Only Gujarat

FEATURED National

સરકારી ટીચરે નવ વર્ષના સમયમાં જોયુ ટ્યુબ ને હવે એ કરે છે લાખોમાં કમાણી

નવી દિલ્હીઃ દિલ્હીમાં રહેતી સુપ્રિયા દલાલ સરકારી સ્કૂલ ટીચર છે. તે નવરાશની પળોમાં ખેતી કરે છે અને તે આ કામ છેલ્લા 1.5 વર્ષથી કરે છે. તે 5 એકરની જમીનમાં ઓર્ગેનિક ખેતી કરતા 17 પ્રકારની શાકભાજી ઉગાડે છે. 300થી વધુ લોકો તેમના ગ્રાહકો છે. તેમને દર મહિને 3 લાખની કમાણી પણ થઈ રહી છે.

સુપ્રિયાએ જણાવ્યું કે, ‘મે ક્યારેય ખેતી વિશે વિચાર્યું નહોતું. આ મારા જીવનમાં અચાનક આવ્યું અને લાઈફસ્ટાઈલનો ભાગ બની ગઈ. 2016માં દિલ્હી સરકારે સ્કૂલ શિક્ષકો માટે એક નવી વ્યવસ્થા શરૂ કરી છે. જે હેઠળ જે-તે શિક્ષકો પ્રોફેશનલ ગોથ ઈચ્છે છે અને ઈનોવેટિવ વિચાર ધરાવે છે, તેમના માટે એક અલગ પ્રોજેક્ટ લોન્ચ કર્યો. હું ભાગ્યશાળી રહી કે તેમાં મારી પણ પસંદગી થઈ ગઈ. આ પ્રોજેક્ટમાં સામેલ થયા બાદ ફિક્સ્ડ ટાઈમિંગની વ્યવસ્થાનો અંત આવ્યો. અમે સમય અનુસાર ઓનલાઈન લેક્ચર લેવા અને વર્કશોપ કરવાની છૂટ મળી. આ પ્રોજેક્ટ હેઠળ અમે લોકો સાથે જે-તે વિષય પર વર્કશોપ કરતા અને લર્નિંગ પ્રોગ્રામ કરતા રહેતા.’

સુપ્રિયાએ કહ્યું કે,‘મને ઓર્ગેનિક ફાર્મિંગ પર અમુક સેશન અટેન્ડ કરવાની તક મળી અને ત્યાં ઘણું શીખવા મળ્યું. તે સમયે મને જાણ થઈ કે બહારના શાકભાજી અને ખાવાની વસ્તુઓ ખરીદીયે છીએ તેમાં કેટલું કેમિકલ છે. પોતાના પરિવારને અને પોતાના બાળકોને જે આપણે જે ભોજન ખવડાવીએ છીએ તે તેમના સ્વાસ્થ્ય માટે ઘણું જ જોખમી છે. તેથી મે વિચાર્યું કે જે વસ્તું હું ઉગાડી શકું છું તેની માટે પ્રયાસ કરીશ. મે કોમ્યુનિટી ફાર્મિંગ અંગે વિચાર્યું પણ કોઈએ સાથ આપ્યો નહીં. ઓર્ગેનિક ફાર્મિંગ અંગે અનુભવ નહોતો પરંતુ ગાર્ડનિંગનો શોખ હતો. મે અમુક રિસર્ચ તથા અમુક લોકો સાથે વાત કરી. સૌથી વધુ મદદ યુટ્યૂબથી લીધી. જે લોકો ઓર્ગેનિક ખેતી કરે છે તેમના વીડિયોઝ જોયા.’

‘દિલ્હીથી અમુક અંતરે કરાલામાં અમારી થોડી જમીન હતી. અહીં એપ્રિલ 2019માં એક એકર જમીનથી ઓર્ગેનિક ફાર્મિંગનો પ્રારંભ કર્યો. સૌપ્રથમ શાકભાજી ઉગાડી. પ્રથમ વર્ષે જ સારો રિસ્પોન્સ મળ્યો. જે પછી મે ખેતીનો વિસ્તાર વધાર્યો અને હવે 5 એકરમાં ખેતી કરું છું. હવે મે મલ્ટીલેયર ફાર્મિંગનો પણ પ્રારંભ કર્યો છે. 10 લોકોની ટીમ મારી સાથે કામ કરે છે. આ કામ મારી માટે સરળ નહોતું અને પરિવારજનોએ પણ વિરોધ કર્યો. તેમના મતે દેશમાં ઘણા લોકો આ કામ કરે છે તો આપણે તે કરવાની જરૂર ક્યાં છે. પતિએ મને આ કામમાં મદદ કરી અને આજે પણ સપોર્ટ કરે છે. હું બહાર જાઉં તો તેઓ બાળકોનું ધ્યાન રાખે છે.’

‘માર્કેટિંગમાં મને વધુ સમસ્યા ના થઈ. મારું મિત્ર સર્કલ મોટું બોવાના કારણે પહેલાથી જ સારી ઓળખ હતી. મે પોતાના કામ અને પ્રોડક્ટ અંગે જાણ કરી. મારી શાકભાજીઓ તાત્કાલિક વેચાઈ જતી. મંડી કે માર્કેટ જવાની જરૂર રહેતી નહોતી. હવે અમે ફાર્મ ટૂ હોમ નામથી વ્હોટ્સએપ ગ્રૂપ શરૂ કર્યું. 300થી વધુ લોકો અમારી સાથે ગ્રાહકો તરીકે જોડાયેલા છે. 100 જેટલા ગ્રાહકો તો નિયમિત છે. અમે શાકભાજી ઉપરાંત કિચનની જરૂરિયાતનો દરેક સામાન પહોંચાડીએ છીએ.

હું તમામ વસ્તુઓ પોતાના કિચનમાં ઉગાડું છું અને બીજા ખેડૂતોને ત્યાંથી પણ લઈ તે ગ્રાહકો સુધી પહોંચાડું છું. હું આગળ જતા એગ્રો ટૂરિઝમ પર કામ કરીશ જેથી દિલ્હી જેવા શહેરમાં પણ લોકોને ઓર્ગેનિક ફૂડ ખાઈ શકે. આ ઉપરાંત મોટાપાયે ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવા માગું છું. જેથી આ ફિલ્ડમાં આવવા માગતા લોકોને માહિતી પહોંચાડી શકું. કોરોનાને કારણે મને ફાયદો થયો કારણ કે મે મોટાભાગનો સમય ઓર્ગેનિક ફાર્મિંગને આપ્યો.’

You cannot copy content of this page