Only Gujarat

National TOP STORIES

પોલીસને ગાળો ભાંડતા પહેલાં એકવાર આ પણ વાંચી લો, કામગીરી જોઈને દિલ થઈ જશે ખુશ!

પટનાઃ બિહારમાં કોરોનાના દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, લોકડાઉનનું પાલન કરાવવા માટે બિહાર પોલીસ સંપૂર્ણ જોશ બતાવી રહી છે. બહાર નીકળેલા લોકોને ઘરે પાછા મોકલવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, રોજ કમાઈને ખાતા લોકો માટે કમ્યુનિટી કિચન પણ ચલાવવામાં આવી રહ્યાં છે.

લોકો પોલીસની કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે, પરંતુ ગઈરાત્રે (19 એપ્રિલ) દરભંગા પોલીસે જે કર્યું, તેનાથી લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ અને પ્રેમ વધ્યો છે. વાસ્તવમાં, દરભંગાના લહેરિયાસરાયમાં રહેતા વ્યક્તિના પુત્રનો ગઈકાલે જન્મદિવસ હતો. તે પુત્રના જન્મદિવસ માટે કેક લેવા ગયો હતો પરંતુ પોલીસે તેને ઘરે પાછા જવાનું કહ્યું હતું.

બાળક નિરાશ થઈ ગયું હતું: દરભંગા ટ્રાફિક સ્ટેશનના ઇન્ચાર્જ જય નંદન પ્રસાદ દ્વારા કેક લાવતાં અટકાવ્યા બાદ લહારીયાસરાયના રહેવાસી અંકુરકુમાર ગુપ્તા નિરાશ થઈને ઘરે પરત ફર્યા હતા. પિતાને ખાલી હાથે પાછા આવેલાં જોઈને 4 વર્ષનો બર્થડે બોય વેદ ગુપ્તા રડવા લાગ્યો હતો.

માતા-પિતાને પણ અન્ય કોઈ ઉપાય સુઝતો નહોતો. પરંતુ સાંજે અચાનક જ ટ્રાફિક સ્ટેશનના ઇન્ચાર્જ જય નંદન પ્રસાદ અન્ય પોલીસકર્મીઓ સાથે અંકુરનાં ઘરે કેક લઈને પહોંચી ગયા હતા. કેક જોતાં જ વેદ ખુશ થઈ ગયો હતો. અંકુર અને તેની પત્ની પણ ખુશ થઈ હતી.

પોલીસનો આભાર વ્યક્ત કર્યોઃ દરેક વ્યક્તિએ ખુશીથી પોલીસ કર્મચારીઓ સાથે કેક કાપી. પોલીસે કેક કાપ્યા બાદ બાળકને ચોકલેટ પણ ગિફ્ટ કરી હતી. પોલીસની આ વર્તણૂક જોઈને અંકુર અને તેના પરિવારના સભ્યોની આંખો ભરાઈ ગઈ. સૌએ પોલીસનો આભાર માન્યો. પોલીસ કર્મચારીઓ માત્ર બાળકના જન્મદિવસ પર કેક અને ચોકલેટ જ નહીં કેન્ડલ્સ અને ફુગ્ગાઓ પણ લઈને આવ્યાં હતાં.

જન્મદિવસની ઉજવણી કર્યા પછી, અંકુરે કહ્યું કે મેં મારા સ્વપ્નમાં આ વિશે ક્યારેય વિચાર્યું નથી. આ મામલે દરભંગા એસએસપી બાબુરામે કહ્યું હતું કે આવા કામથી પોલીસ-જનતાની મિત્રતા મજબૂત થશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page