Only Gujarat

National

દેશના આ બ્રિજ પરથી એક જ વર્ષમાં 1000થી વધુ લોકોએ કૂદીને કરી લીધી છે આત્મહત્યા

યુપીમાં પ્રયાગરાજને નૈની સાથે જોડતા નવા યમુના બ્રિજને શહેરના લોકો શાપિત ગણી રહ્યાં છે. આ પૂલ છેલ્લા બે દાયકામાં સૂસાઇડ પોઇન્ટ બની ગયો છે. આ બ્રિજ પરથી અત્યારસુધીમાં જીવનથી હારી ગયેલા એક હજારથી વધુ લોકોએ નદીમાં છલાંગ લગાવી છે. પ્રયાગરાજનો આ પૂલ હવે સૂસાઇડ પૂલના નામથી ઓળખાઇ રહ્યો છે.

વર્ષ 2000માં તૈયાર થયેલો આ પૂલ પ્રયાગરાજના નૈનીને જોડે છે. આ પૂલ બનવાથી મિર્ઝાપુર અને મધ્યપ્રદેશ તરફ જતા લોકોને રસ્ત મળી ગયો. પરંતુ આ પૂલથી જીવનથી હારી ચૂકેલા અને નિરાશ લોકોને કૂદીને આત્મહત્યા કરનારા લોકોને એક જગ્યા મળી ગઇ. છેલ્લા 20 વર્ષમાં આ પૂલ પરથી કૂદીને જીવ આપનારાની સંખ્યા વધતી જઇ રહી છે.

સ્થિતિ એવી આવી ગઇ છે કે આત્મહત્યા કરનારા લોકોથી કંટાળીને હવે સિક્યોરિટી ગાર્ડ પણ લગાવવામાં આવ્યા છે. પરંતુ અહીંથી કૂદીને જીવ આપવાની ઘટના ચાલુ જ છે. વર્ષ 2000માં જે દિવસે પૂલ સામાન્ય માણસ માટે ખોલવામાં આવ્યો એ દિવસે જ પૂલ પર અકસ્માતમાં બે લોકોનાં મૃત્યુ થઇ ગયા.

આત્મહત્યાની ઘટના રોકવા માટે ઇલાહાબાદ હાઇકોર્ટમાં એક પીઆઇએલ દાખલ કરવામાં આવી હતી જેમાં પૂલની બંને બાજુ જાળી લગાવવાની માગ કરવામાં આવી. જો કે આ મામલે પૂલનું મેઇન્ટેન્સ કરતી કંપનની NHAIએ કોર્ટની સામે એવો તર્ક રજૂ કર્યો કે પૂલ પર જો વધુ વજન રાખવામાં આવ્યો તો પૂલને નુકશાન થઇ શકે છે. જેના કારણે જાન-માલનું નુકશાન થઇ શકે છે.

પ્રયાગરાજનો નવો યમુના પૂલ નૈની અને કીડગંજ થાના સીમામાં આવે છે. પૂલની ઉપરનો ભાગ કીડગંજમાં છે અને દક્ષિણ ભાગ નૈનીમાં છે. અહીં થતી દૂર્ઘટનામાં સીમા વિવાદ થાય છે. ઘણીવાર તો એ નક્કી કરવામાં અનેક મહિનાનો સમય લાગી જાય કે ક્યા પોલીસ સ્ટેશનની અંતર્ગત કેસ દાખલ થશે.

પોલીસ તરફથી મળેલી જાણકારી પ્રમાણે બંને થાનાને જોડી અત્યારસુધીમાં 1000થી વધુ લોકોએ આ પૂલ પરથી કૂદીને જીવ ગુમાવ્યો છે અને મોટી સંખ્યામાં લોકોને બચાવવામાં પણ આવ્યા છે.

પ્રયાગરાજના સોશિયલ વર્કર અને જૂના જાણકાર બાબા અવસ્થીનું કહેવું છે કે પ્રાચીનકાળમાં મોક્ષ પ્રાપ્તિ માટે આત્મહત્યાની માન્યતા જોવા મળી છે. એ સમયે સંગમ પાસે અક્ષય વટ થતો હતો એ અક્ષય વટથી કૂદીને લોકો પોતાનો જીવ આપતા હતા. આજકાલ આ અક્ષય વટ અકબરના બનાવવામાં આવેલા કિલ્લાની અંદર છે.

બાબ અવસ્થીનું કહેવું છે કે એવું પણ કહેવામાં આવે છે કે અકબરે ફરમાન જાહેર કરી વૃક્ષથી કૂદી જીવ આપવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. એવું પણ કહેવામાં આવે છે કે સંગમ કિનારે બનેલા પ્રયાગરાજનો આ કિલ્લો કુંવારો છે કારણ કે કિલ્લાએ ક્યારેય કોઇ યુદ્ધ જોયું નથી આથી આ કિલ્લો બલી માગે છે.

You cannot copy content of this page