Only Gujarat

Gujarat TOP STORIES

આ છે ગુજરાતનો વિકાસ, અમદાવાદ કોર્પોરેશને ટ્રમ્પ આવતા ઝૂંપડપટ્ટીને દીવાલ ચણીને છૂપાવી

અમદાવાદઃ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવી રહ્યાં છે. તેઓ 24-25 અમદાવાદ આવવાના છે. અહીંયા કેમ છો ટ્રમ્પ? કરીને એક ભવ્ય ઈવેન્ટ થવાની છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક બાજુ કોર્પોરેશન અમદાવાદ એરપોર્ટથી લઈ સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમના રસ્તાઓ ઠીક કરી રહ્યાં છે તો બીજી બાજુ આ જ રસ્તામાં આવતી ઝૂંપડપટ્ટી આગળ દીવાલ બનાવામાં આવી રહી છે. આ દીવાલ બનાવીને ઝૂંપડપટ્ટી છૂપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.


એએમસી સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ઈન્દિરા બ્રીજ સાથે જોડતા રસ્તા પર એક દીવાલ બનાવી રહ્યું છે, જેથી ઝૂંપડપટ્ટી ના દેખાય. જે દીવાલ બનાવવામાં આવે છે, તે અડધો કિમીથી લાંબી અને છથી સાત ફૂટ ઊંચી છે. આ અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર જતા રસ્તા પર સૌંદર્યીકરણ અભિયાન હેઠળ મોટેરામાં સરદાર પટેલ સ્ટેડિયમની આસપાસ બનાવવામાં આવી છે.

એએમસીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે 600 મીટરના અંતર પર આવેલી ઝૂંપડપટ્ટી છૂપાવવા માટે 6-7 ફૂટ ઊંચી દીવાલ બનાવવામાં આવી હતી. અહીંયા પૌધારોપણ પણ કરવામાં આવશે. 500થી વધુ કાચા મકાનોમાં રહેતા 2500 લોકો દાયકાથી અહીંયા રહે છે.

એએમસી સાબરમતી નદીના કિનારે પર સૌંદર્યીકરણ હેઠળ ખજૂરના ઝાડ લગાવવામાં આવશે. આ પહેલાં સૌંદર્યીકરણનું કામ જાપાનના પીએમ શિંજો આબે પોતાની પત્ની અકી આબે સાથે આવ્યા ત્યારે 2017માં કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક વીડિયો શૅર કરીને કહ્યું હતું કે જેમાં તેઓ પત્રકારને સંબોધતા હતાં. તેમણે કહ્યું હતું કે મોદીએ તેમને કહ્યું હતું કે એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી પાંચથી સાત મિલિયન લોકો હાજર રહેશે. અમદાવાદ શહેરની વસ્તી પણ આટલી જ છે.

વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકાનો પ્રવાસ કર્યો હતો. અહીંયા હ્યૂસ્ટનમાં 50 હજાર લોકો હાઉડી મોદી ઈવેન્ટમાં હાજર રહ્યાં હતાં. આ સમય દરમિયાન ટ્રમ્પ તથા મોદી સાથે આવ્યા હતાં. પીએમ મોદીએ ટ્રમ્પને ભારત આવવા માટે ઈન્વાઈટ કર્યાં હતાં.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page