તાન દંપતી મૌજીરામ અને મૌજનીદેવીની પૂજા કરે છે. માન્યતાએ એવી છે કે ધૂમધામથી લગ્ન કરવાથી ગામમાં સુખ-સમૃદ્ધ બની રહે છે. બીજું કે આ લગ્ન સેક્સ એજ્યુકેશનનું માધ્યમ પણ છે. ગામના એક વૃદ્ધ શાંતિલાલ જૈનનું કહેવું છે કે પહેલાના જમાનામાં બાળકોને સેક્સ અને અન્ય જાણકારીઓ આપવી મુશ્કેલ હતી. આવી સ્થિતિમાં આ ગામની પરંપરામાં તેમને ખૂબ જાણકારી મળી જાય છે .

You cannot copy content of this page