નવરાત્રીના બીજા દિવસે ‘માં બ્રહ્મચારિણી’કોની કરશે મનોકામના પૂર્ણ તો કોને મંત્રથી કરવા પડશે રાજી, વાંચો રાશિફળ

રાશિફળ: 18-10-2020:  નવરાત્રીના બિજા દિવસે “માં બ્રહ્મચારિણી” કોની કરશે મનોકામના પૂર્ણ તો કોને મંત્રથી રાજી કરવા પડશે! જુઓ આપનું રાશિફળ..

નવરાત્રિના બીજા દિવસે નવદુર્ગાના બીજા સ્વરૂપ એવા “માં બ્રહ્મચારિણી” નું પૂજન-અર્ચન થાય છે, બ્રહ્મ શબ્દનો અર્થ તપ છે અને ચારણી એટલે આચરણ કરનારા જેમને તપનું આચરણ કર્યું છે એવા બ્રહ્મચારિણી. બ્રહ્મચારિણી દેવી નું સ્વરૂપ પૂર્ણ જ્યોતિર્મય અને અત્યંત ભવ્ય છે કે જેમના હાથમાં જપમાળા ડાબા હાથમાં કમંડળ રહે છે અને જેમની કૃપા થી મનુષ્ય ને સંયમ, તપ, વૈરાગ્ય અને વિજય ની પ્રાપ્તિ થાય છે. આજે નવરાત્રીના બીજા દિવસે માં  “માં બ્રહ્મચારિણી”  પૂજન કરવું સાથે જ નીચેના મંત્ર નો જાપ કરવો. 

 મેષઃ નવરાત્રીના બીજા દિવસે આપના પારિવારિક સાથ – સહકારથી નવા નિર્ણયો લઈ શકાય, અશાંતિના વાદળો વિખરતા જણાય, દિવસે આર્થિક મર્યાદાઓ હતાશાને વેગ આપશે, કાર્યક્ષેત્રમાં ઓછી મહેનતે ધર્યા પરિણામની પ્રાપ્તિ સંભવ થાય.

 • કાર્યક્ષેત્ર: ધરેલા પરિણામ મેળવવા વધુ રાહ જોવી પડે
 • પરિવાર: સામાજિક કાર્યો પાર પડતા જણાય અને પારિવારિક સમસ્યાનું નિરાકરણ જણાય.
 • નાણાકીય: આર્થિક રોકાણમાં વડીલવર્ગની સલાહ મહત્વપૂર્ણ બની રહે,
 • વિદ્યાર્થી વર્ગ: આપના મહેનતનું ફળ ચાખવા મળશે.
 • સ્વાસ્થ્ય: ખાન-પાનમાં વિશેષ ધ્યાન રાખવુ.
 • આજનો મંત્ર: ॐ ब्रह्मचारिण्यै नमः

 વૃષભઃ આજે યાત્રા-પ્રવાસ ન કરવો હિતાવહ સાથે જ વિચારો ઉપર અંકુશ રાખવો અને સાંજના સમયમાં સાનુકુળતા જણાય, આવકના નવા દ્વાર ખુલતા જણાય, કાર્યક્ષેત્રમાં ઉતાવળયો નિર્ણય નહિ લેવા હિતાવહ તેમજ ધારેલી સફળતા જણાય.

 • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં મહેનતનું પૂરું ફળ જોવા મળે તથા અટકાયેલા કાર્ય પૂર્ણ થતા જણાય.
 • પરિવાર: સામાજિક માન સમ્માન વધે અને મોસાળ પક્ષથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ.
 • નાણાકીય: વારસાગત મિલકતના પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જણાય, જમીનમાં રોકાણ લાભદાયી રહેશે.
 • વિદ્યાર્થી વર્ગ: આજે કઈક નવું શીખવાનું મળશે.
 • સ્વાસ્થ્ય: આરોગ્ય નરમ-ગરમ જણાય.
 • આજનો મંત્ર: ॐ ब्रह्मचारिण्यै नमः

 મિથુનઃ આજે ખર્ચ વધવાના પરિણામે નાણાંકીય ભીડ જણાય, મનમાં અસંતોષની ભાવના જણાય, કોઈ મહત્વનો નિર્ણય લેતા પહેલા અનુભવીની સલાહ હિતાવહ રહેશે, દિનચર્યામાં થોડો બદલાવ કરવાનું મન થાય.

 • કાર્યક્ષેત્ર: મધ્યાહ્ન બાદ કાર્યક્ષેત્ર માં નવો વળાંક આવી શકે તેમજ ધાર્યું ફળ મળવામાં વિલંબ જણાય.
 • પરિવાર:  લુપ્ત થયેલા સંબંધો તાજા થતા જણાય અને સામાજિક સંબંધમાં મીઠાશ વધે.
 • નાણાકીય: આર્થિક રોકાણમાં વડીલવર્ગની સલાહ મહત્વપૂર્ણ બની રહે અને નાણાંની લેવડ-દેવડ વિચારીને કરવી.
 • વિદ્યાર્થી વર્ગ: આજે પ્રગતિકારક તક મળતી જણાય.
 • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાચવવું.
 • આજનો મંત્ર: ॐ ब्रह्मचारिण्यै नमः

 કર્કઃ આજે આવક જાવકનું પલ્લું જળવાઈ રહે, કાર્યક્ષેત્રમાં આપના પ્રશ્નોનું નિરાકરણ આવતુ જણાય, સામાજિક-વ્યવસાયિક કામગીરીમાં સાનુકુળતા જણાય, સ્નેહીજનોની મદદથી માંગલિક કાર્ય આગળ વધે, નોકરી ધંધામાં દિવસ આનંદમય પસાર થાય.

 • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પોતાની યોજનાઓ ને ગુપ્ત રાખવી તેમજ કાર્યક્ષેત્રમાં સાનુકૂળતા બની રહેશે.
 • પરિવાર: પરિવારમાં આનંદમય વાતાવરણ જળવાઈ રહે અને પારિવારિક શાંતિ જળવાઈ રહેશે.
 • નાણાકીય: આર્થિકક્ષેત્રે સાનુકુળ તક મળે અને સ્થાવર મિલકતનાં પ્રશ્નોનું નિરાકરણ જણાય.
 • વિદ્યાર્થી વર્ગ: આપના પ્રયાસનું શુભફળ ચાખવા મળે.
 • સ્વાસ્થ્ય: આરોગ્ય માં બદલાવ અનુભવાય.
 • આજનો મંત્ર: ॐ ब्रह्मचारिण्यै नमः

સિંહઃ આજે આપની મહેનતનું પૂરું ફળ જોવા મળે, પડતર સમસ્યાનો ઉકેલ જણાય, દિવસભર વ્યસ્તતાનું પ્રમાણ વધુ જણાય, આપે બાંધેલી પાળથી મુશ્કેલી દુર થતી જણાય, જોખમ ઉઠાવવામાં સંકોચ ના કરવો, સામાજિક જવાબદારીમાં વધારો જણાય.

 • કાર્યક્ષેત્ર: વ્યવસાયનાં પ્રશ્નોનાં ગૂંચવાડા દૂર થતા જણાય, હિતશત્રુઓ પર વિજય મળે.
 • પરિવાર: જૂના વિવાદ સમાપ્ત થતા જણાય, પારિવારિક સમય ઉત્તમ જણાય.
 • નાણાકીય: આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે, નાણાંની લેવડ-દેવડ વિચારીને કરવી.
 • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસમાં નવા પડાવ સર થાય.
 • સ્વાસ્થ્ય: જુના રોગનું નિવારણ જણાય.
 • આજનો મંત્ર: ॐ ब्रह्मचारिण्यै नमः

કન્યાઃ આજે આપની નાની ભૂલ તમને નુકસાન કરાવી શકે છે સાથે જ એકાએક આવી પાડેલો પ્રશ્ન આપની બેચેનીમાં વધારો કરશે, અંગત પ્રશ્નોથી ચિંતિત રહેશો, કૌટુંબિક પ્રવાસનું આયોજન શક્ય બનશે, આર્થિક મુંઝવણ દૂર થતી જણાય.

 • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં લાભદાયક પગલા લેવાય તેમજ પ્રગતિકારક તકનું નિર્માણ સંભવ.
 • પરિવાર: કૌટુંબિક જરૂરિયાતોની અવગણના ન કરવી, પારિવારિક સુખ સારું.
 • નાણાકીય: મિલકત અંગેના પ્રશ્નો ધેરાતા જણાય, આવકના સ્ત્રોત વધે.
 • વિદ્યાર્થી વર્ગ: વિધ્યાભ્યાસુઓ ને મનોવાંછિત પરિણામ ની પ્રાપ્તિ સંભવ.
 • સ્વાસ્થ્ય: બદલાતા હવામાનને લગતી બીમારી પરેશાન કરી શકે છે.
 • આજનો મંત્ર: ॐ ब्रह्मचारिण्यै नमः

તુલાઃ આજે નાણાકીય મોકળાસ દુર થતી જણાય તેમજ વેપારના પ્રશ્નોનું નિરાકરણ જણાય, વિલંબમાં પડેલા કાર્ય આગળ વધી શકે, આપના નવા કાર્યોનો શુભારંભ સંભવ, સામાજિક સંબંધમાં મીઠાશ વધે, કાર્યફળ ધર્યા કરતા ઓછુ મળતું જણાય.

 • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પોતાની વાત રજુ કરવામાં અચકાવુ નહીં સાથે નવી તક નું નિર્માણ સંભવ બને.
 • પરિવાર: પારિવારિક સમસ્યાનું નિરાકરણ જણાય, કૌટુંબિક મતભેદનો અંત જણાય.
 • નાણાકીય: કોઈ આર્થિક સમસ્યાનો હલ જોવા મળે તેમજ નાણાકીય વ્યવહાર સાચવીને કરવો.
 • વિદ્યાર્થી વર્ગ: જાતકોએ અભ્યાસક્ષેત્રે સાચવવું.
 • સ્વાસ્થ્ય: આરોગ્ય બાબતે સજાગ રહેવું.
 • આજનો મંત્ર: ॐ ब्रह्मचारिण्यै नमः

વૃશ્રિકઃ  આજે અમુક વાતો માં આંખ આડા કાન કરવા હિતાવહ જણાય, વ્યવસાય કે જમીનનાં પ્રશ્નોનાં સકારાત્મક પરિણામ જણાય, મનગમતા કાર્યથી દિવસની શરૂવાત થતી જણાય, નમ્ર વ્યવહાર રાખવો, કૌટુંબિક મતભેદનો અંત જણાય.

 • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં નવા રોકાણ સંભવ બને સાથે ગેરસમજ મનદુઃખ ટાળવા.
 • પરિવાર: વડીલથી મળેલ મદદ ફાયદાકારક પુરવાર થાય, અમુક વાતો માં આંખ આડા કાન કરવા હિતાવહ જણાય.
 • નાણાકીય: નાણાકીય મૂંઝવણોનો માર્ગ જણાય, વ્યવહારિક સફળતા મળતી જણાય.
 • વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીઓ ને પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
 • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગેની બેકારદારી બીમારીને નોતરી શકે છે.
 • આજનો મંત્ર: ॐ ब्रह्मचारिण्यै नमः

ધનઃ આજે નવસર્જનના વિચારો આવે સાથે જ નવી યોજનાનું આયોજન સંભવ, પ્રયત્નો સફળ થતા જણાય, જૂની ચિંતાઓ દૂર થતી જોવા મળે, કાર્યક્ષેત્રમાં આગવું સ્થાન જણાય તેમજ તેના પ્રશ્નોનું નિરાકરણ જણાય, પારિવારિક મતભેદ ટાળવા.

 • કાર્યક્ષેત્ર: ઉતાવળા નિર્ણય અને વાયદામાં સાવધ રહેવુ તેમજ વાદ વિવાદ ટાળવો.
 • પરિવાર: સામાજિક – વ્યવસાયિક કામગીરી અંગે સાનુકૂળતા જણાય, વિસરાયેલા સંબંધો ફરીથી તાજા થતા જણાય.
 • નાણાકીય: : આવક-જાવકનું પલ્લુ સંતુલનમાં રહે, નવી યોજનાનું આયોજન સંભવ
 • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થી ને સફળતા પ્રાપ્ત કરવા વધારે મહેનત કરાવી પડે.
 • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગે સાનુકૂળતા જળવાઈ રહેશે.
 • આજનો મંત્ર:  ॐ ब्रह्मचारिण्यै नमः

 મકરઃ આજે આપના ધીરજના ફળ મીઠાએ ધ્યાનમાં રાખીને આગળ વધવું, મહત્વના કામમાં પ્રગતિ જણાય, સર્જનાત્મક વિષયો સાથે જોયાયેલા વ્યક્તિને વિશેષ લાભ જણાય, સમય-નાણાનો વ્યય કરવો હિતાવહ નથી.

 • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પોતાની પ્રતિભા બતાવવાનો મોકો મળશે અને કાર્યક્ષેત્રમાં નવા કરાર સંભવ.
 • પરિવાર: પારિવારિક સુખ ઉત્તમ જણાય, મહત્વના કામમાં સ્વજનનો સહકાર જણાય.
 • નાણાકીય: આવકના કેટલાંક માર્ગ ખુલશે, આવક કરતા જાવક વધે નહિ તેનું ધ્યાન રાખવું.
 • વિદ્યાર્થી વર્ગ: એકાગ્રચિત્તે અભ્યાસ કરવો હિતાવહ.
 • સ્વાસ્થ્ય: એકંદરે આરોગ્ય સારું જણાય.
 • આજનો મંત્ર: ॐ ब्रह्मचारिण्यै नमः

કુંભઃ આજે સામાજિક કાર્યોમાં બરકત જણાય, મધ્યાહન બાદ અપૂરતા કાર્ય પૂર્ણ થતા જણાય, સમય-નાણાનો વ્યય કરવો હિતાવહ નથી, મુસાફરી ટાળવી, કાયદાકીય બાબતોનો ઉકેલ આવતો જણાય, સત્કાર્યમાં દિવસ પસાર થાય.

 • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રે વાણી-સંયમ જાળવવો, કાર્યનું ફળ જલ્દી જોવા મળે.
 • પરિવાર: ગેરસમજ મનદુઃખ ટાળવા હિતાવહ, જૂના સંબંધો ફરીથી તાજા થાય.
 • નાણાકીય: જોખમ લેવામાં સંકોચ કરવો નહીં, આર્થિક તકલીફમાંથી બહાર આવવાનો માર્ગ જણાય.
 • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થી વર્ગ માટે સમય અનુકૂળ.
 • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યમાં સામાન્ય ફેરફાર સંભવ.
 • આજનો મંત્ર: ॐ ब्रह्मचारिण्यै नमः

મીનઃ આજે આર્થિક બાબતો હતાશાને ભેટ આપશે, ગેરસમજ-મનદુઃખ ટાળવા અને કોઈ મહત્વનો નિર્ણય લેતા પહેલા અનુભવીની સલાહ હિતાવહ રહેશે, કાર્યક્ષેત્રમાં નવા પરિવર્તન કે ઉતાર-ચઢાવ સંભવ, વાણી વર્તનમાં મર્યાદા જાળવવી હિતાવહ.

 • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં નવા પરિવર્તન કે ઉતાર-ચઢાવ સંભવ, ધીરજના ફળ મીઠા એ ધ્યાનમાં રાખીને આગળ વધવું.
 • પરિવાર: કુટુંબમાં સામાન્ય અશાંતિ જણાય, આત્મવિશ્વાસ વધે એવો પ્રસંગ જણાય.
 • નાણાકીય: ખર્ચ ઓછા થાય તેવા પ્રયત્નો કરવા, આર્થિક માર્ગોમાં કઠિન સમય હળવો બનતો જણાય.
 • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થી ને સફળતા પ્રાપ્ત કરવા વધારે મહેનત કરાવી પડે.
 • સ્વાસ્થ્ય: જૂની બીમારીનું નિરાકરણ આવતું જણાય.
 • આજનો મંત્ર:   ॐ ब्रह्मचारिण्यै नमः