Only Gujarat

FEATURED National

દૂધી પીતી લાડલીને આ ડોક્ટર્સ દંપતી કરી રહ્યું છે કોરોનાના દર્દીઓની સારવાર

ભોપાલઃ કોરોના સંક્રમણના ખતરા વચ્ચે દેશના ડોક્ટરો આપણા માટે ભગવાન બનીને કામ કરી રહ્યાં છે. તેઓ પોતાના પ્રાણ જોખમમાં નાખી સંપૂર્ણ નિષ્ઠા સાથે પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યાં છે. આવું જ એક ડોક્ટર દંપતી ભોપાલમાં છે, જેઓ પોતાની સાત મહિનાની દૂધ પીતી બાળકીને છોડીને લોકોની સેવા કરી રહ્યાં છે.

આ કોરોના વોરિયર્સ દંપતી પત્ની ડોક્ટર અંશુલી મિશ્રા અને તેમના પતિ ડોક્ટર સંતોષ મિશ્રા છે. આ બંનેએ 7 મહિનાની બાળકીને તેના નાનીના ઘરે છોડી મૂકી છે.

જ્યારે પણ બંનેને પોતાની દીકરી યાદ આવે છે તો વીડિયો કોલ કરી તેનું મોઢું જોઇ લે છે. બંને શહેરની સૌથી મોટી હોસ્પિટલ હમીદિયામાં ડોક્ટર છે પરંતુ હાલ જેપી હોસ્પિટલમાં કોરોનાના દર્દીને બચાવવા ડ્યુટી કરી રહ્યાં છે.

ડોક્ટર અંશુલીનું કહેવું છે કે આ સમયે શહેરમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. અમે બંને રોજ કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવીએ છીએ. આવી સ્થિતિમાં અમે બાળકીને સાથે રાખી શકીએ નહીં.

ડોક્ટર અંશુલીએ જણાવ્યું કે આ સમયે અમારી સૌથી મોટી જવાબદારી કોરોનાના દર્દીને બચાવવાની છે. પરંતુ જ્યારે પણ દીકરીની યાદ આવે છે તો આંખમાંથી આંસુ આવી જાય છે. મોબાઇલમાં વીડિયો કોલ કરી અમે તેનું મોઢું જોઇ લઇએ છીએ.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page