Only Gujarat

Gujarat

સુરતના ઉદ્યોગપતિ સામે શિક્ષિકાની ફરિયાદ, પ્રિન્સિપાલે શિક્ષિકા સામે 11 લાખ રૂપિયા પડાવ્યા ફરિયાદ નોંઘાવી

સુરતના ઉદ્યોગપતિ ચુની ગજેરા વિરુદ્ધ શિક્ષિકાને નોંધાવેલી ફરિયાદમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. પીડિતાનું માનીએ તો તેની સાથે 15 ડિસેમ્બરથી માર્ચ 2020 દરમિયાન તેની સાથે છેડતીની ઘટના બની હતી. તેમને જાણ ત્યારે થઈ જ્યારે સ્કૂલમાં ફેશન શો હતો અને તે સમયે કેટલાક મહેમાનોને લઈને પીડિતા સ્ટેજ પર ગઈ હતી. તે સમયે ચુની ગજેરાની નજર પહેલીવાર શિક્ષિકા પર પડી. ત્યારબાદથી ચુનીએ તેને મોબાઈલ પર મેસેજ મોકલવાના શરૂ કર્યા હતા. ગજેરા ગ્લોબલ સ્કુલમાં જ ભણતા પૌત્રને સ્કુલે મુકવા આવતા ટ્રસ્ટી ચુનીલાલ હરિલાલ ગજેરા પોતાની ઓફિસમાં બેઠા-બેઠા શાળાના સીસીટીવી કેમેરાની મદદથી શિક્ષિકા પર નજર રાખતા હતા. એટલું જ નહીં, ઓફિસમાં બોલાવી કહેતા હતો કે કેમ છે બકા ? તને કંઇ તકલીફ નથી ને? તું ખુશ છે ને અહીંયા ? એમ કહી હવસભરી નજરથી જોતા હતા. બીજી તરફ શાળાના પ્રિન્સિપાલે શિક્ષિકા વિરુદ્ધ 11 લાખ રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ નોંઘાવી છે.

પાડિતાએ જે ફરિયાદ નોંધાવી છે તેનો શબ્દશઃ આ પ્રમાણે છે. ‘‘મારૂ નામ અમિતા (નામ બદલ્યું છે), મારા પતિ સાથે પિપલોદ વિસ્તારમાં રહું છું અને ધોરણ 1થી 10ના બાળકોને ટ્યુશન આપી ગુજરાન ચલાવું છું. મારા પતિ મકાન દલાલીનું કામ કરે છે. મોટા દીકરો 25 વર્ષનો છે જે મુંબઇ કોલ સેન્ટરમાં નોકરી કરે છે. 19 વર્ષનો નાનો દીકરો વડોદરામાં MBBSનો અભ્યાસ કરે છે. હું પાલ ગૌરવપથ ખાતે આવેલી ગજેરા ગ્લોબલ સ્કૂલમાં તા.30-7-2018થી હિન્દી વિષયની શિક્ષિકા તરીકે જોડાઈ હતી. આ સ્કૂલના ટ્રસ્ટી ચુની ગજેરા છે. મને 27 હજાર રૂપિયા પગાર ચૂકવવામાં આવતા હતો.’’

‘‘15 ડિસેમ્બર, 2018ના રોજ અમારી સ્કૂલમાં ડાયમંડ જ્વેલરી ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દિવસે ચુની ગજેરા આવ્યા હતા અને શોના જજ રહ્યા હતા. ત્યારે પણ મારી સામે ગંદી નજરથી જોતા હતા. કાર્યક્રમ પૂરો થતા હું ઘરે ગઇ હતી અને ફોન જોતા ચુની ગજેરાનો મિસકોલ હતો. બીજા દિવસે મે ચુની ગજેરાને ફોન કરીને પૂછ્યું કે, સાહેબ ગઇકાલે તમે ફોન કરેલો કંઇ કામ હતું? ત્યારે તેમણે કહ્યું હતું કે, તું ક્યાં છે તને કોઈ તકલીફ તો નથીને? મેં તને પહેલા જોઇ હોત તો આજે તું ક્યાંથી ક્યાં હોત તેવી વાત કરવા લાગ્યા હતા. મેં તમામ વાતો રેકોર્ડિંગ કરી લીધી છે. ત્યારબાદ તા.31 જાન્યુઆરી 2019થી દરરોજ સાંજે ચુની ગજેરા ફોન કરતા આ તમામ મે મોબાઇલ ફોનમાં રેકોર્ડિંગ કર્યુ છે. હું તેમને સ્કૂલના રિપોર્ટ આપતા હતી. પણ જ્યારે આવી વાતો કરતા ત્યારે હું ચુપ થઇ જતી હતી.’’

‘‘24 ડિસેમ્બર 2018ના રોજ સ્કૂલના પ્રિન્સિપાલ શ્વેતાબેન પરિહારે કહ્યું કે, તમારી વિરુદ્ધ ટ્રસ્ટી સાહેબ પાસે ઘણી ફરિયાદ ગયેલી છે. જેથી સાહેબ તને આવતીકાલે સવારે 11 વાગ્યે કતારગામ લક્ષ્મી ડાયમંડ ખાતે બોલાવે છે. બીજા દિવસે 25 ડિસેમ્બર 2018ના રોજ પ્રિન્સીપાલના આદેશને અનુસરી અમિતા ચુનીલાલની ડાયમંડ ફેકટરીની ઓફિસે મળવા ગઇ હતી. જયાં ચા-કોફી શું લેશે એવી પૃચ્છા કરવાની સાથે પટાવાળાને અડધો કલાક સુધી કોઇને આવવા નહીં દેતો એમ કહી બહાર મોકલી દીઘો હતો. ’’

‘‘ત્યારબાદ ચુનીલાલે અમિતાને પુછયું હતું કે તને કંઇ પૈસાની જરૂર છે, કોઇ તકલીફ તો નથી ને ? ચાલ આપણે સોફા પર બેસીને વાત કરીએ એમ કહી પોતાની ખુરશી પરથી ઉભા થઇ ગયા હતા. તે દરમ્યાન ચુનીની પેન્ટની જીપ ખુલ્લી હતી. તેમણે કોઇ કામોતેજક દવા લીધી હતી. ગુપ્તાંગ ઉત્તેજીત હતું. આ સ્થિતી જોઇ અમિતા એકદમ સ્તબ્ધ થઇ ગઇ હતી અને કંઇ વિચારે તે પહેલા બાહોપાશમાં લઇ લીધી હતી. જેથી અમિતાએ અટકાવવાનો પ્રયાસ કરતા ચુનીલાલે કહ્યું હતું કે ગાંડી આજે તું આવવાની હતી એટલે જ મેં આજે નીચે રેઝર કર્યું છે. જો કે પરિસ્થિતી પામી જનાર અમિતાએ ધક્કો મારતા ચુનીલાલે ટેબલ પર પડેલી દવા પી લીધી હતી અને તે દરમ્યાન તકનો લાભ લઇ પીડિતા ઓફિસની બહાર નીકળી ગઇ હતી.’’

આ ઘટના બાદ પ્રિન્સિપાલનું વર્તન બદલાઈ ગયું હતું. ચુની ગજેરાની શરણે નહીં થતા શિક્ષિકાને નોકરીમાંથી રવાના કરી દેવામાં આવી હતી. જો કે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. શિક્ષિકા વિરુદ્ધ પ્રિન્સિપાલે 11 લાખ રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ નોંઘાવી છે. શિક્ષિકાએ બદનામ કરવાની ધમકી આપી ટ્રસ્ટી પાસેથી રૂપિયા 11 લાખ પડાવ્યા હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

You cannot copy content of this page