Only Gujarat

FEATURED National

લૉકડાઉનમાં સેક્સવર્કર્સની વ્યથા પણ તો સાંભળો, ધંધો બંધ થતાં જ ભૂખે મરવાના આવ્યા દિવસો

સોનાગાછીઃ દુનિયા કોરોનાવાઈરસ સામે જંગ લડી રહી છે. કોરોનાવાઈરસના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે દુનિયાનાં લગભગ તમામ દેશની આર્થિક સ્થિતિને મોટો ફટકો પડ્યો છે. બેરોજગારી વધી રહી છે. ત્યારે એશિયાના સૌથી મોટા રેડ લાઇટ એરિયા ગણાતા કોલકાતાના સોનાગાછીમાં રહેતી સેક્સ વર્કર્સની લાઇફ ભયાનક થઇ ચૂકી છે. કોરોનાને કારણે અહીં કોઇ ગ્રાહક આવતો નથી, જેના કારણે સેક્સ વર્કર્સને કમાણી થતી નથી. સ્થિતિ એવી આવી ગઇ છે ભૂખ્યા રહેવું પડે છે.

કોલકાતાથી 10 કિમી દૂર સોનાગાછીની શેરીઓ એક સમયે લોકોથી ભરાયેલી રહેતી હતી. આ શેરીઓમાં સેક્સ વર્કર્સનો ધંધો દિવસ-રાત ધમધમતો હતો.

પરંતુ હવે આ શેરીઓમાં સન્નાટો વ્યાપ્યો છે. કારણ છે કોરોનાવાઈરસ. કોરોનાને કારણે હવે આ શેરીમાં કોઇ આવતું નથી.

સેક્સ વર્કર્સનું ગુજરાન દેહવ્યાપારમાંથી ચાલે છે. પરંતુ વાઈરસના ડરને કારણે હવે કોઇ અહીં આવતું નથી.

કોલકાતામાં કોરોનાના અનેક કેસ સામે આવ્યા છે, જેમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થઇ ગયું છે. આ વ્યક્તિ લંડનથી પરત ફરેલા એક શખ્સના સંપર્કમાં આવ્યો હતો અને કોરોનાની ઝપેટમાં આવી ગયો.

સોનાગાછીમાં રહેતી 8 હજાર મહિલાઓનો પરિવાર દેહવ્યાપાર પર જ નિર્ભર છે. પરંતુ હવે તેમની સામે અનેક પડકારો છે.

સોનાગાછીમાં રાતની સાથે સાથે લોકોની ભીડ વધતી જતી. અહીં દરરોજ 15થી 20 હજાર લોકો આવતા હતા. પરંતુ હવે આ શેરીઓ સૂમસામ બની ગઇ છે.

કહેવામાં આવી રહ્યું છે કે ઇતિહાસમાં પ્રથમ વખત અહીં આટલી સૂમસામ શેરીઓ જોવા મળી રહી છે. અહીં રહેતી મહિલાઓ ભારત ઉપરાંત બાંગ્લાદેશમાંથી પણ આવે છે. અનેક મહિલાઓનો સંપૂર્ણ પરિવાર આ દેહવ્યાપારમાંથી જ ચાલતો હતો. તેમના બાળકો આજકાલ ભૂખ્યા રહેવા મજબૂર બન્યા છે.

મોતની કગાર પર પહોંચેલી આ મહિલાઓ માટે સરકારે કોઇ ખાસ પ્રબંધ કર્યા નથી, જેના કારણે તેઓ અનેક સમસ્યાથી પરેશાન છે. જોકે, કેટલીક એનજીઓએ આ મહિલાઓને રાશન અને ખાવા-પીવાની વસ્તુઓ વહેંચી છે. જોકે, આ મહિલાઓને આશા છે સરકાર જરૂર કંઇક મદદ કરશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page