Only Gujarat

National

ભારે હૃદયે પિતાએ શહીદ દીકરાની અર્થીને કાંધ આપી, આ ઘડીએ બધાને રડાવી દીધા

દરેક માના મનની એટલી પ્રાર્થના હોય છે કે, તેમની જિંદગીમાં ક્યારેય એવો દિવસ ન આવે કે તેમને સંતાનની અર્થી જોવી પડે, તેમને અંતિમ વિદાય. આપવી પડે. જ્યારે હિમાચલના શિરમૌર જિલ્લામાં શહીદની અર્થી ઘરે પહોંચી તો તેમની મા આ જોઇને બેબાકળી બની ગઇ. જમ્મુ કાશ્મીરમાં એક રોડ અકસ્માતમાં જવાન સુરેશ કુમાર શહીદ થઇ ગચો. પાર્થિવ દેહ ઘરે પહોંચતા જ તાબૂતને વળગીને મા આક્રંદ કરવા લાગી. રડતાં-રડતાં બોલી ‘કોઇ તો મારા લાલને જગાડો મારે તેમની સાથે વાત કરવી છે’

ગુરૂવારે સવારે જવાન શહીદ સુરેશ કુમારના અંતિમ સંસ્કાર તેમના પૈતૃક ગામ કત્યાડમાં કરવામાં આવ્યાં. 75 વર્ષના મજબુર લાચાર પિતા જોગિંદર સિંહે દીકરાની અર્થીને કાંધ આપી. પિતા રડતા ગયા અને જાતે જ આંસુ લૂછતાં ભારે હૃદયે દીકરાની અર્થીને સ્મશાન ઘાટ સુધી પહોંચાડી. જો કે પિતાને એ વાત ગર્વ પણ છે કે, દીકરો દેશના કામ આવ્યો.

સેનાના વાહનનો અક્સ્માત થતાં આ દુર્ઘટનામાં હવાલદાર સુરેશ કુમારનું નિધન થઇ ગયું હતું. બુધવાર સવારે ઉધમપુરના સેના કાર્યલયમાં શહીદને તેમના યુનિટ તરફથી શ્રદ્ધાંજલિ અપાઇ હતી. ત્યાર બાદ તેના પૈત્તૃક ગામ તેમના પાર્થિવ દેહને રવાના કરાયું હતો.

શહીદની માતાએ જ્યારે તેમના દીકરાને તાબુતમાં તિરંગામાં લપેટાયેલો જોયો તો આક્રંદ કરવા લાગી. દીકરાની અંતિમ યાત્રા સુધી તેની આંખમાંથી સતત આંસુની ધાર વહી રહી હતી. માને એ સમજાતું ન હતું કે, અચાનક આ બધું શું થઇ ગયું.

ગામના લોકોએ શહીદ સુરેશને યાદ કરતા જણાવ્યું કે, ‘બાળપણથી જ સુરેશમાં દેશની સેવા કરવાની લલક હતી. તે હંમેશા કહેતો હતો કે, ‘નોકરી કરીશ તો સેનાની જ કરીશ નહિ તો ઘરનું કોઇ જ કામ નહીં કરું’ સુરેશની શહાદત પર તેમના બંને ભાઇઓ સંજીવ અને બાબુરામ પણ ગર્વ મહેસૂસ કરી રહ્યાં છે. આ દુ:ખદ પળમાં તેમના દીકરા કિશોરે પિતાને મુખાગ્નિ આપી.

શહીદ સુરેશના સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં. આ પ્રસંગે રાજનીતિજ્ઞ પ્રશાસનિક અધિકારી સહિત સૈનિક વેલફેયર બોર્ડના ઉપનિર્દેશક મેજર દીપક ધ્વનિ પણ ઉપસ્થિત રહ્યાં હતા. બહાદૂર પિતાના તાબૂત પર તેમની તસવીર રાખીને ગર્વથી ઉભો હતો તેમનો પુત્ર, જાણે એ કહી રહ્યો હોય કે, મને મારા પિતા પર ગર્વ છે. તે દેશની રક્ષા કરતા શહીદ થયા છે.

 

You cannot copy content of this page