Only Gujarat

Religion

સૂર્ય રોહિણી નક્ષત્રમાં આવવાથી થશે મોટા બદલાવ, 6 રાશિના લોકો માટે થશે ફાયદાના સોદા

અમદાવાદ: 25 મે સોમવારે સૂર્ય રોહિણી નક્ષત્રમાં આવી ગયો છે. જેનાથી હવામાનમાં બદલાવ થશે. સાથે-સાથે તેની અસર 12 રાશિઓ પર પણ પડશે. જ્યોતિષ અનુસાર, સૂર્યના પ્રભાવથી મેષ, મિથુન, તુલા, વૃશ્ચિક, ધન અને કુંભ રાશિના જાતકોના સ્વભાવમાં આક્રમકતા આવી શકે છે. કામકાજમાં અડચણો આવવાની શક્યતા છે. કામકાજમાં પણ આ રાશિઓના જાતકોએ સાચવવું. આ રીતે 6 જૂન સુધી 12 રાશિઓમાંથી 6 રાશિના જાતકો માટે સમય ઠીક નથી. આ સિવાય બાકીની 6 રાશિના જાતકો માટે સમય લાભદાયક રહેશે.
અહીં જુઓ કેવી અસર થશે 12 રાશિઓ પર

મેષ: સૂર્ય રોહિણી નક્ષત્રમાં જવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે છે. જૂની બીમારીઓ મટી શકે છે. સૂર્યના પ્રભાવથી સ્વભાવમાં આક્રમકતા વધી શકે છે. આર્થિક સ્થિતિમાં ઉતાર-ચઢાવ રહી શકે છે. લવ લાઇફ સામાન્ય રહેશે. વિવાદ અને તણાવ પણ વધશે. વાગવાની શક્યતા છે.

વૃષભ: સૂર્યના પ્રભાવથી મોટાં કામ થઈ શકે છે. સમય સારો રહેશે. સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે, માનસિક તણાવમાં ઘટાડો થઈ શકે છે. નવી યોજનાઓ બનશે. તેના પર કામ પણ થશે. પહેલાં કરેલાં કામોનો ફાયદો મળશે.

મિથુન: રોહિણી નક્ષત્રનો સૂર્ય તમારી મુશ્કેલીઓ વધારી શકે છે. દુશ્મનો હેરાન કરી શકે છે. તમે ગુસ્સામાં આવી ખોટા નિર્ણયો લઈ શકો છો. સમય શારીરિક મુશ્કેલીઓવાળો રહેશે. શરીરની ગરમીથી માથું અને આંખો સંબંધિત સમસ્યા થઈ શકે છે. માનસિક તણાવ વધી શકે છે.

કર્ક: સૂર્યનું તેના મિત્ર નક્ષત્રમાં હોવું ખૂબજ શુભ છે. સૂર્યના પ્રભાવથી વિચારેલાં કામ થઈ શકે છે. મોટા લોકોની મદદ મળી શકે છે. સ્વાસ્થ્ય માટે પણ સમય સારો રહેશે. પારીવારિક સુખ મળશે. લગ્નજીવન માટે સમય સારો છે. સંતાન સુખ પણ વધશે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે.

સિંહ: સૂર્ય તમારી જ રાશિનો સ્વામી છે. રાહિણી નક્ષત્રનો સૂર્ય બીમારીઓ સામે લડવાની તાકાત વધારશે. નવી યોજનાઓ બનાવશે. પ્રોપર્ટી સંબંધિત મોટાં કામમાં ફાયદો મળી શકે છે. નવાં કામોની શરૂઆત થઈ શકે છે. જૂનાં કામોનો પણ ફાયદો આ દિવસોમાં મળી શકે છે.

કન્યા: રોહિણી નક્ષત્રનો સૂર્ય તમારી યોજનાઓ પૂરી કરાવી શકે છે. નોકરી અને બિઝનેસમાં મોટાં કામ શરૂ થઈ શકે છે. કામકાજની અડચણો દૂર થઈ શકે છે. મહેનત વધશે. તેનો ફાયદો પણ મળશે. મોટા લોકોની મદદ મળી શકે છે. સ્વાસ્થ્યની બાબતમાં સમય સારો રહેશે. લવ લાઇફ અને લગ્નજીવનમાં સંબંધો વધારે મજબૂત બનશે.

તુલા: સૂર્યના કારણે સ્વભાવમાં આક્રમકતા આવી શકે છે. શરીરમાં ગરમી વધી શકે છે. સ્વાસ્થ્યની બાબતમાં સાવધાન રહેવું. અધિકારીઓ સાથે વિવાદની શક્યતા છે. કામકાજ બાબતે તણાવ રહેશે. આર્થિક સ્થિતિમાં ઉતાર-ચઢાવનો સમય છે. ખર્ચ પણ વધવાની શક્યતા છે.

વૃશ્ચિક: તમારા સુખમાં ઘટાડો આવી શકે છે. સ્વાસ્થ્યની બાબતમાં સાચવવું. આંખો અને માથાનો દુખાવો સતાવી શકે છે. લગ્નજીવનમાં સમય ઉતાર-ચઢાવવાળો રહેશે. ગુસ્સામાં સમજ્યા વગર બોલવાથી તમારાં કામ બગડી શકે છે. ખર્ચ વધવાની શક્યતા છે.

ધન: સ્વાસ્થ્યની બાબતમાં સાવધાન રહેવું. સમય વિવાદવાળો રહેશે. યાત્રાનો યોગ પણ બને છે. દૂર રહેતા લોકો સાથે વાતચીત કે મુલાકાતની શક્યતા છે. ખર્ચ વધી શકે છે. દુશ્મન હેરાન કરી શકે છે. ઘણી બાબતોમાં નસીબનો સાથ નહીં મળી શકે.

મકર: સમય સારો રહેશે. ધન લાભના યોગ બની રહ્યા છે. સંતાનના સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે. સંતાન સંબંધિત ચિંતાઓ દૂર થશે. રોકાણ માટે યોજનાઓ બની શકે છે. મહત્વપૂર્ણ પૈતૃક બાબતોમાં કોઇ મોટો નિર્ણય લેવાઇ શકે છે. પૈતૃક સંપત્તિથી ફાયદો થવાના યોગ છે.

કુંભ: માતાથી પ્રેમ વધશે. સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે છે. રોજિંદાં કામકાજ બાબતે તણાવ રહેશે. લગ્નજીવનના સુખમાં ઘટાડો આવી શકે છે. બિઝનેસમાં પાર્ટનર સાથે વિવાદ થઈ શકે છે. મહત્વનાં કામ પૂરાં કરવામાં કોઇ ભૂલ થઈ શકે છે. પૈતૃક સંપત્તિ બાબતે વિવાદ થઈ શકે છે.

મીન: સૂર્યના પ્રભાવથી તમારાં વિચારેલાં કામ પૂરાં થઈ શકે છે. નવાં કામોની યોજનાઓ બનશે. નોકરિયાત અને બિઝનેસ કરતા લોકો માટે સમય સારો રહેશે. નવા લોકો સાથે મુલાકાત અને વાતચીત થઈ શકે છે. પ્રોપર્ટી સંબંધિત મહત્વનાં કામ પૂરાં થવાના યોગ બની રહ્યા છે. લગ્નજીવનમાં સુખ વધશે.

 

 

 

 

 

You cannot copy content of this page