Only Gujarat

Religion

જે અધિક બુધ પ્રદોષ: હરિ અને હરની કૃપા કોને ફળશે તો કોને રહેવું પડેશ સચેત, વાંચો રાશિફળ

રાશિફળ: 15-10-2020: આજે “અધિક બુધ પ્રદોષ” જાણો હરિ અને હરની કૃપા કોને ફળશે તો કોને રહેવું સચેત!

મેષઃ આજે પ્રદોષના દિવસે મનની બેચેનીનો અંત આવતો જણાય સાથે જ હાથમાંથી ગયેલી તક પછી આવતી જણાય તેમજ વ્યવસાય કે જમીનનાં પ્રશ્નોનાં ગૂંચવાડા દૂર થતા જણાય, વડિલની સલાહ લઈ નિર્ણય લેવો.

  • કાર્યક્ષેત્ર: વિચારેલા કાર્ય પૂર્ણ થતા જણાય, કાર્ય પદ્ધતિ માં ફેરફાર જોવા મળે.
  • પરિવાર: પારિવારિક સ્નેહ અને તેમની મદદથી કાર્ય અંગે સાનુકૂળતા જણાય.
  • નાણાકીય: આર્થિકક્ષેત્રમાં નવીન તક જણાય, સંપત્તિના પ્રશ્નોમાં મધુર ફળ ચાખવા મળે.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થીઓ ને અભ્યાસમાં વિશેષ લાભ જણાય.
  • સ્વાસ્થ્ય: દિવસભર સામાન્ય થાકની અનુભૂતિ થાય.
  • આજનો મંત્ર: ॐ अघोराय नम:

વૃષભઃ આજે યાત્રા – પ્રવાસ ટાળવા હિતાવહ સાથે જ આર્થિક પરિસ્થિતિમાં બદલાવ અનુભવાય સાથે જ કોઈપણ મહત્વનો નિર્ણય લેતા પહેલા વિચાર કરવો હિતાવહ, અટકાયેલા કાર્યો પૂર્ણ થતા જણાય, આપની મહેનત રંગ લાવતી જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સહકર્મીનો સૂચન મહત્વપૂર્ણ જોવા મળે.
  • પરિવાર: પરિવારમાં આર્થિક પ્રશ્નો ના કારણે મનભેદ – મતભેદ જણાય.
  • નાણાકીય: આર્થિકક્ષેત્રમાં નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવું.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે સાચવવું.
  • સ્વાસ્થ્ય: જૂની બીમારીનું નિરાકરણ આવતું જણાય.
  • આજનો મંત્ર: ॐ पशुपतये नम:

મિથુનઃ આજે કાર્યક્ષેત્રની મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ જણાયઅને આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી હિતાવહ તેમજ વિચારેલી યોજનાઓને અમલમાં મૂકી શકાશે સાથે જ વ્યવસાય કે જમીનનાં પ્રશ્નોનાં પોઝેટીવ પરિણામ જણાય.

  • કાર્યક્ષેત્ર: નિર્ધારિત કાર્ય આગળ વધતા જણાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ જણાય.
  • પરિવાર: અંગંત સંબંધો માં મધુરતા જળવાઈ રહે, સ્નેહીજનોના સાથે યાત્રા-પ્રવાસ સંભવ બને.
  • નાણાકીય: આર્થિક બાબતોમાં નવીન તક જણાય, નાણાં વ્યવહારમાં ધ્યાન રાખવું.
  • વિદ્યાર્થી વર્ગ: વિધ્યાભ્યાસુઓ ને પરીક્ષામાં સફળતા જણાય.
  • સ્વાસ્થ્ય: તબિયતમાં સાનુકુળતા જણાય.
  • આજનો મંત્ર: ॐ शर्वाय नम:

કર્કઃ આજે અમુક વાતોમાં આંખ આડા કાન કરવા હિતાવહ જણાય સાથે જ નમ્ર વ્યવહાર રાખવો તેમજ કૌટુંબિક મતભેદનો અંત જણાય, નાણાની લેવડ-દેવડ વિચારીને કરવી અને કેટલીક અનિવાર્ય પરિસ્થિતિ આપને બેચેન કરી શકે છે.

  • કાર્યક્ષેત્ર: મહેનતનું મધુર પરિણામ જણાય તેમજ કાર્યક્ષેત્રમાં લાભદાયક પગલા લેવાય.
  • પરિવાર: સામાજિક પ્રશ્નોના કારણે મનમાં બેચેની વધારે જણાય, ગૃહજીવનમાં ગેરસમજ મનદુઃખ ટાળવા.
  • નાણાકીય: આર્થિક ગુંચવણનું નિરાકરણ જણાય તેમજ નાણાકીય વ્યવહાર સાચવીને કરવો.
  • વિદ્યાર્થી વર્ગ: સફળતા પ્રાપ્ત કરવા વધારે મહેનત કરાવી પડે.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય સાચવવા યોગ્ય પ્રયાસ જરૂરી.
  • આજનો મંત્ર: ॐ विरूपाक्षाय नम:

સિંહઃ આજે વારસાગત મિલકતના પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જણાય તેમજ આર્થિક આયોજનો મધુર ફળ આપતા જણાય,આર્થિક પ્રશ્નોનું મધુર પરિણામ જણાય, પારિવારિક સુખ ઉત્તમ જણાય, ભૌતિક વસ્તુઓ પાછળ ખર્ચ વધારે જણાય.

  • કાર્યક્ષેત્ર: વ્યવહાર કુશળતાથી ધારેલું પરિણામ મેળવાય, નવા કાર્યનો શુભારંભ સંભવ બને.
  • પરિવાર: પારિવારિક સંબંધોમાં મધુરતા જળવાઈ રહે, કૌટુંબિક જરૂરિયાતોની અવગણના ન કરવી.
  • નાણાકીય: મૂડીનું રોકાણ કરતા પૂર્વ આયોજન જરૂરી તેમજ જમીન-મકાન લે-વેચમાં ધ્યાન રાખવું.
  • વિદ્યાર્થી વર્ગ: એકાગ્રચિત્તે અભ્યાસ કરવો હિતાવહ.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય નરમ-ગરમ જણાય.
  • આજનો મંત્ર: ॐ विश्वरूपिणे नम:

કન્યાઃ આજે કાર્યશ્રેય બીજાને મળતો જણાય તેમજ ઈચ્છીત પરિણામ માટે વધારે મહેનત કરાવી પડે, સંપત્તિના પ્રશ્નોનો ઉકેલ જણાય, સામાજિક પ્રશ્નોને આપની કુશળતાથી દુર કરશો, કાર્યક્ષેત્રમાં નાણાકીય સફળતા જણાય.

  • કાર્યક્ષેત્ર: આપના કાર્ય-વિચારથી બીજાને પ્રાત્સાહિત કરવામાં સફળ થશો, નવી તકોનું નિર્માણ જણાય.
  • પરિવાર: અંગત જીવનનાં મતભેદ દૂર થતા જણાય, જૂના સંબંધ ફરીથી તાજા થતા જણાય.
  • નાણાકીય: આર્થિક પરિસ્થિતિ સુધરતી જણાય, મનમાં ઘડેલી યોજનાઓને અમલ માં મૂકી શકાશે.
  • વિદ્યાર્થી વર્ગ: તમારી સખત મહેનતથી સફળતાનો સ્વાદ ચાખી શકાશે.
  • સ્વાસ્થ્ય: તબિયતની કાળજી લેવી હિતાવહ.
  • આજનો મંત્ર: ॐ त्र्यम्बकाय नम:

તુલાઃ આજે કૌટુંબિક સહકાર સારો મળી રહે અને મહત્વના કાર્યમાં સફળતાનો સ્વાદ ચાખવા મળે, યાત્રા – પ્રવાસ ટાળવા હિતાવહ તેમજ આપના ધરેલા અધૂરા કર્યો પુરા થતા જણાય, માંગલિક પ્રસંગો આગળ વધે, વિરોધી થી સાવધ રહેવું.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં નવા કરાર સંભવ બને તેમજ કોઈ અવિચારી નિર્ણય આપની મુશ્કેલીમાં વધારો કરી શકે છે.
  • પરિવાર: લુપ્ત થયેલા સંબંધો ફરીથી તાજા થાય, પારિવારિક શાંતિ જળવાઈ રહેશે.
  • નાણાકીય: આર્થિક માર્ગમાં ખાતર પર દીવેલ થતું જણાય, મૂડીરોકાણમાં લાભ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: સ્પર્ધાત્મક બાબતોમાં સફળતાનો મધુર સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય સાચવવા યોગ્ય પ્રયાસ જરૂરી.
  • આજનો મંત્ર: ॐ कपर्दिने नम:

વૃશ્રિકઃ આજે કોઈની સલાહ લઇ મૂડી રોકાણ કરવું તથા સ્પર્ધાત્મક બાબતોમાં મધુર પરિણામ માણવા મળે, વ્યવહારિક સફળતા મળતી જણાય, સામાજિક ચિંતાનો ઉકેલ જોવા મળે,વડીલથી મળેલ મદદ ફાયદાકારક પુરવાર થાય, દાનકાર્ય સંભવ.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં લાભદાયક પગલા લેવાય અને કાર્યક્ષેત્રમાં અધિકારીઓ આપના ઉપર મહેરબાન રહેશે.
  • પરિવાર: પારિવારિક સમય યાદગાર બની રહે, અંગત જીવનનાં મતભેદ દૂર થતા જણાય.
  • નાણાકીય: અણધારી સહાય આપની નાવને કિનારે લગાવવા મદદરૂપ થશે, નાણાં વ્યવહારમાં ધ્યાન રાખવું.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસ પ્રગતિ માં જણાય.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય નરમ-ગરમ જણાય.
  • આજનો મંત્ર: ॐ भैरवाय नम:

ધનઃ આજે કોઈ કૌટુંબિક સમસ્યાનું નિરાકરણ જણાય તેમજ કાર્યક્ષેત્રમાં ઉપરી અધિકારીઓ આપના ઉપર મહેરબાન રહેતા જણાય સાથે જ તમારા વ્યવાહરથી આપ બીજાનું મન જીતી શકશો, સાંજનો સમય યાદગાર બની રહેશે.

  • કાર્યક્ષેત્ર: આપના પુરુષાર્થનું ફળ મળવામાં વિલંબ જણાય, કાર્યક્ષેત્રમાં નવા પરિવર્તન સંભવ.
  • પરિવાર: વિશરાયેલા સંબંધો ફરી થી તાજા થતા જણાય, પારિવારિક મતભેદ-મનભેદ ટાળવા.
  • નાણાકીય: નાણાકીય મોકળાસ દુર થતી જણાય, મૂડીરોકાણમાં લાભ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: પ્રયત્નોનું ફળ મળતુ જણાય.
  • સ્વાસ્થ્ય: જૂની બીમારીનું નિરાકરણ આવતું જણાય.
  • આજનો મંત્ર: ॐ शूलपाणये नम:

મકરઃ આજે કાર્યક્ષેત્રમાં ફોકસ રાખવાની જરૂર જણાયસાથે જ હિતશત્રુઓ પર વિજય મળે, જમીન-મકાન અંગેનાં પ્રશ્નોનું નિરાકરણ સંભવ, આર્થિકક્ષેત્રે સાનુકુળ તક મળે, નેગેટીવ વિચારોથી દુર રહેવું, કૌટુંબિક મતભેદ-મનભેદ ટાળવા હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પોતાનો હક માંગવામાં સંકોચ કરવો નહીં, નવી યોજના પર કાર્ય આગળ વધે.
  • પરિવાર: કુટુંબમાં સામાન્ય અશાંતિ જણાય, આત્મવિશ્વાસ વધે એવો પ્રસંગ જણાય.
  • નાણાકીય: ખર્ચ ઓછા થાય તેવા પ્રયત્નો કરવા, આર્થિક માર્ગોમાં કઠિન સમય હળવો બનતો જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: જાતકોએ અભ્યાસક્ષેત્રે સાચવવું.
  • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.
  • આજનો મંત્ર: ॐ ईशानाय नम:

કુંભઃ આજે આરાધ્ય દેવની ઉપાસના કરવી સાથે જ નાણાકીય બાબતોમાં પરિસ્થિતિ સુધરતી જોવા મળે, કોઈ સામાજિક કાર્યોમાં દિવસ પરોવાયેલો જણાય તેમજ જીવનમાં સ્થિરતા માટે વ્યવહારિક પગલાં લેશો, આનંદ-પ્રમોદમાં દિવસ પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ તરફથી સાથ સહકાર મળી રહેશે, અનિવાર્ય પરિસ્થિતિ આપને બેચેન કરી શકે છે.
  • પરિવાર: સામાજિક ક્ષેત્ર વિકસિત થાય, અંગત સંબંધોમાં સામાન્ય કડવાસ અનુભવાય.
  • નાણાકીય: આવક-જાવકનું પલ્લુ સંતુલનમાં જણાય તેમજ નાણાં વ્યવહારમાં ધ્યાન રાખવું હિતાવહ.
  • વિદ્યાર્થી વર્ગ: વિધ્યાભ્યાસુઓ ને પરીક્ષામાં સફળતા જણાય.
  • સ્વાસ્થ્ય: તબિયતમાં સાનુકુળતા જણાય.
  • આજનો મંત્ર: ॐ ॐ महेश्वराय नम:

મીનઃ આજે કાર્યક્ષેત્રની બાબતે પ્રશ્નો હલ થતા જણાય સાથે જ ઉતાવળિયા નિર્ણયથી મૂડીરોકાણ કરવુ નહીં તેમજ મનમાં ધારેલુ કામ પાર પડતું જણાય, યાત્રા – પ્રવાસ ટાળવા હિતાવહ સાથે જ નકારાત્કમ લાગણીને મનમાં પ્રવેશવા ના દેવી.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં અણબનાવ ટાળવો તેમજ નવી તકનું સર્જન સંભવ.
  • પરિવાર: પારિવારિક મતભેદ-મનભેદ ટાળવા તથા ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો હિતાવહ.
  • નાણાકીય: આર્થિકક્ષેત્રની મોકળાસમાંથી બહાર આવાનો માર્ગ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસ પ્રગતિ માં જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્યને લગતી સમસ્યા બેચેન કરી શકે છે.
  • આજનો મંત્ર: ॐ भीमशंकराय नमः
You cannot copy content of this page