Only Gujarat

Religion

આજે હનુમાનજીની કૃપા કોને ફળશે અને કોને મંત્ર જાપ કરી મનાવવા પડશે? વાંચો રાશિફળ

રાશિફળ: 03-11-2020: આજે હનુમાનજીની કૃપા કોને ફળશે તો કોને તેમને મંત્ર જાપ કરી માનવવા પડશે! જુઓ તમારું રાશિફળ..

મેષઃ આજે આપના ધરેલા અધૂરા કર્યો પુરા થતા જણાય તેમજ આત્મવિશ્વાસ વધે એવા પ્રસંગ આવતો જણાય, પોતાની વાતની વાત રજુ કરવામાં ઉતાવળના કરાવી હિતાવહ સાથે નવા કાર્યનો શુભારંભ સંભવ બને.

  • કાર્યક્ષેત્ર: નવા કરાર સંભવ બને તેમજ લાભદાયક પગલા લેવાય.
  • પરિવાર: સામાજિક પ્રશ્નોને આપની કુશળતાથી દુર કરશો અને પારિવારિક સુખ સારું.
  • નાણાકીય: આવકના સ્ત્રોત વધે, જૂના રોકાણથી ફાયદો જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે વધારે મહેનતની જરૂર જણાય.
  • સ્વાસ્થ્ય: સામાન્ય શારીરિક થાક અનુભવાય.
  • આજનો મંત્ર: ॐ महावीराय नमः

વૃષભઃ આજે આર્થિક સમસ્યા હલ થતી જણાય, ગેરસમજ મનદુઃખ ટાળવા હિતાવહ, જમીન સાથે સંકળાયેલા વ્યક્તિઓ ને વિશેષ તક જણાય, માતૃપક્ષથી સંબંધિત વ્યક્તિઓથી સહયોગ પ્રાપ્ત થવાની સંભાવના તેમજ નવા સંબંધો રચાય.

  • કાર્યક્ષેત્ર: પ્રગતિકારક તકનું નિર્માણ સંભવ અને અણધારી તક આવતી જણાય.
  • પરિવાર: સામાજિક કાર્યોમાં બરકત જણાય તેમજ વડીલથી મળેલ મદદ ફાયદાકારક પુરવાર થાય.
  • નાણાકીય: સ્વજનથી નાણાંનો સહકાર મળી રહે, નાણાંની લેવડ-દેવડ વિચારીને કરવી.
  • વિદ્યાર્થી વર્ગ: લક્ષાંક મેળવવા વધુ મહેનત કરવી પડે.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યમાં સામાન્ય ફેરફાર જણાય.
  • આજનો મંત્ર: ॐ मारुतात्मजाय नमः

 

મિથુનઃ આજે સામાજિક પ્રશ્નોને આપની કુશળતાથી દુર કરશો, વિલંબમાં પડેલા કાર્ય આગળ વધી શકે, આર્થિક રોકાણમાં સાચવવું, અંગત વિવાદથી અંતર જાળવવું હિતાવહ તેમજ કાર્યક્ષેત્રનો પ્રવાસ મહત્વપૂર્ણ રહેશે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં ઉતાર-ચઢાવ સંભવ અને હિતશત્રુઓ પર વિજય મળે.
  • પરિવાર:  જૂના વિવાદ સમાપ્ત થતા જણાય તેમજ પારિવારિક સમરસતા જળવાઈ રહેશે.
  • નાણાકીય: નાણાકીય જવાબદારીઓ વધતી જણાય અને આર્થિક પ્રશ્નો દૂર થતા જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થીને સફળતા પ્રાપ્ત કરવા વધારે મહેનત કરાવી પડે.
  • સ્વાસ્થ્ય: માનસિક ચિંતાઓ દૂર થતી જણાય.
  • આજનો મંત્ર: ॐ तत्वज्ञानप्रदाय नमः

કર્કઃ આજે અટકાયેલા કાર્યો પૂર્ણ થતા જણાય અને આવક કરતા જાવક ન વધે તેનું ધ્યાન રાખવું, વાહન-મકાન અંગેના પ્રશ્નોનું નિરાકરણ સંભવ, મધ્યાહન બાદ સામાજિક વ્યસ્તતા વધારે જણાય, પ્રગતિકારક તકનું નિર્માણ સંભવ બને.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં આશાઓ ફળતી જણાય અને કળ થી કામ લેવું.
  • પરિવાર: પારિવારિક વાતાવરણ ઉલ્લાસમય રહેશે અને સામાજિક સંબંધમાં મીઠાશ વધે.
  • નાણાકીય: આર્થિક રોકાણમાં વડીલવર્ગની સલાહ મહત્વપૂર્ણ બની રહે અને જમીનમાં રોકાણ લાભદાયી રહેશે.
  • વિદ્યાર્થી વર્ગ: વિધ્યાભ્યાસુઓ ને મનોવાંછિત પરિણામ ની પ્રાપ્તિ સંભવ.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાવધ રહેવું હિતાવહ.
  • આજનો મંત્ર: अशोकवनकाच्छेत्रे नमः

સિંહઃ આજે યાત્રા – પ્રવાસનું આયોજન થાય, મનનાં મનોરથો ફળતા જણાય, આર્થિક મોકળાસ દુર થતી જણાય, પારિવારિક ખર્ચનું પ્રમાણ વિશેષ જોવા મળે, પ્રયત્નોનું  મધુર પરિણામ જણાય, મધ્યાહન બાદ અપૂરતા કાર્ય પૂર્ણ થતા જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં મહેનતનું પૂરું ફળ જોવા મળે તથા કાર્યક્ષેત્રમાં સાનુકૂળતા બની રહેશે.
  • પરિવાર: પરિવારમાં આનંદમય વાતાવરણ જળવાઈ રહે, સામાજિક માન સમ્માન વધે.
  • નાણાકીય: નાણાકીય વ્યવહાર સાચવીને કરવો, આકસ્મિક ધન-લાભ સંભવ.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે નવા પડાવ સર થાય.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યમાં સામાન્ય બદલાવની અનુભૂતિ સંભવ.
  • આજનો મંત્ર: ॐ कपीश्वराय नमः

કન્યાઃ આજે નકામી વસ્તુમાં સમય પસાર ન કરવો સાથે જ નાણાકીય મૂંઝવણોનો માર્ગ જણાય, અમુક વાતો માં આંખ આડા કાન કરવા હિતાવહ જણાય, વ્યવહારિક સફળતા મળતી જણાય, રાજકીય ક્ષેત્રે આક્ષેપોનો સામનો કરવો પડતો જણાય.

  • કાર્યક્ષેત્ર: ઉતાવળા નિર્ણય અને વાયદામાં સાવધ રહેવુ સાથે નવી તક નું નિર્માણ સંભવ બને.
  • પરિવાર: લુપ્ત થયેલા સંબંધો ફરીથી તાજા થાય, કૌટુંબિક મતભેદનો અંત જણાય.
  • નાણાકીય: કોઈ આર્થિક સમસ્યાનો હલ જોવા મળે તેમજ નાણાકીય વ્યવહાર સાચવીને કરવો.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસમાં સાચવવું હિતાવહ.
  • સ્વાસ્થ્ય: બદલાતા હવામાનને લગતી બીમારી પરેશાન કરી શકે છે.
  • આજનો મંત્ર: ॐ सर्वरोगहराय नमः

તુલાઃ આજે વેપારમાં લાભ સંભવ, વિચાર પૂર્વક કાર્ય કરવું, સામાજિક કાર્યથી બહાર જવાનુ થાય, કેટલીક અનિવાર્ય પરિસ્થિતિ આપને બેચેન કરી શકે છે, સર્જનાત્મક વિષયો સાથે જોયાયેલા વ્યક્તિને વિશેષ લાભ જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં નવા રોકાણ સંભવ બને સાથે ગેરસમજ મનદુઃખ ટાળવા.
  • પરિવાર: , શુભ પ્રસંગ આવવાની શક્યતા, અંગત સંબંધોમાં સામાન્ય કડવાસ અનુભવાય.
  • નાણાકીય: આવક-જાવકનું પલ્લુ સંતુલનમાં રહે, નવી યોજનાનું આયોજન સંભવ.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસમાં સફળતા જણાય.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાચવવું.
  • આજનો મંત્ર: ॐ महाकायाय नमः

વૃશ્રિકઃ  આજે સંપત્તિનાં પ્રશ્નોનું નિરાકરણ આવતુ જણાય, કાર્યફળ ધર્યા કરતા ઓછુ મળતું જણાય, આર્થિક માર્ગોમાં કઠિન સમય હળવો બનતો જણાય, દાંપત્યજીવનમાં શાંતિ જળવાઈ રહેશે, ધીરજના ફળ મીઠાએ ધ્યાનમાં રાખીને આગળ વધવું.

  • કાર્યક્ષેત્ર: સામાજિક – વ્યવસાયિક કામગીરી અંગે સાનુકૂળતા જણાય, વિસરાયેલા સંબંધો ફરીથી તાજા થતા જણાય.
  • પરિવાર: સામાજિક સંબંધમાં મીઠાશ વધતી જણાય અને સામાજિક કાર્યોમાં વ્યસ્તતા જણાય.
  • નાણાકીય: આર્થિક ક્ષેત્રમાં મનોવાંછિત પરિણામ જણાય, આર્થિક પરિસ્થિતિ વિકટ બનતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: નકારાત્મક વિચારોથી દુર રહેવું.
  • સ્વાસ્થ્ય: બદલાતા હવામાનને લગતી બીમારી પરેશાન કરી શકે છે.
  • આજનો મંત્ર: ॐ प्रभवे नमः

ધનઃ આજે કાર્યક્ષેત્રના પ્રવાસનું મધુર ફળ ચાખવા મળે, ચિંતાનાં વાદળો હટતા જણાય, અણધાર્યા સમાચારથી ખુશીની ક્ષણો આવતી જણાય, વિલંબ બાદ ધાર્યુ કામ પાર પડતું જણાય, તમારા કરેલા પ્રયત્નોનું ફળ મળતુ જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ તરફથી સાથ સહકાર મળી રહેશે, કાર્યક્ષેત્રમાં વ્યસ્તતા વધારે જણાય.
  • પરિવાર: કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ તરફથી સાથ સહકાર મળી રહેશે, કાર્યક્ષેત્રમાં વ્યસ્તતા વધારે જણાય.
  • નાણાકીય: નાણાકીય વ્યવહાર સાચવીને કરવો તેમજ નાણાકીય પ્રશ્નો હલ થતા જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: પ્રશ્નોને આપની કુશાગ્રતાથી ઉકેલવા પડે.
  • સ્વાસ્થ્ય: તબિયતની કાળજી લેવી હિતાવહ.
  • આજનો મંત્ર:  ॐ काराग्रह विमोक्त्रे नमः

મકરઃ આજે નકારાત્કમ લાગણીને મનમાં પ્રવેશવા ના દેવી, પોતાની યોજનાઓ ને ગુપ્ત રાખવી, આજે વડીલથી મળેલ મદદ ફાયદાકારક પુરવાર થાય, કેટલીક અનિવાર્ય પરિસ્થિતિ આપને બેચેન કરી શકે છે,  ખોટા વાદ-વિવાદથી બચવુ હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં જરૂરથી વધારે વ્યસ્તતા જણાય, કાર્યક્ષેત્રે લાભની સંભાવના.
  • પરિવાર: પારિવારિક માંગલિક કાર્ય વધે, કૌટુંબિક મતભેદ દૂર થતા જણાય.
  • નાણાકીય: સંપત્તિનાં પ્રશ્નોનું હકારાત્મક પરિણામ જોવા મળે, રોકાણ કરવામાં સાચવવું.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે નવા પડાવ સર થાય.
  • સ્વાસ્થ્ય: તબિયતની કાળજી લેવી હિતાવહ.
  • આજનો મંત્ર: ॐ प्राज्ञाय नमः

કુંભઃ આજે નાણાકીય સાહસમાં પત્નીની સલાહ અવશ્ય લેવી, મનમાં ઘડેલી યોજનાઓને અમલમાં મૂકી શકાશે, કાર્યક્ષેત્રના પ્રવાસનું મધુર ફળ ચાખવા મળે,સામાજિક સંબંધો માં ઊંધા પાટા ન બાંધાય તેની કાળજી રાખવી.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં નવો પ્રોજેક્ટ મળી શકે છે, કાર્યક્ષેત્રમાં દિવસ સામાન્ય રહે.
  • પરિવાર: વ્યક્તિગત સંબંધો મધુર ફળ આપશે, પ્રિય વ્યક્તિની સાથે મુલાકાત સંભવ.
  • નાણાકીય: સ્વજનથી નાણાંનો સહકાર મળી રહે, આવકના સ્ત્રોત વધે.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસમાં સામાન્ય અળચન જણાય.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સચેત રહેવું.
  • આજનો મંત્ર: ॐ रामदूताय नमः

મીનઃ આજે કાર્યક્ષેત્રમાં પોતાનો હક માંગવામાં સંકોચ ના કરવો, જૂના વિવાદ સમાપ્ત થતા જણાય, સામાજિક પ્રશ્નોનું નિરાકરણ જણાય, વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરવો, આર્થિક સમસ્યાનો હલ જોવા મળે, સત્કાર્યમાં દિવસ પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં હરિફ વર્ગથી સાવધાન રહેવું, પોતાની ક્ષમતા પર શંકા ના કરવી.
  • પરિવાર: સ્વજનથી મિલન સંભવ પરંતુ ગૃહજીવનની બાબતો વધુ ગુંચવાતી જણાય.
  • નાણાકીય: આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે, જૂના રોકાણથી ફાયદો જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: તમારા કરેલા પ્રયત્નોનું મધુર ફળ મળતુ જણાય.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યમાં સામાન્ય ફેરફાર સંભવ.
  • આજનો મંત્ર:   ॐ प्रतापवते नमः
You cannot copy content of this page