Only Gujarat

Gujarat TOP STORIES

સ્વીટીને સળગાવતા પહેલાં હિન્દુ વિધિ મુજબ PI દેસાઈએ ઘીનો ઉપયોગ કર્યો હતો, બહાર આવ્યા વધુ રહસ્યો

વડોદરાના ચકચારી પોલીસ ઈન્સપેક્ટર અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલ કેસમાં વધુ એક ઘટસ્ફોટ થયો છે. પોતાની પત્ની સ્વીટી પટેલની હત્યા કરનાર વડોદરાનો પોલીસ ઈન્સપેક્ટર અજય દેસાઈ સામે સખત કાર્યવાહી થાય તે માટે પોલીસે અનેક પુરાવાઓ શોધવાની શરૂઆત કરી દીધી છે. સ્વીટી પટેલની અસ્થીમાંથી ડીએનએ ન મળતાં ક્રાઈમ બ્રાંચના પોલીસ અધિકારી દર્શનસિંહ બારડે પોતાની ટીમના 10 અધિકારીઓ અને પાંચ મજૂરોને સ્વીટીને જ્યાં સળગાવી હતી એ જગ્યાએ લઈને પહંચ્યા હતાં. જ્યાં આખો દિવસ મહેનત કરી હતી ત્યાર બાદ સ્વીટીના દાંત, મંગળસૂત્ર અને સોનાની વીંટી મળી હતી. સ્વીટીની અસ્થીઓમાંથી મળેલી વસ્તુઓનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે જેમાં અનેક ઘટસ્ફોટ થાય તેવી શક્યતા છે.

વડોદરા પોલીસ પાસેથી તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સોપાઈ હતી ત્યાર બાદ ડી પી ચુડાસમા આ કેસની એક-એક કડી જોડવાનો પ્રયત્ન કર્યો હતો. અજય દેસાઈએ ગુનાની કબૂલાત કરી લીધી હોવા છતાં ટ્રાયલ સમયે સાંયોગીક પુરાવાઓ અને સાક્ષીઓના નિવેદન પણ એટલા જ જરૂરી હતાં જેને ધ્યાનમાં રાખીને સંખ્યાબંધ વ્યક્તિઓના નિવેદન લેવામાં આવ્યા હતાં.

પરંતુ અજય દેસાઈ પોલીસ અધિકારી હોવાને કારણે ટ્રાયલ દરમિયાન જો સાક્ષીઓ પોતાના નિવેદન ફેરવી તોળે તેવો પણ ભય હોવાને કારણે ક્રાઈમ બ્રાંચ દ્વારા ત્રણ મહત્વના સાક્ષીઓનાં મજીસ્ટ્રેટની સામે 164 પ્રમાણેના નિવેદનો નોંધવામાં આવ્યા હતાં. પોલીસ દ્વારા નોંધવામાં આવેલા નિવેદનમાં અજય દેસાઈએ સ્વીટીને સળગાવ્યા પહેલા હિન્દી વિધી પ્રમાણે ઘીનો ઉપયોગ કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો જેને લઈને પોલીસે ઘી અને દૂધ આપી જનાર વ્યક્તિને શોધી કાઢી પોલીસે તેમના સાક્ષી નિવેદન પણ નોંધ્યા છે જેમાં એક સાક્ષી આગનો ધુમાડો પણ જોયો હોવાનું સમર્થન આપ્યું છે.

અજય દેસાઈની વિરુદ્ધ વૈજ્ઞાનિક પુરાવાઓ શોધવા માટે પોલીસ ઈન્સપેક્ટર દર્શનસિંહ બારડ ક્રાઈમ બ્રાંચના 10 જેટલા અધિકારીઓ અને 5 મજૂરો લઈને ભરૂચના અટાલી પહોંચ્યા હતાં જ્યાં પંચોની હાજરીમાં જ સ્વીટીને સળગાવી તેની માટે ખોદી અનાજ ચાળવાના ચારણા વડે આખો દિવસ માટી ચાળતાં તેમાંથી સ્વીટીના પાંચ દાંત મળી આવ્યા હતાં. આ દાંત ડીએનએ ટેસ્ટ માટે ખૂબ મહત્વનો સાબીત થશે.

આ ઉપરાંત ત્યાંથી સ્વીટીનું મંગળસૂત્ર અને એક વીંટી પણ મળી હતી. આ પહેલાની તસવીરોમાં સ્વીટીએ આ મંગળસુત્ર અને વીંટી પહેરી હોવાનું સ્પષ્ટ થાય છે. આ ઉપરાંત સ્વીટીના પરિવારજનોએ પણ મંગળસૂત્ર સ્વીટીનું હોવાનું સમર્થન આપ્યું છે. પોલીસ આ સંદર્ભમાં આ મંગળસૂત્ર ક્યારે અને કોણો ખરીદ્યું હતું તે શોધવા માટે પોલીસ અનેક જ્વેલર્સનો સંપર્ક કરી રહી છે.

You cannot copy content of this page