Only Gujarat

FEATURED International

નંબર પ્લેટના આવા શોખીનો નહીં જોયા હોય ક્યારેય…લકી નંબર માટે ખર્ચ કર્યાં 67 કરોડ રૂપિયા

કારના શોખીનોની કહાણીઓ તો આપે બહુ સાંભળી હશે પરંતુ શું આપે નંબર પ્લેટના શોખીનોને જોયા છે? આજે અમે આપને આવા જ કે વ્હીકલના નંબરના દિવાનાની વાત કરી રહ્યાં છીએ. દુબાઇમાં રહેતા મૂળ ભારતીય એવા બલવિંદર સિંહ પણ વ્હીકલના નંબરના કંઇક આવા જ દિવાના છે. તેમણે ગમતા ગાડીના નંબર મેળવવા માટે 67 કરોડ ખર્ચ્યાં. જોકે, બલવિંદર હાલ રોયલ નંબર પ્લેટસની સાથે અન્ય એક મુ્દ્દાના કારણે પણ ચર્ચાંમાં છે. તેમની રોલ્સ રોયલનું ખોટી જગ્યાએ પાર્કિંગ થતાં પોલીસે તેમને દંડ ફટકાર્યો છે.


67 કરોડ રૂપિયામાં ખરીદ્યો નંબરઃ બલવિંદર સાહનીએ ‘D5’ રજિસ્ટ્રેશન નંબર માટે 33 મિલિયન દિરહમ ખર્ચી નાખ્યાં. આ રકમની ભારતીય કરન્સી મુજબ ગણતરી કરીએ તો 67 કરોડ રૂપિયાથી પણ વધુ રકમ થાય છે.

દુબઇનો અબુ સબાહઃ બલવિંદર સાહની દુબઇનો ખૂબ જ લોકપ્રિય ઉદ્યોગપતિ છે. બલવિંદરને દુબઇમાં અબુ સબાહના નામથી પણ લોકો ઓળખે છે. તેમને નંબરની કારનો પણ એટલો જ ક્રેઝ છે.

‘9’ નંબર લકી છેઃ બલવિંદર સાહની ‘9’ નંબરને લકી માને છે. આ કારણથી તેમણે 09 રજિસ્ટ્રેશન નંબર માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો સાહનીને ગાડી માટે કેટલાક સ્પેશિયલ નંબર લેવાનો ભારે શોખ છે. તેમણે 05 નંબર મેળવવા માટે 67 કરોડનો ખર્ચ કર્યો.

નોન પાર્કિંગ ઝોન માટે ફટકાર્યો દંડઃ સાહનીએ જે રોલ્સ રોયલ ગાડીના રજીસ્ટ્રેશન નંબર માટે 67 કરોડ રૂપિયા ખર્ચ્યાં હતા. એ જ ગાડી નોન પાર્કિંગ ઝોનમાં પાર્ક કરવાથી પોલીસે મેમો પકડાવ્યો. દુબઇ પોલીસે બ્લેક પોઇન્ટમાં પાર્કિગ માટે 1,000 દિરહમનો દંડ ફટકાર્યો. પોલીસનું કહેવું છે, કે ગાડી નોન પાર્કિગ ઝોનમાં પાર્ક કરાઇ હતી.

You cannot copy content of this page