Only Gujarat

Religion

નવરાત્રીના છઠ્ઠા દિવસેમાં ‘કાત્યાયની માતા’કોનું ધાર્યું કામ પાર પડશે? વાંચો રાશિફળ

રાશિફળ: 22-10-2020: નવરાત્રી ના છઠ્ઠા દિવસેમાં “કાત્યાયની” કોનું ધાર્યું કામ પાર પડશે! જુઓ આપનું રાશિફળ..

નવરાત્રિના છઠ્ઠા દિવસેમાં નવદુર્ગાના છઠ્ઠા સ્વરૂપમાં “કાત્યાયની” નું પૂજન અર્ચન થાય છે. કથા પ્રમાણે વિશ્વ પ્રસિધ્ધ મહર્ષિ કાત્યાયન મહાન તપસ્વી હતા અને તે  ભગવતી પરામ્બાની ઉપાસના કરતા હતા તેમની ઈચ્છા હતી કે માં ભગવતી તેમના ઘરે પુત્રી રૂપે અવતાર લે અને માં ભગવતીએ તેમની આ પ્રાર્થનાનો સ્વીકાર કર્યો અને તેટલા માટે જ સ્વરૂપ નું નામ કાત્યાયની પડ્યું. તેમનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે તેમનો વર્ણ સોનાના સમાન ચમકદાર અને તેજોમય છે તેમને ચાર ભુજાઓ છે અને તેમનું વાહન સિંહ છે. આજે તેમની પૂજા અને નીચેના મંત્રનો જાપ કરવાથી મનુષ્ય ને જીવનમાંથી ભય, સંતાપ દૂર થાય છે.

મેષઃ આજે આપના પડતર કાર્ય આગળ વધે સાથે જ કાર્યક્ષેત્રે લાભની સંભાવના, નિર્ણય લેવામાં ઉતાવળ કરાવી હિતાવહ નથી, વિચારેલી યોજનાઓને અમલમાં મૂકી શકાશે, જૂના રોકાણથી ફાયદો જણાય, પારિવારિક સમસ્યાનું નિરાકરણ જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં નવા કરાર સંભવ અને મહત્વના કાર્યમાં સફળતાનો સ્વાદ ચાખવા મળે.
  • પરિવાર: સામાજિક – વ્યવસાયિક કામગીરી અંગે સાનુકૂળતા જણાય અને દાંપત્ય જીવનમાં ઉમંગ ઉલ્લાસ જળવાઈ રહેશે.
  • નાણાકીય: મકાન-વાહન-જમીનને લગતા પ્રશ્નોનું નિરાકરણ જણાય, આર્થિક પરિસ્થિતિ વિકટ બનતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થી વર્ગ માટે સમય અનુકૂળ.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યને લગતા કોઈપણ લક્ષણની અવગણના ના કરવી.
  • આજનો મંત્ર: ॐ कात्यायन्यै नमः

વૃષભઃ આજે નાણાકીય મૂંઝવણો નો માર્ગ જણાય સાથે પારિવારિક સમસ્યાનું નિરાકરણ જણાય અને પારિવારિક યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને, પારિવારિક સુખ સારું રહે, બિનજરૂરી વિવાદોથી દૂર રહેવું હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: આપના પુરુષાર્થનું ફળ મળવામાં વિલંબ જણાય, મનમાં ધારેલું કાર્ય આગળ વધતું જણાય.
  • પરિવાર: સામાજિક – વ્યવસાયિક કામગીરી અંગે સાનુકૂળતા જણાય, વિસરાયેલા સંબંધો ફરીથી તાજા થતા જણાય.
  • નાણાકીય: આર્થિકક્ષેત્રની મોકળાસમાં થી બહાર આવાનો માર્ગ જણાય, આવક કરતાં જાવકનું પ્રમાણ વધુ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે મહેનતની જરૂર જણાય.
  • સ્વાસ્થ્ય:
  • આજનો મંત્ર: ॐ कात्यायन्यै नमः

 

મિથુનઃ આજે કાર્યક્ષેત્રમાં જરૂરથી વધારે વ્યસ્તતા જણાય, આપની આશાઓ ફળતી જણાય, વ્યવહારિક સફળતા મળતી જણાય તેમજ આર્થિક પ્રગતિ જણાય, સુસુપ્ત થયેલી સમસ્યાઓ ફરીથી માથુ ઊંચકતિ જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રે વાણી-સંયમ જાળવવો, મન માં ઘડેલી યોજનાઓને અમલમાં મૂકી શકાશે.
  • પરિવાર:  પારિવારિક આનંદ જળવાઈ રહેશે, દાંપત્યજીવનમાં મધુરતા જણાય.
  • નાણાકીય: આર્થિક રોકાણમાં સાહસ અનિવાર્યપણે જ કરવુ, વડીલોથી આર્થિક મદદ મળી રહે.
  • વિદ્યાર્થી વર્ગ: નવી તકને ઝડપવામાં વિલંબના કરવો.
  • સ્વાસ્થ્ય: તબિયતની કાળજી લેવી હિતાવહ.
  • આજનો મંત્ર: ॐ कात्यायन्यै नमः

કર્કઃ આજે ચિંતા-ઉપાધીઓ માં વધારો જણાય સાથે નાણાં વ્યવહારમાં ધ્યાન રાખવું હિતાવહ તેમજ કાર્યક્ષેત્રમાં નવા કરાર સંભવ, યાત્રા – પ્રવાસનું આયોજન સંભવ, સર્જનાત્મક વિષયો સાથે જોયાયેલા વ્યક્તિને વિશેષ લાભ જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્ય માટે એકાએક કરેલો પ્રયાસ હકારાત્મક પરિણામ લાવશે, ધારેલા કામ સફળ થતા જણાય.
  • પરિવાર: ગુસ્સા-આવેશ પર કાબુ રાખવો તેમજ ગૃહજીવનમાં સામાન્ય મતભેદ જણાય.
  • નાણાકીય: આર્થિક જાવકનું પ્રમાણ વધે નહિ તેની તકેદારી રાખવી.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે મહેનતની જરૂર જણાય.
  • સ્વાસ્થ્ય: માનશીક શાંતિ જળવાઈ રહેશે.
  • આજનો મંત્ર: ॐ कात्यायन्यै नमः

સિંહઃ આજે વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરવો સાથે જ ગુસ્સા અને આવેશ પર કાબુ રાખવો, પરિશ્રમનું ફળ જણાય, ખોટા અવિચારી ખર્ચ ટાળવા, મોસાળમાંથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ બને, નવા આયોજન કરવા માટે એકંદરે સારો દિવસ.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રની અંદર ધનલાભ સંભવ અને આપની મહેનત નું સવાયુ ફળ જણાય.
  • પરિવાર: માંગલિક પ્રસંગોનું આયોજન સ્નેહીજનો ની મદદથી સંભવ બને.
  • નાણાકીય: આર્થિક બાબતે દિવસ લાભદાયક ગણાય, શુભ કાર્યમાં ધન ખર્ચ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: ઉચ્ચ અભ્યાસની અંદર સફળતા જોવા મળે.
  • સ્વાસ્થ્ય: નાની ઈજાથી સાચવવું.
  • આજનો મંત્ર: ॐ कात्यायन्यै नमः

કન્યાઃ આજે આપની આર્થિક પરિસ્થિતિ વધારે મજબૂત જણાય સાથે જ પારિવારિક કામમાં મત-ભેદ જણાય પરંતુ કૌટુંબિક સુખ જળવાઈ રહેશે, પ્રવાસ-પર્યટનનું આયોજન સંભવ સાથે જ વાહન-મકાન અંગેના પ્રશ્નોનું નિરાકરણ સંભવ થાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્ર ની અંદર સાવધ રહીને કામ કરવું તેમજ કાર્યક્ષેત્રની અંદર યશપદની પ્રાપ્તિ જોવા મળે.
  • પરિવાર: સામાજિક કાર્યોમાં સફળતાનો સ્વાદ ચાખવા મળે, કોઈ નવા વ્યક્તિ સાથે મુલાકાત સંભવ.
  • નાણાકીય: આર્થિક આયોજનમાં મધુરતા જણાય, મનોવાંછિત આવક જળવાઇ રહે.
  • વિદ્યાર્થી વર્ગ: મન ભણવામાં બની રહે તે ખાસ જોવું.
  • સ્વાસ્થ્ય: જુના રોગનું નિરાકરણ જણાય.
  • આજનો મંત્ર: ॐ कात्यायन्यै नमः

 

તુલાઃ આજે સામાજિક કાર્યોમાં સફળતાનો સ્વાદ ચાખવા મળે, નવી યોજનાઓ સંભવ બને, કાર્યક્ષેત્રમાં ફોકસ રાખવાની જરૂર જણાય તેમજ આપના ધીરજતાની કસોટી થતી જણાય, આર્થિક પ્રશ્નોનું નિરાકરણ સંભવ, સત્કાર્યમાં દિવસ પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યનું ફળ જલ્દી જોવા મળે, નવા સાહસો વિચારીને કરવા.
  • પરિવાર: મિત્ર-વડિલ તરફથી આર્થિક મદદ મળી રહે, પરિવારમાં આનંદનું વાતાવરણ સર્જાય.
  • નાણાકીય: આવકનું પ્રમાણ  જોવા મળે તથા જમીન-મકાન અંગેના કાર્યો માં પ્રગતિ જોવા મળે.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસ અનુકૂળ જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગેની ચિંતામાં વધારો સંભવ.
  • આજનો મંત્ર: ॐ कात्यायन्यै नमः

વૃશ્રિકઃ  આજે મહત્વની મુસાફરી હોય તો જ કરાવી સાથે જ મનના વિચારોને અમલી મુકવામાં વિલંબના કરવી, આપની આર્થિક મર્યાદાઓ હતાશાને વેગ આપશે, જીવન બંધાયેલુ હોય તેમ અનુભવાય, સામાજિક- વ્યવસાયિક કામગીરીમાં સાનુકુળતા જણાય.

  • કાર્યક્ષેત્ર: ચિંતાનાં વાદળો દુર થતા જણાય, કાર્યક્ષેત્રમાં ઉતાર-ચઢાવ સંભવ.
  • પરિવાર: જૂના વાદ-વિવાદ સમાપ્ત થાય, સ્નેહીજનો ની મદદ આપને ઉપયોગી નીવડે.
  • નાણાકીય: આર્થિકરીતે ઉતાર ચઢાવ સંભવ, આર્થિક પરિસ્થિતિમાં બદલાવ અનુભવાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિચારોને પોઝેટીવ રાખવા.
  • સ્વાસ્થ્ય: તબિયતની કાળજી રાખવી.
  • આજનો મંત્ર: ॐ कात्यायन्यै नमः

ધનઃ આજે આત્મવિશ્વાસ વધે એવો પ્રસંગ જણાય સાથે જ મધ્યાહન બાદ અપૂરતા કાર્ય પૂર્ણ થતા જણાય અને ખેતીના કાર્યમાં લાભ થતો જણાય, જાવકનું પ્રમાણ વધે નહિ તેની તકેદારી રાખવી, મન ની મુંજવણો દુર થતી જણાય.

  • કાર્યક્ષેત્ર: રોકાયેલા કાર્ય નવી રીતથી પૂરા થતા જણાય, સહયોગી સાથેના અણબનાવથી દૂર રહેવુ.
  • પરિવાર: પરિવારમાં આનંદનું વાતાવરણ સર્જાય, કૌટુંબિક કામકાજમાં સફળતા મળે.
  • નાણાકીય: જાવક નું પ્રમાણ વધારે જણાય, વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ સંભવ.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસમાં નવી તક જણાય.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાચવવું.
  • આજનો મંત્ર:  ॐ कात्यायन्यै नमः

મકરઃ આજે કાર્યક્ષેત્રમાં ધારેલી સફળતા જણાય તેમજ આર્થિક મોકળાસ દુર થતી જણાય, વડિલની સલાહ લઈ કોઈ નિર્ણય લેવો હિતાવહ, આર્થિકરીતે ઉતાર ચઢાવ સંભવ અને નકારાત્કમ લાગણીને મનમાં પ્રવેશવાના દેવી.

  • કાર્યક્ષેત્ર: કાર્ય ઉપર વધારે ફોકસ રાખવું હિતકારી રહેશે, ભાગીદારીનાં કાર્યોમાં સાવધાની રાખવી.
  • પરિવાર: ગૃહજીવન ની પરિસ્થિતિ મધુર જણાય, સ્વજનોથી મિલન સંભવ.
  • નાણાકીય: વધારાની આવક ઊભી કરવામાં સફળતા મળે, મૂડીરોકાણમાં લાભ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસમાં પ્રગતિ જણાય.
  • સ્વાસ્થ્ય: માનસિક ચિંતા હળવી બની શકે.
  • આજનો મંત્ર: ॐ कात्यायन्यै नमः

કુંભઃ આજે મિલકતનાં પ્રશ્નો હલ થાય તથા નાણાકીય પ્રશ્નો હલ થતા જણાય સાથે જ પરિશ્રમનું મધુર ફળ ચાખવા મળે, પારિવારિક નિર્ણય સાવધાની થી કરવો, વિરોધીઓ સાથે સમજુતી સંભવ, સામાજિક માન સમ્માન વધે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્ર માં દિવસ આનંદમય પસાર થાય, પદ-પ્રતિષ્ઠા માં વધારો જણાય.
  • પરિવાર: કૌટુંબિક વાતાવરણ મિશ્ર જણાય, મિત્ર તરફથી આર્થિક મદદ પ્રાપ્ત થાય.
  • નાણાકીય: શુભ કાર્યમાં ધન ખર્ચ સંભવ, સમય-નાણાનો વ્યય કરવો હિતાવહ નથી.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસમાં વૃદ્ધિ જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય જળવાઈ રહેશે.
  • આજનો મંત્ર: ॐ कात्यायन्यै नमः

મીનઃ આજે આપના  મહત્વના કાર્યમાં પ્રગતિ જણાય અને સામાજિક સંબંધમાં મીઠાશ વધે, બિનજરૂરી બાબતમાં દલીલબાજી ટાળવી, ટેકનીકલ ક્ષેત્રના લોકો માટે શ્રેષ્ઠ દિવસ જણાય, યજ્ઞ-યાગાદિનું આયોજન સંભવ બને.

  • કાર્યક્ષેત્ર: આપનું મૌન આપની અડચણો ની દવા બને, કાર્યક્ષેત્રમાં કર્મચારીનો સહયોગ સારો મળી શકે છે.
  • પરિવાર: પારિવારિક મનભેદ-મતભેદ ટાળવા, હકારાત્મક દૃષ્ટિકોણ રાખવાનો પ્રયાસ કરવો.
  • નાણાકીય: કરજ- વ્યાજ કરવા નહિ, વધારાની આવક કરવાના પ્રયત્ન સફળ થાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસમાં મધુર પરિણામ જણાય.
  • સ્વાસ્થ્ય: પેટ સંબંધી સમસ્યા સંભવ.
  • આજનો મંત્ર:   ॐ कात्यायन्यै नमः
You cannot copy content of this page