Only Gujarat

FEATURED Religion

ફેબ્રુઆરી આખો કેવો જશો? શેનું ધ્યાન રાખવું અને આ દિવસો છે તમારા માટે અશુભ

અમદાવાદઃ  જાન્યુઆરી મહિનો પૂરો થવાની તૈયારીમાં છે અને ફેબ્રુઆરી મહિનો શરૂ થઈ રહ્યો છે. વર્ષ 2020નો બીજો મહિનો એટલે કે ફેબ્રુઆરીમાં ગ્રહોની ચાલ કેવી હશે અને તેની અસર તમામ રાશિઓના જાતકો પર કેવી પડશે. ફેબ્રુઆરી મહિનામાં જાતકો માટે કયો દિવસ શુભ તથા કયો દિવસ અશુભ રહેશે. કયા રાશિના જાતકોના જીવનમાં ખુશી આવશે અને કોને મુશ્કેલી પડશે, કોને ધનલાભ થશે અને કોને નુકસાન થશે આ બધી બાબતોનું જ્યોતિષ વિશ્લેષણ કરે છે.

મેષઃ મહિનાની શરૂઆતમાં સફળતા મળવા છતાંય પણ તણાવ રહેશે. પરિવારનો માહોલ પણ સ્ટ્રેસફૂલ હશે. ખાસ કરીને માતા-પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વેપારની રીતે આ મહિનો ઉત્તમ છે. સ્પર્ધામાં સફળતા તથા નવદંપતિ માટે સંતાન પ્રાપ્તિના યોગ બને છે. મહિનાના અંતે પરિસ્થિતોઓ ઉત્તમ રહેશે. 17 તથા 18 ફેબ્રુઆરી અશુભ રહેશે.

વૃષભઃ આકસ્મિક ધન યોગ બની રહ્યો છે. અટકેલા રૂપિયા પરત આવશે. કોર્ટ-કચેરીમાં સફળતા મળશે. શત્રુઓનો પરાજય થશે. આ સમય દરમિયાન દેવું ના કરો. દાંપત્ય જીવનમાં કટુતા ના આવે તેનું ધ્યાન રાખો. શાસન સત્તાનું પૂર્ણ સુખ મળશે. ઉચ્ચઅધિકારીઓ સાથે સારા સંબંધ રાખવાથી સફળતા મળશે. 14 તથા 15 ફેબ્રુઆરી અશુભ રહેશે.

મિથુનઃ આ મહિનો સારી સફળતા લઈને આવ્યો છે. જે લોકો તમને નીચા પાડવાનો પ્રયાસ કરે છે, તે તમારી મદદ કરતા જોવા મળશે. વિદેશ યાત્રા તથા દેશ પ્રવાસનો આનંદ મળશે. અહીંયા સુધી કે વિદેશી નાગરિકતા માટે જો અરજી કરવા ઈચ્છો છો તો આ સમય અનુકૂળ છે. સ્વાસ્થ્યની રીતે સાવધ રહેવું પડે. 20 તથા 21 ફેબ્રુઆરી અશુભ રહેશે.

કર્કઃ આ મહિનો મિશ્ર ફળ આપશે. આ મહિનામાં કાર્યક્ષેત્રમાં ગુપ્ત શત્રુઓથી બચવું. કોઈ પણ પ્રકારના વિવાદમાં ના પડો. સાસરી પક્ષ સાથે સંબંધો ના બગાડો. લગ્નમાં અડચણ આવી શકે છે. જોકે, આ માત્ર થોડો સમય છે, તો ચિંતા ના કરવી. વેપારમાં પ્રગતિ થસે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, અગ્નિ તથા દવાઓના રિએક્શનથી બચો. 23 તથા 24 ફેબ્રુઆરી અશુભ રહેશે.



સિંહઃ
આ મહિનો તમારા માટે સફળતાઓ લઈને આવ્યો છે. કોઈ પણ પ્રકારની સમસ્યા રહેશ નહીં. તમારી એનર્જીનો પૂરેપૂરો ઉપયોગ કરો. રોજગારની દિશામાં પ્રયાસ કરશો તો મળશે. વિદ્યાર્થીઓ માટે આ મહિનો વરદાનરૂપ છે. નવદંપતિ માટે સંતાન પ્રાપ્તિના યોગ છે. જોકે, 12-13 ફેબ્રુઆરી અશુભ રહેશે.

કન્યાઃ તમારા સાહસ-પરાક્રમમાં વૃદ્ધિ થસે. એનર્જી મળશે, જેથી તમે મોટું કામ અથવા સરળતાથી નિર્ણય લઈ શકશો. ભાઈઓ સાથે મતભેદ ના થવા દો. મકાન તથા વાહનનો યોગ બને છે. સંતાન સંબંધી ચિંતા રહેશે. વિદ્યાર્થી વર્ગ પરીક્ષાને હળવાશ ના લે. 28-29 ફેબ્રુઆરી અશુભ રહેશે.

વૃશ્ચિકઃ મહિનાની શરૂઆત જ સારી રહેશે. એટલે આનો સંપૂર્ણ ફાયદો ઉઠાવો. લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થશે. આર્થિક રીતે મજબૂત બનશો. જમીન-સંપત્તિ સાથેના કામોનો ઉકેલ આવશે. કોઈ પણ મોંઘી વસ્તુઓ ખરીદશો. પરિવારની જવાબદારી પૂરી કરીને સમાજમાં માન-મોભો વધારશો. મહિનાના અંતે તણાવ વધી શકે છે. 5-6 ફેબ્રુઆરી અશુભ રહેશે.



ધનઃ
મહિનાની શરૂઆત મિશ્ર રહેશે. આર્થિક રીતે મજબૂત બનશો પરંતુ દાંપત્ય જીવનમાં કટુતા આવી શકે છે. જોકે, લગ્ન સંબંધિત જે પણ કામ હશે તે સાર્થક થશે. સંતાન સંબંધી ચિંતા રહેશે નહીં. નવ દંપતિ માટે સંતાન પ્રાપ્તિના યોગ છે. વેપારીવર્ગ માટે સમય સારો રહેશે અને નવા વેપારનું મુહૂર્ત કરી શકશો. 25-26 ફેબ્રુઆરી અશુભ રહેશે.

મકરઃ આ મહિનો તમારા માટે ઉત્તમ ફળ આપનારો છે પરંતુ શરૂઆતના દિવસો માનસિક તણાવ રહેશે. આર્થિક રીતે સારું રહેશે. અટકેલું ધન પરત આવશે. જમીન-સંપત્તિ સાથે જોડાયેલા કામોનો ઉકેલ આવશે. કોર્ટ-કચેરીના નિર્ણયો તમારા પક્ષમાં આવશે. પરિવારના વડીલો સાથે મતભેદ થવાની શક્યતા છે. ધર્મ-કર્મમાં ભાગ લેશો અને દાન-પુણ્ય કરશો. 10-11 ફેબ્રુઆરી શુભ રહેશે.

કુંભઃ આ મહિનો વધુ પડતી ભાગદોડ તથા વ્યયનો યોગ બને છે. તેથી દરેક નિર્ણય અથવા કાર્ય સાવધાની પૂર્વક કરો. ડાબી આંખ સંબંધિત બીમારીમાં ધ્યાન રાખો. લાભનો યોગ છે. આવક વધશે અને અટકાયેલું ધન પરત આવશે. સંતાન સંબંધિત ચિંતામાંથી મુક્તિ મળશે. પ્રેમસંબંધોમાં સફળતા તથા સંતાનપ્રાપ્તિના યોગ છે. 12-13 ફેબ્રુઆરી અશુભ રહેશે.



મીનઃ
ગ્રહ ગોચરમાં આવક વધશે. માતા-પિતાની તબિયતનું ધ્યાન રાખો. નોકરીમાં પ્રમોશન તથા સ્થાન પરિવર્તનનો યોગ છે. નવી નોકરી માટે અરજી કરવા ઈચ્છો છો તો આ સમયમાં લાભ ઉઠાવો. મહિનાના અંતમાં થોડો તણાવ રહેશે. 5-6 ફેબ્રુઆરી અશુભ રહેશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page