Only Gujarat

National

ટ્રૂકૉલરના ઉપયોગ કરતા લોકો માટે માઠા સમાચાર, તમારી બધી જ વિગતો…

મુંબઈ: જો તમે પણ ઓનલાઇન ડિરેક્ટરી ટ્રૂકૉલરનો ઉપયોગ કરતા હોય તો ચેતી જાઓ. એક સાઇબર ગુનેગારે દાવો કર્યો છે કે, તેમની પાસે 4.75 કરોડ ભારતીયોનો ડેટા રેકોર્ડ છે. એટલું જ નહીં, આ ગુનેગારે જણાવ્યું કે આ ડેટા તેમણે ટ્રૂ કૉલરથી મેળવ્યો છે. તેણે આ ડેટા 75,000 હજાર રૂપિયામાં વેચવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે.

ઑનલાઇન ઈન્ટેલિજન્સ કંપની સાઇબલના જણાવ્યા અનુસર, એક સાઇબર ગુનેગારે પોતાની પાસે 4.75 કરોડ ભારતીયોનો ડેટા હોવાનો દાવો કર્યો છે. સાઇબલે પોતાના બ્લૉગમાં લખ્યું, તેમના રિસર્ચે એક વેચાણકર્તાની ઓળખ કરી છે, જેની પાસે 4.75 કરોડ ભારતીયોનો ટ્રૂ કૉલર રેકોર્ડ છે. તેણે આને 1000 ડૉલર એટલે કે લગભગ 75000 રૂપિયામાં વેચવાનો પ્રસ્તાવ મૂક્યો છે. વેચાણકર્તાનો દાવો છે કે, આ ડેટા 2019 નો છે.

સાઇબલના જણાવ્યા અનુસાર, તેમની કંપનીને આ વાતનું બહુ આશ્ચર્ય છે કે, આ વેચાણકર્તા આટલા સસ્તામાં કેમ ડેટા વેચી રહ્યો છે. સાઇબલના જણાવ્યા અનુસાર, વેચાણકર્તાનો દાવો છે કે, તેની પાસે ફોન નંબર, મહિલા અને પુરૂષની માહિતી, મોબાઇલ, નેટવર્ક અને ફેસબુક આઈડીની માહિતી છે. સાઇબલ આ બાબતે તપાસ કરી રહ્યા છે.

કંપનીએ કહ્યું, આટલી મોટી સંખ્યામાં ભારતીયોનો ડેટા ભારતીય લોકોને પ્રભાવિત કરી શકે છે. આ બાબતે વધુ માહિતી મળ્યા બાદ બ્લૉગ આપવામાં આવશે. જોકે ટ્રૂકૉલરના પ્રવક્તાએ આ સમાચારનું ખંડન કરતાં જણાવ્યું છે કે, આવી કોઇપણ પ્રકારી ચોરી થઈ નથી. પ્રવક્તાએ કહ્યું, આ ડેટાબેઝ કંપનીનું નામ લઈને એ માટે વેચવામાં આવી રહ્યો છે, કારણકે લોકોને સાચો લાગે.

ટ્રૂકૉલરે કહ્યું, અમારી માહિતી સુરક્ષિત છે. અમે અમારા યૂઝર્સની ગોપનીયતા અને પ્રાઇવસીને ગંભીરતાથી લઈએ છીએ અને સતત સંદિગ્ધ ગતિવિધિઓ પર નજર રાખીએ છીએ.

You cannot copy content of this page