Only Gujarat

National

હોમગાર્ડ રિટાયર થયાં તો ફેરવેલમાં પોલીસ ઈન્સ્પેક્ટર પડી ગયા પગે

મેરઠના કંકરખેડાના પોલીસ ઇન્સ્પેક્ટરનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં તેની લોકો ખૂબ જ પ્રસંશા કરી રહ્યા છે. પોલીસ ઇન્સ્પેક્ટર તેમનાથી નાની રેન્કના હોમગાર્ડને પગે લાગ્યા હતાં. તેમણે ખૂબ જ સન્માન પણ આપ્યું છે અને પોલીસ સ્ટેશનમાં હાજર દરેક બીજા કર્મીઓને તેમણે આશીર્વાદ પણ આપ્યા છે.

તે ફેરવેલમાં આમ તો દરેક લોકોએ હાર પહેરાવ્યા, મોઢું મીઠું કરાવ્યું, પણ દરેકનું ધ્યાન ઇન્સ્પેક્ટર તપેશ્વર સાગર પર હતું. જે પોતાનાથી નાની રેન્કના હોમગાર્ડને પગે લાગ્યા હરતાં. ફોટોમાં તે રિછપાલના આશીર્વાદ લેતા જોવા મળી રહ્યા છે. આ વિશે મેરઠના કંકડખેડા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સાગરે જણાવ્યું કે, હોમગાર્ડ રિછપાલ ચાલીસ વર્ષ સુધી પ્રામાણિકતા સાથે પોતાની સેવા આપતાં હતાં. જોત જોતામાં ચાલીસ વર્ષ ક્યાં વીતી ગચા તેની ખબર નથી અને હવે તે રિટાયર થઈ રહ્યા છે.

પોલીસ સ્ટેશનમાંથી વિદાય લેતી વખતે રિછપાલની આંખો ભીની થઈ ગઈ હતી. પોતાના સાથીઓ દ્વારા મળેલું આ સન્માન અભૂતપૂર્વ હતું અને ખુશ હતા. તેમને ભાવુક જોઈને બીજા પોલીસકર્મી પણ ભાવુક થઈ ગયા અને પોતાને એક પ્રામાણિક હોમગાર્ડને સાચા દિલથી વિદાઈ આપી હતી.

કોઈએ તેમના આશીર્વાદ લીધા તો કોઈએ તેમને મોઢું મીઠું કરાવ્યું હતું. સોશિયલ મીડિયાયા પર આ અનોખા ફેરવેલના ફોટો વાઇરલ થઈ રહ્યા છે અને એક ઇન્સપેક્ટર અને હોમગાર્ડનો આ ભાવુક સંબંધ દરેકનું દિલ જીતી રહ્યો છે.

રિછપાલ સિંહના કરિયરની વાત કરીએ તો તેમણે હોમગાર્ડ તરીકે વર્ષ 1981માં પોતાની સફર શરૂ કરી હતી. તે મેરઠના ઘણાં પોલીસ સ્ટેશનમાં પોતાની સેવા આપી ચૂક્યા છે. આ પછી તેમનું પોસ્ટિંગ કંકરખેડા પોલીસ સ્ટેશનમાં થયું હતું અને હવે તે ત્યાંથી રિટાયર થઈ રહ્યા છે.

You cannot copy content of this page