Only Gujarat

Gujarat

મોબાઈલને ઓઢાડી ચૂંદડી ને યુવક-યુવતીએ કરી સગાઈ, તસવીરો જોઈને કહેશો કે આવું તો કોઈ ગુજરાતી જ કરી શકે!

અમદાવાદઃ સ્માર્ટફોન આજે દુનિયામાં ખૂબ કામની વસ્તુ થઇ ગઇ છે. સ્માર્ટફોન કેટલા કામ એક સાથે કરી શકે છે તે કહેવાની જરૂર નથી. હાલમાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં ગુજરાતી પરિવારે સ્માર્ટફોનનો જેવી રીતે ઉપયોગ કર્યો એ તમારે જાણવું ખૂબ જરૂરી છે. વાસ્તવમાં આ પરિવારે વીડિયો કોલ મારફતે યુવક અને યુવકીની સગાઇ કરાવી દીધી હતી. જોકે આ વીડિયો અંગે અમે કોઈ પ્રકારની પૃષ્ટિ કરતા નથી. આ વીડિયો ટ્વિટરમાંથી લેવામાં આવ્યો હતો.

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે જેમાં દેખાય છે કે ગુજરાતી પરિવાર સ્માર્ટફોનનો ઉપયોગ કરીને સગાઇની વિધિ પૂરી કરાવે છે. લાકડાના બે સ્ટૂલ પર બે સ્માર્ટફોન રાખવામાં આવ્યા છે જેમાં એક સ્ક્રીન પર યુવક છે જ્યારે બીજી સ્ક્રીન પર યુવતી જોવા મળી રહી છે. બંન્નેને સામે રાખીને બ્રાહ્મણ સગાઇની વિધિ કરાવી રહ્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે યુવતી જે સ્ક્રીન પર જોવા મળી રહી છે તે સ્માર્ટફોન પર ચૂંદડી ઓઢાવવામાં આવી રહી છે. ત્યાં સોનાના ઘરેણા અને પારંપરિક કપડા પણ જોવા મળી રહ્યા છે. આ વીડિયો પર લોકો ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

જોકે, હજુ સુધી ગુજરાતી પરિવારની ઓળખ થઇ શકી નથી. આ વીડિયોને ટ્વિટર પર રાહુલ નિનગોટે શેર કર્યો હતો. ત્યારબાદ આ વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો હતો. આ વીડિયો અંગે અમે કોઈ પ્રકારની પૃષ્ટિ કરતા નથી. આ વીડિયો ટ્વિટરમાંથી લેવામાં આવ્યો હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page