Only Gujarat

FEATURED National

લગ્નના આગલાં જ દિવસે દુલ્હાના મોબાઈલ પર દુલ્હનનો આવ્યો ‘ગંદો’ વીડિયો પછી…..

દુલ્હા-દુલ્હન પોતાના સપનામાં ખોવાયેલા હતા. ઘરે લગ્નની તૈયારી ચાલી રહી હતી. એક દિવસ બાદ જ યુવક દુલ્હો બની દુલ્હનના ઘરે જવાનો હતો. પરિવારમાં લોકો પણ એકત્રિત થઇ ગયા હતા પરંતુ થનારા દુલ્હના વોટ્સએપ પર ન્યૂડ ફોટો અને વીડિયો આવ્યો જેના કારણે હડકંપ મચી ગયો. દુલ્હાએ લગ્નની મનાઇ કરી દીધી. તો દુલ્હનની મોટી બહેને પોતાના જ સંબંધી વિરુદ્ધ કેસ દાખલ કરવ્યો છે. પોલીસે મામલાની તપાસ હાથ ધરી છે.

વારાણસીના ગંગા પાર સ્થિત રામનગરના રામપુર વોર્ડની એક યુવતીના લગ્ન મઉના યુવક સાથે નક્કી થયા હતા. 28 જુને બંનેના લગ્ન થવાના હતા. લગ્નના એક દિવસ પહેલા રાતે દુલ્હાના મોબાઇલ ફોન પર કેટલાક ન્યૂડ ફોટો આવ્યા. દુલ્હાએ તસવીરોને જોઇ તો તે ચોંકી ગયા. તસવીરમાં બીજુ કોઇ નહીં પરંતુ તેની થનારી પત્ની હતી.

યુવકે તસવીર વિશે પહેલા તો પોતાના પરિવારજનો સાથે ચર્ચા કરી પછી યુવતીના પરિવારજનોને વાત કરી. બાદમાં દુલ્હાએ જાન લઇને આવવાની મનાઇ કરી લગ્ન કરવાની પણ મનાઇ કરી દીધી. દુલ્હાની વાત સાંભળતા જ યુવતીના પરિવારજનોમાં હડકંપ મચી ગયો અને ખુશીનો માહોલ માતમમાં છવાઇ ગયો.

યુવતીની મોટી બહેને આ માટે પોતાના જ એક સંબંધીને જવાબદાર ઠેરવી તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી. પોલીસે જણાવ્યું કે તેની એક બહેનના લગ્ન અહરૌરાના ગામમાં થયા છે.

બહેનને ત્યાં આવન-જાવન દરમિયાન સૌથી નાની બહેનની ઓળખાણ કાકાજી દેવન દિપક સાથે થઇ ગઇ. દિપક રામનગર સ્થિત તેમના ઘરે પણ આવવા જવા લાગ્યો. એક દિવસ દિપક તેની બહેનને ફરવા લઇ જવાના બહાને લઇ ગયો અને તેનો અશ્લીલ વીડિયો તથા તસવીરો લઇ લીધી.

દુલ્હનન બહેનના જણાવ્યા પ્રમાણે તસવીરો વિશે જાણ થતા જ દિપકના પરિવારજનો સાથે વાતચીત કરી તો તે ગાળા ગાળી કરવા લાગ્યા. પોલીસે દિપક વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરી લીધો છે.

રામનગર પ્રભારી નિરીક્ષક નરેશ કુમાર સિંહે જણાવ્યું કે દિપક પહેલાથી જ પરીણિત છે. તેણે આ તસવીરો કેમ દુલ્હા પક્ષને મોકલ્યા એ અંગે પુછપરછ કરવામાં આવશે. દિપકની ધરપકડ કરી તેની પુછપરછ કરવામાં આવશે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page