Only Gujarat

Gujarat

આ છે ગુજરાતનો સૌથી મોટો પરિવાર, એક બીજાને મળવા માટે દર મિહને રાખે છે ગેટ ટુ ગેધર

અમદાવાદનો રાવલ પરિવાર આજે નોકરી-ધંધાના કારણે ભલે એકબીજાથી જુદો રહેતો હોય, પરંતુ 3 મહિનામાં એકવાર તો આ પરિવારના સભ્યો એકબીજાને મળવાનો સમય કાઢી જ લે છે. રાવલ પરિવારમાં રહેતા 70 સભ્યો દર 3 મહિને ગેટ ટુ ગેધરનું આયોજન કરે છે. જેમાં તેઓ આખો દિવસ અલગ અલગ એક્ટિવિટી કરીને એકબીજા સાથે સમય વિતાવે છે.

આ દરમિયાન વડીલો પણ બાળકો સાથે બાળક બનીને જુદી-જુદી ગેમ્સ રમે છે. એટલું જ નહીં આ પરિવારના સભ્યો દરરોજ રાત્રે સોશિયલ મીડિયા થકી ક્વિઝ રમીને એકબીજા સાથે જોડાયેલો રહે છે. રાવલ પરિવારે આ ગેટ ટુ ગેધરની શરૂઆત વર્ષ 2007માં કરી હતી. જેને આજે 17 વર્ષ જેટલો સમય થઈ થયો છે.

આજે જ્યારે ન્યૂક્લિયર ફેમિલીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે અમદાવાદનો રાવલ પરિવાર સંયુક્ત કુટુંબનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. 70 સભ્યોના આ પરિવારમાં બધી જ જનરેશનના સભ્યો એકબીજા સાથે ઇમોશનલી જોડાયેલા છે. રોજ રાત્રે સોશિયલ મીડિયાના માધ્યમથી ક્વિઝ રમી એકબીજા સાથે સમય વિતાવે છે.

બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તે માટે વડીલો અવનવી એક્ટિવિટીઝમાં જોડાય છે. વર્ષ 2007માં રાવલ પરિવારે ગેટ ટુ ગેધરની શરૂઆત કરી હતી. આજે પરિવારની આ પરંપરાને 17 વર્ષ પૂર્ણ થયા છે. આખો પરિવાર દર ત્રણ મહિને જુદા-જુદા ફરવાલાયક સ્થળોએ સાથે ફરવા જાય છે. આજે પણ રાવલ પરિવારને જોતા હમ સાથ સાથ હે મૂવી યાદ આવી જાય છે.

You cannot copy content of this page