Only Gujarat

Religion

ધનનું વાર્ષિક રાશિફળઃ તબિયતનું ખાસ સાચવવી, નવું રોકાણ કરાવશે ધનલાભ

આ નૂતન ૨૦૭૭ના પરિધાવી સંવત્સરમાં આગામી વર્ષ તમારા કાર્યક્ષેત્ર, પરિવાર, નાણાકીય, સ્ત્રી તેમજ વિદ્યાર્થી વર્ગ અને સ્વાસ્થ્ય સંદર્ભે કેવું રહેશે સાથે જ વર્ષ દરમ્યાન કઈ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું અને કઈ વસ્તુમાં તેઓની સાનુકૂળતા જળવાઈ રહેશે ઉપરાંત કયા શુભ ઉપાય અને દાનથી મનોવાંછિત ફળ મળી શકે છે તે બધીજ સચોટ રીતે અહીંયા જણાવવામાં આવ્યું છે. તો રાહ શું જોવો છો!, આવો જાણીએ ધન રાશિના (ભ.ધ.ફ.ઢ.) જાતકો માટે આવનારું વર્ષ કેવું રહેશે!

આ વર્ષની શરૂઆતથી શનિ બીજા સ્થાને પનોતીમાં છેલ્લો તબક્કો હોવાથી આર્થિક ધનનો લાભ અપાવશે સાથે જ ગુરુ દેવની કૃપાથી કોર્ટ–કેસનાં કાર્યોમાં સફળતા મળશે રૂપિયાની કિંમત સમજાશે. કુટુંબમાં જતું કરવાની ભાવના રાખજો. ગુસ્સા પર કાબુ રાખજો. સરકારી કામકાજોમાં વિલંબ થશે. આર્થિક વ્યવસ્થા સારી કરી શકો. નવીન રોકાણ કરવાથી લાભ થશે. પતિ–પત્ની વચ્ચે ખોટી ગેરસમજો ઊભી ન થાય તેનું ધ્યાન રાખજો. અવિવાહિતો માટે યોગ્ય પસંદગી કરી શકશો. સંતાનો ગેરમાર્ગે ન થાય તેનું ધ્યાન રાખજો. શેર–સટ્ટાથી દૂર રહેશો. નિઃસંતાન માટે ખુશી રહેશે. એકંદરે આરોગ્ય સારું રહેશે પરંતુ નાની–નાની આરોગ્યની મુશ્કેલી રહે. નોકરી–ધંધામાં યોગ્ય સફળતા મળશે. યાત્રા–પ્રવાસ સારો રહેશે. વિદ્યાર્થીઓ માટે મહેનતનું ફળ મળશે.

કાર્યક્ષેત્ર: વર્ષદરમ્યાન કાર્યક્ષેત્રમાં સાનુકૂળતા જળવાઈ રહે સાથે જ મનોકામનાઓ ફેલાતી જણાય. ફેબ્રુઆરી થી ઉન માસ દરમ્યાન કાર્યક્ષેત્રમાં મહત્વ ના કરારો સંભવ બને તેમજ બઢતી જણાય. જે લોકો પ્રવાહી, સફેદ વસ્તુ, એજ્યુકેશન, સંગીત સાથે સંકાળેયેલા છે તેમને મધુરતા જોવા મળે.

પરિવાર: પારિવારિક મદાર થી નવા કાર્ય આગળ આધે તેમજ સુખ શાંતિ જળવાઈ રહે સાથે જ લેટ-ગો ની ભાવના રાખવી હિતાવહ રહે. દામ્પત્ય જીવન માં કોઈ નવો પ્રશ્ન ઉદ્ભવી શકે છે જેમાં માર્ચ થી એપ્રિલ માં વિશેષ ધ્યાન રાખવું, આ વિવાહીતો માટે જૂન થી ઓગસ્ટ માં લગ્ન સંબંધિત વાતો આગળ વધે.

નાણાકીય: આર્થિક બાબતે આ વર્ષ આપને મધુરમય જોવા મળે વિદેશથી આર્થિકરીતે મહત્વ ના કાર્યો આગળ વધે સાથેજ વર્ષદરમ્યાન કોઈ નવી વસ્તુ ખરીદાય। જે લોકો સરકારી ક્ષેત્ર સાથે તેમજ જર્નાલિઝમ, એજ્યુકેશન સાથે સાંકડેલાં છે તેમના માટે આ વર્ષ મહત્વ પૂર્ણ બની રહેશે.

સ્ત્રી વર્ગ: દામ્પત્ય જીવનમાં અણબનાવ થી દૂર રહેવું હિતાવહ રહે સાથે મિત્ર સુખમાં કડવાશ અનુભવાય. સપ્રાઇસ ગિફ્ટ આપની ખુશી બમણી કરશે। પારિવારિક સમય મહાવત નો સાબિત થાય સાથે મેં થી જૂન ની વચ્ચે કોઈ સારા સમાચાર ની પ્રાપ્તિ સંભવ બને. કાર્યક્ષેત્ર માં વિવાદ થી બચવું હિતાવહ રહે.

વિદ્યાર્થી વર્ગ: જે વિદ્યાર્થીઓ બાયોલોજી, સાયન્સ, આર્ટ્સ માં અભ્યાસ કરતા હોય તે લોકો માટે આ વર્ષ મહત્વ નું બની રહેશે. ધર થી દૂર આભાસ કરતા વિદ્યાર્થીઓ એ આ વર્ષ શાંતિ થી પસાર કરવું અને કોઈ વાદ-વિવાદ માં ઉતારવું નહિ. વિદેશ જતા ઇચ્છનારા માટે જૂન પ[શી સુવર્ણ તક જણાય.

સ્વાસ્થ્ય: આ વર્ષ માં આપને આરોગ્ય બાબતે સારું જણાય પરંતુ આપણા આવેશ અને ગુસ્સા ને કંટ્રોલ કરવો હિતાવહ રહે. જે લોકપો ને ચાટી, પેટ કે સ્કિનની બીમારી છે તે લોકો એ આ વર્ષ માં વિશેષ સાવધાની રાખવી પડે.

શુભ ઉપાય: વર્ષદરમ્યાન ગુરુદેવ ની પૂજા અર્ચના કરવી સાથે જ ભગવાન વિષ્ણુજી અને આપના ઇષ્ટદેવની વિશેષ પૂજા કરવી. ગાયમાતા ને યથા શક્તિ દાન કરવુ હિતાવહ રહે.

You cannot copy content of this page