Only Gujarat

Religion

વૃશ્ચિકનું વાર્ષિક રાશિફળઃ અણધાર્યા સાહસ કરશો ને ખર્ચ કરતાં આવકમાં થશે વધારો

આ નૂતન ૨૦૭૭ના પરિધાવી સંવત્સરમાં આગામી વર્ષ તમારા કાર્યક્ષેત્ર, પરિવાર, નાણાકીય, સ્ત્રી તેમજ વિદ્યાર્થી વર્ગ અને સ્વાસ્થ્ય સંદર્ભે કેવું રહેશે સાથે જ વર્ષ દરમ્યાન કઈ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું અને કઈ વસ્તુમાં તેઓની સાનુકૂળતા જળવાઈ રહેશે ઉપરાંત કયા શુભ ઉપાય અને દાનથી મનોવાંછિત ફળ મળી શકે છે તે બધીજ સચોટ રીતે અહીંયા જણાવવામાં આવ્યું છે. તો રાહ શું જોવો છો!, આવો જાણીએ વૃશ્રિક રાશિના (ન.ય.) જાતકો માટે આવનારું વર્ષ કેવું રહેશે!

વર્ષના શરૂઆતથી શનિ પરાક્રમ સ્થાનમાંથી પસાર થાય છે સાથે જ ગુરુ દેવ આપને અણધાર્યા સાહસો કરાવે અને મહેનતનું ફળ આપશે. ખર્ચના પ્રમાણમાં આવક સારી રહે. માન–પ્રતિષ્ઠા મળશે. વાદ–વિવાદથી દૂર રહેવું. કોર્ટ–કચેરીનાં કામકાજોમાં સફળતા મળશે. અતિવિશ્વાસથી કાર્ય ન કરવું. રોકાણ કરવાનાં યોગો છે. આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવશે. શત્રિ વિજેતા ભાઈ–બહેન વચ્ચેનાં મતભેદ દૂર થશે. માંગલિક કાર્યો થાય. દાંપત્ય જીવન સુખમય રહે. અવિવાહિતો માટે ઉત્તમ યોગ છે. નિઃસંતાન દંપત્તિઓ માટે લાભ થાય. સંતાનોની ચિંતા રહેશે. ખાવા–પીવાની બેદરકારીથી આરોગ્ય બગડશે. આરોગ્યની કાળજી લેવી. નોકરી–ધંધા માટે પ્રયત્નશીલ રહેશો. મિલકત પ્રાપ્ત કરી શકશો. લાંબા ગાળાનાં પ્રવાસો થાય. વિદ્યાર્થીઓને ઓછી મહેનતે વધારે ફળ મળશે તો અભ્યાસમાં વધારે ધ્યાન રાખવુ. ઊચ્ચ પરિણામ પ્રાપ્ત કરી શકશો.

કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્ર માં ધાર્યા કરતા વધારે વ્યસ્તતા જણાય સાથે જ વર્ષમાં પ્રમોશન મળી શકે છે. જે લોકો ઇલેક્ટ્રોનિક્સ, એક્સપોર્ટ, ટ્રાન્સપોર્ટ તેમજ પાણી સાથે સંકળાયેલા લોકો ને વિશેષ લાભ જણાય સાથે જ નવા કામની શરૂવાત થતી જણાય. ઓગસ્ટ થી ઓક્ટોબર ની વચ્ચે વિશેષ સંધર્ષ જણાય જેથી સાચવી ને ચાલવું હિતાવહ બની રહેશે.

પરિવાર: નૂતન વર્ષના પ્રારંભમાં પારિવારિક મતભેદો દૂર થતા જણાય સાથે માંગલિક પ્રસંગો આગળ વધે. અવિવાહિતો માટે સગાઇ – લગ્ન ની વાત આગળ વધે સાથે જ પ્રેમલગ્ન માં મધુર પરિણામ જોવા મળે. માર્ચ થી જૂન નો સમય શાંતિ પૂર્વક કાઢવો હિતાવહ રહે.

નાણાકીય: આર્થિક ક્ષેત્રે નવી તક જણાય સાથે ફેબ્રુઆરી થી એપ્રિલ ની વચ્ચે સરકારી કામકાજના આર્થિક ફાયદો જોવા મળે. આર્થિક આયોજનો ફળતા જણાય। જે લોકો જવેલરી, ખાણી-પીણી સાથે સાંકડેલાં છે તેઓ ને આર્થિક નવી તક મળતી જણાય પરંતુ વર્ષદરમ્યાન કર્જ વ્યાજ કરવા હિતાવહ નથી માટે તેનું ધ્યાન રાખવું. ભવિષ્યના પ્લાંનિંગ માટે વર્ષ ઉત્તમ બની રહેશે.

સ્ત્રી વર્ગ: વર્ષના પ્રારંભ માં સ્ત્રીજાતકો ને સારા સમાચાર ની પ્રાપ્તિ સંભવ બને. ફેબ્રુઆરી થી એપ્રિલ માહિબના માં કોઈ નવી વસ્તુ ખરીદાય સાથે કાર્યક્ષેત્ર માં આપની જવાબદારી માં વધારો થાય. ખોટું સહન ના કરવાના કારણે ગૃહ અને કાર્યક્ષેત્ર માં અણબનાવ થાય પરંતુ તમારે તેનાથી દૂર રહેવું હિતાવહ રહે.

વિદ્યાર્થી વર્ગ: આ વર્ષમાં કોમર્સ, મેનેજમેન્ટ, એન્જીનીયરીંગના વિધાર્થી ને વિશેષ તક મળતી જણાય સાથે વિદેશ જવાની ઈચ્છા વાળા લોકો ને આ સાલ મહત્વ પૂર્ણ બની રહેશે. ઉચ્ચ ડિગ્રી માં સફળતા જણાય સાથે સંગીત – કળાના ક્ષેત્રમાં વિશેષ રુચિ જોવા મળે.

સ્વાસ્થ્ય: એકંદરે આરોગ્યમાં સાનુકૂળતા જોવા મળે પરંતુ જે લોકો પેટના સંબંધિત બીમારીથી પીડાય છે તે લોકો એ વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. જુલાઈ થી સપ્ટેમ્બર મહિના માં કોઈ શસ્ત્રક્રિયા ના થાય તેની તકેદારી રાખવી હિતાવહ રહે.

શુભ ઉપાય: વર્ષ દરમ્યાન જાતકો એ ગુરુવાર નો ઉપવાસ તેમજ પૂતના ગુરુ કે ભગવાન દત્તાત્રેયની વિશેષ પૂજા કરાવી, તેમજ ભગવાન શ્રીવિષ્ણુજી ની પૂજા આપને વર્ષદરમ્યાન મનોકામના પૂર્ણ કરાવનાર બની રહેશે.

You cannot copy content of this page