Only Gujarat

Gujarat

આ DJ કલાકાર મોંઢા પર કેમ પહેરે છે આવું યુનિક માસ્ક, અમદાવાદીઓ વિચારમાં પડી ગયા

DJ મ્યુઝિક વાગે એટલે ભલભલા ઝુમવા લાગે છે. એવા અનેક ડીજે કલાકારો છે જેઓ પોતાના મ્યુઝિકથી દર્શકોને અને શ્રોતાઓને મ્યુઝિકના તાલે નચાવે છે. ત્યારે આપણે આજે એવા ડીજે કલાકારની વાત કરીશું કે જેની ઓળખ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.જી હા વાત છે ઈન્ટરનેશનલ ડીજે MKSHFT ની જે વિશ્વના કોઈ ચોક્કસ પ્રદેશમાંથી પોતાને દર્શાવવાને બદલે એક અનામી ઓળખ જાળવીને વિશ્વભરના લોકો સુધી પહોંચવા માગે છે.

અમદાવાદમાં સિંધુભવન રોડ પર આવેલા એસ.કે. ફાર્મ ખાતે નવયુવાનો દ્વારા આયોજિત ડીજે હોલી પાર્ટીનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ખાસ ઈન્ટરનેશનલ ડીજે MKSHFT પર્ફોમન્સ આપ્યું હતું. આ સાથે રેઈન ડાન્સ, બબલ બ્લાસ્ટ, પંજાબી ઢોલ, કલર બ્લાસ્ટ જેવી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડીજે MKSHFT એ એક સંગીત નિર્માતા છે. જે અસ્પષ્ટ સંગીતની પ્રતિભા અને વ્યક્તિત્વને દર્શાવતા હાર્ડ-હિટિંગ ટ્રેક બનાવવા માટે વિવિધ પ્રભાવો સાથે EDM અને ભારતીય સંગીતને એકસાથે લાવે છે.

તેની ખાસ વાત એ છે કે તે પોતાના પર્ફોમન્સમાં આશ્ચર્યજનક માસ્ક પહેરે છે. જે તેના ચહેરાની ઓળખને અસ્પષ્ટ કરે છે. પરંતુ તેમના મહત્તમ અવાજમાં વ્યક્તિત્વની એક મુખ્ય માત્રા દાખલ કરે છે.

ડીજે MKSHFT જણાવે છે કે હાલના માસ્ક-લૂક સાથે તે વિશ્વના કોઈ ચોક્કસ પ્રદેશમાંથી પોતાને દર્શાવવાને બદલે એક અનામી ઓળખ જાળવીને વિશ્વભરના લોકો સુધી પહોંચવા માંગે છે. તે પોતાની કલા સ્વરૂપને ખૂબ મહત્વ આપે છે. તેણે સ્લોલી સ્લોલી, માહી, ઓમકારા જેવા ટ્રેકમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

You cannot copy content of this page