Only Gujarat

FEATURED National

મહિલા કોન્સ્ટેબલે લાખોપતિ યુવક સાથે કર્યાં લગ્ન, પ્રેમી સાથે બનાવી પતિની હત્યાની યોજના પરંતુ…

આઝમગઢઃ એક મહિલા કૉન્સ્ટેબલે ષડયંત્ર હેઠળ લગ્ન કરી 2 મહિનામાં જ પતિની હત્યાની યોજના બનાવી હતી. આ કામમાં તેની સાથે 4 વર્ષથી સંબંધ રાખતા ઈન્સપેક્ટર અને તેની સગી બહેન સામેલ હતા. તેના પતિને શંકા થઈ તો તેણે પત્નીના મોબાઈલમાં કોલ રેકોર્ડિંગ એપ નાખી સાંભળ્યું તો તેના પગ તળેથી જમીન સરકી ગયાનો અનુભવ થયો. 900 ઓડિયો રેકોર્ડિંગમાં તેની કરોડોની સંપત્તિ અને જમીન પડાવી લેવા ઉપરાંત હત્યાની યોજનાની વાતો સામેલ હતી.

યુપીના આઝમગઢમાં મહિલા પોલીસ દ્વારા પોતાના પતિની હત્યા કરાવી તેની કરોડોની સંપત્તિ હડપવાની યોજનાનો ચોંકાવનારો ખુલાસો ત્યારે થયો જ્યારે પોલીસે પ્રેમી ઈન્સપેક્ટર સહિત મહિલા પોલીસકર્મી પર હત્યાના ષડયંત્રના આરોપ હેઠળ સસ્પેન્ડ કરી દીધા. પીડિત પતિએ 900 ઓડિયો ક્લિપિંગ સાથે મહત્વપૂર્ણ પુરાવા પોલીસને સોંપ્યા. આ ઘટના બલિયા જીલ્લાના સંત કુમારની છે, જે હાલ અંડર ટ્રેનિંગ પોલીસ વિભાગમાં છે. તેના લગ્ન આઝમગઢમાં તૈનાત મહિલા પોલીસ કોન્સ્ટેબલ વિકાસ લતા સિંહ સાથે લૉકડાઉન સમયે મંદિરમાં થયા હતા.

લગ્નના કારણે પતિ સંત કુમાર ઘણો ખુશ હતો. ઘરમાં એકમાત્ર દીકરો, વૃદ્ધ માતા અને માનસિક રીતે બીમાર પિતા વચ્ચે દુલ્હનના આગમનના કારણે ખુશીનો માહોલ હતો. સંત કુમાર પાસે કરોડોની જમીન હતી, જ્યાં તે ખેતી કરી ખુશહાલ જીવન પસાર કરી રહ્યો હતો. તાજેતરમાં તેને પોલીસ વિભાગમાં કૉન્સ્ટેબલના પદ પર નોકરી મળી અને તે અંડર ટ્રેનિંગ પ્રોસેસિંગ છે. લગ્નના દોઢ મહિના બાદ આઝમગઢ જીલ્લામાં પોસ્ટિંગ દરમિયાન તે પત્ની પાસે જતો-આવતો રહેતો હતો.

પતિ-પત્ની આઝમગઢમાં ભાડાના મકાનમાં રહેતા હતા. આ દરમિયાન મોબાઈલ પર વાતો કરવા પત્ની એકાંતમાં સમય પસાર કરતી હતી. આ કારણે પતિ સંત કુમારને શંકા થઈ તો તેણે પત્નીની જાણ વગર મોબાઈલમાં કોલ રેકોર્ડિંગ એપ ડાઉનલોડ કરી દીધી. જે પછી તે પોતાના ઘરે બલિયા જતો રહ્યો. જ્યારે 10 દિવસ બાદ તે બલિયાથી પરત આવ્યો તો પત્નીના વ્યવહારમાં પરિવર્તન અને નખરા જોવા મળ્યા. સમય મળતા તેણે પોતાની પત્નીના મોબાઈલમાંથી તમામ વોઈસ કોલિંગ રેકોર્ડિંગ શેર ઈટ એપથી પોતાના મોબાઈલમાં ટ્રાન્સફર કરી લીધી અને રેકોર્ડિંગ સાંભળતા જ જોરદાર ઝાટકો લાગ્યો.

આ સંપૂર્ણ ઓડિયો ક્લિપિંગમાં પ્રેમી ઈન્સપેક્ટર રામસૂરત યાદવ સાથેની વાતો હતી, જે મિર્ઝાપુરમાં તહેનાત છે. તેમની વચ્ચે રોમેન્ટિક વાતોથી લઈ જન્મનારા બાળક અને તેને સંત કુમારની જમીનનો વારસદાર બનાવવાની વાતો સામેલ હતી. આ ઉપરાંત સંત કુમારની હત્યા કરવા માટે તેની પત્ની અને મહિલા કોન્સ્ટેબલે પ્રેમી પાસેથી રિવોલ્વર માગી હતી. આ સંપૂર્ણ ઘટનામાં વધુ એક ઓડિયો સામે આવ્યો, જેમાં મહિલા કોન્સ્ટેબલની સગી બહેને પહેલા સંત કુમારને દહેજ માટે ત્રાસ આપવાની વાત કરી ત્રાસ અપાશે અને પછી પોતાના કાકાના માણસો મોકલી હત્યા કરાવી ડેડ બોડી ઠેકાણે લગાવી દેવાની યોજના જણાવી હતી.

સંત કુમારની પત્ની એક ઓડિયો ક્લિપમાં કહી રહી હતી કે,‘હત્યા કરી દઈએ, જે થશે એ જોઈ લેશું.’ આ તમામ ઓડિયો સાંભળી પતિ સંત કુમારને આઘાત લાગ્યો અને પત્નીમાં આવેલા પરિવર્તનમાં વધુ એક વાત સામે આવી. આરોપી મહિલા કોન્સ્ટેબલ લખનૌમાં ખરીદેલી એક જમીન પર મોલ બનાવવા માટે પતિ પર પૈસાનું દબાણ કરી રહી હતી. મહિલા કોન્સ્ટેબલ ઈચ્છતી હતી કે લખનૌની જમીન પર મોલ બનાવવા ઘરની અમુક જમીન વેચી દેવામાં આવે. જોકે પતિએ જમીન વેચવાનો ઈન્કાર કરી દીધો હતો.

પૈસા આપવાનો ઈન્કાર કર્યા બાદથી જ મહિલા કોન્સ્ટેબલ પત્નીનો વ્યવહાર બદલાયેલો લાગી રહ્યો હતો. આ તમામ ઘટનાઓ અને પોતાના પાસે રહેલી ઓડિયો ક્લિપિંગના આધારે જ પતિએ સીધો જ આઝમગઢના એસપીનો સંપર્ક કર્યો અને તેમને પોતાની આપવીતી સંભળાવી. એસપી આઝમગઢે આ કેસને ગંભીરતાથી લઈ પહેલા જે-તે વિસ્તારના અધિકારીઓ પાસે ક્લિપિંગની તપાસ કરાવડાવી.

તપાસ દરમિયાન પુરાવા સાચા હોવાનું સામે આવતા જ મહિલા કોન્સ્ટેબલ, પ્રેમી ઈન્સપેક્ટર પર હત્યાની યોજના અને ષડયંત્ર રચી લગ્ન કરવાની ફરિયાદ દાખલ કરી. મહિલા કોન્સ્ટેબલને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે. આ કેસ સમગ્ર પોલીસ વિભાગમાં ચર્ચાનો વિષય બન્યો. લોકો પીઆરબીમાં તહેનાત મહિલા કોન્સ્ટેબલને પણ ક્રાઈમ સિરિયલના આરોપીની જેમ જોઈ રહ્યાં છે. ઈન્સ્પેક્ટર પ્રેમી જેના આરોપી મહિલા સાથે 4 વર્ષથી સંબંધ છે અને આરોપીની બહેન પણ આ કેસના આરોપી હોવાના કારણે ચર્ચામાં છે.

You cannot copy content of this page