Only Gujarat

FEATURED International

આ છે દુનિયાનું સૌથી મોંઘું ગિટાર, આની કિંમતમાં તો તમે ખરીદી લો લક્ઝૂરિયસ બંગલો

લોસ એન્જલસઃ ઘર અને લક્સુરિયસ કારની કિંમત કરોડોમાં હોય છે પરંતુ જો આટલી જ કિંમત ગિટારની હોય તો આપ શું કહેશો. આજે આપને એવા જ ગિટાર વિશે જણાવી રહ્યાં છીએ, જેની કિંમત સાંભળીને આપ ચક્કર ખાઇ જશો. આ દુનિયાનું સૌથી મોંઘુ ગિટાર છે. તેની કિંમતમાં 2થી 3 હવાઇ જહાજ ખરીદી શકાય છે.

આ ગિટાર અમેરિકી સિંગર અને દુનિયાના ફેમ, ગિટારિસ્ટ કર્ટ કોબેનનું છે. 5 એપ્રિલ 19194માં કોબેનનું મોત થઇ ગયું. થોડા સમય પહેલાા જ તેમના ગિટારની હરાજી થઇ હતી. હરાજીમાં આ ગિટાર છ લાખ ડોલર એટલે કે, 45 કરોડ રૂપિયાથી પણ વધી કિંમતમાં વેચાયું.

માર્ટિન- ડી 18ર્ઇ અકૂસ્ટિક મોડલના આ ગિટારની હરાજીની શરૂઆત 10 લાખ ડોલર એટલે કે, સાત કરોડ 56 લાખ રૂપિયાથી થઇ હતી. હરાજી શરૂ થયા બાદ આખરે 45 કરોડ રૂપિયાએ રોકાઇ અને 45 કરોડમાં આ ગિટારને ઓસ્ટ્રેલિયાની રોડ્સ માઇક્રોફોન કંપનીના માલિક પીટરલફ્રીડમેને ખરીદ્યું છે. આ રીતે આ ગિટાર દુનિયાનો સૌથી મોંઘો ગિટાર બની ગયું.

મોતના પાંચ મહિના પહેલા 18 નવેમ્બર 1993માં કર્ટ કોબેને એમટીવીના લાઇવ પ્રોગ્રામમાં આ ગિટારથી જ પર્ફોમ કર્યું હતું. તેમના આ પ્રોગ્રામનો વીડિયો યુટ્યૂબ પર અવેલેબલ છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 30 કરોડ લોકો જોઇ ચૂક્યાં છે.

મીડિયા રિપોર્ટસ મુજબ કોબેને માર્ટિન ડી 18ર્ઇ અકૂસ્ટિક મોડલના આ ગિટારને માત્ર પાંચ ડોલરમાં ખરીદ્યું હતું. વર્લ્ડમાં આ મોડલના માત્ર 302 ગિટાર જ ઉપલબ્ધ છે. કોબેને ગિટાર ખરીદ્યાં બાદ તેમાં થોડા ઘણા ફેરફાર પણ કરાવ્યાં હતા. કારણે કે તેઓ ડાબા હાથ વગાડતા હતા. આ ફેરફારના કારણે જ આ ગિટાર ખાસ બની ગયું હતું.

You cannot copy content of this page