Only Gujarat

Religion

કોરોના કાળમાં પાંચ જૂને ચંદ્રગ્રહણ, મેષ-વૃશ્ચિક સહિતના જાતકોએ ખાસ રાખવું ધ્યાન

અમદાવાદઃ 5 જૂને ચંદ્ર ગ્રહણ છે. આ ઉપછાયા ગ્રહણ હશે, જે ભારતમાં નહીં દેખાય અને તેનું સૂતક પણ નહીં લાગે. આ ગ્રહણ 5 જૂને રાત્રે 11 વાગે 15 મિનિટે શરૂ થશે અને 6 જૂને સવારે 2 વાગે 34 મિનિટને ખતમ થશે. જ્યોતિષ અનુસાર ગ્રહણનો પ્રભાવ બધી જ રાશિઓ પર પડે છે. અત્યારે છ ગ્રહ વક્રી ચાલ ચાલી રહ્યા છે. રાહુ-કેતુ ઉપરાંત શનિ, ગુરૂ, શુક્ર અને પ્લૂટો આ ચાર ગ્રહ પણ વક્રી ચાલી રહ્યા છે. આ ગ્રહણ વૃશ્ચિક રાશિ પર પડશે. તો આવો અહીં જોઇએ, આ ગ્રહણની બધી જ રાશિઓ પર શું અસર થશે.


મેષ: પરિવારના સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. મનમાં ઘણા પ્રકારના તણાવ રહી શકે છે પરંતુ વાદ-વિવાદથી દૂર રહેવું. મકાન અને ઘર બાબતે સમસ્યાઓ આવી શકે છે. નિર્ણય લેવામાં મુશ્કેલી આવી શકે છે. આ દરમિયાન જાત પર સંયમ રાખવો. ગ્રહણકાળમાં મંત્રજાપ કરવો અને પોતાના રાશિ સ્વામી મંબળને પ્રબળ કરવો. ગ્રહળ કાળ ખતમ થાય ત્યારબાદ કોઇ ગરીબ વ્યક્તિને ગોળ અને ચોખાનું દાન કરો.


વૃષભ: આ ગ્રહણની અસર તમારા સંબંધો પર પડશે. કોઇ સંબંધ અચાનક ખતમ થઈ શકે છે. વ્યાપારમાં ભાગીદારી ખતમ થઈ શકે છે. જેના કારણે તમે થોડા તણાવમાં આવી શકો છો, તમારા અને પત્નીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. પતિ-પત્ની વચ્ચે પણ મતભેદ થઈ શકે છે. ગ્રહણકાળમાં શુક્રના મંત્રોનો જાપ કરો. ગ્રહણકાળ બાદ કોઇ ગરીબને દૂધનું દાન કરો.


મિથુન: આ દરમિયાન કોઇ મહિલાના આરોપથી બચવું. કોઇ મહિલા સાથે એ હદે અણબનાવ થઈ શકે છે કે, એ બાબત કોર્ટ કેસ સુધી પહોંચી શકે છે. બહુ સાવધાન રહેવું. મનસિક તણાવ થઈ શકે છે અને સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. આ રાશિની મહિલાઓએ પણ સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું. દેવાની કોઇ બાબત હેરાન કરી શકે છે. ધન સંબંધિત બાબતોમાં સાચવવાની જરૂર છે. બુધના મંત્રોનો જાપ કરવો. ગ્રહણકાળ ખતમ થાય એટલે કોઇ ગરીબને ખીરનું દાન કરવું.


કર્ક: ચંદ્ર ગ્રહણની સીધી અસર કર્ક રાશિના જાતકો પર પડશે, કારણ કે તેમનો રાશિ સ્વામી ચંદ્ર છે. આ ગ્રહણ તમારા માટે થોડી મુશ્કેલીઓ લાવીશ શકે છે. સંબંધો, શિક્ષણ અને સંતાન બધી જ બાબતોમાં સાવધાન રહેવાની જરૂર છે. ગર્ભવતી મહિલાએ પોતાનું ખાસ ધ્યાન રાખવું. સંબંધોમાં ગેરસમજણ ઊભી ના થાય તેનું ધ્યાન રાખવું. તમારા માટે ઈન્દ્ર ગાયત્રી મંત્ર ખૂબજ લાભદાયક રહેશે. ગ્રહણના 15 દિવસની આસપાસ માતાને ચાંદીનો ગ્લાસ આપો.


સિંહ: આ ગ્રહણકાળ દરમિયાન માતા સાથે તણાવ થઈ શકે છે, તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ઘર સાથે સંકળાયેલ કોઇ સમસ્યા થઈ શકે છે. માતા સાથે વાદ-વિવાદથી બચવું. નાની-નાની બાબતે ઘરમાં તણાવ થઈ શકે છે, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. ગ્રહણ કાળમાં સૂર્ય અને ચંદ્રના મંત્રોનો જાપ કરવો. ગ્રહણ બાદ ગોળ-ખાંડનું દાન કરવું.


કન્યા: આ દરમિયાન આત્મવિશ્વાસમાં ઘટાડો આવશે અને કોઇ સાથે મિત્રતા ખતમ થઈ શકે છે. ભાઇ-બહેનો સાથે પણ સંબંધ બગડી શકે છે. કોઇના સ્વાસ્થ્ય બાબતે ચિંતા વધી શકે છે. પાર્ટનરશિપમાં લાભની સ્થિતિ બગડી શકે છે. ઘરમાં મોટાં-નાનાં બંનેના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ગ્રહણકાળમાં બુધના મંત્રોનો જાપ કરાવો. ગ્રહણ ખતમ થાય એટલે કોઇ ગરીબને લીલાં શાકનું દાન કરવું.


તુલા: આ ગ્રહણ કાળ દરમિયાન વાણી પર બહુ ધ્યાન રાખવું, નહીંતર મુશ્કેલી આવી શકે છે. બોલતાં પહેલાં વિચારી લેવું. મોં, દાંત અને આંખો સાથે સંકળાયેલ સમસ્યા થઈ શકે છે. તણાવ પણ વધી શકે છે. ગ્રહણકાળમાં શુક્રના મંત્રોનો જાપ કરવો. ગ્રહણકાળ ખતમ થાય એટલે કોઇ નિર્ધનને ઘીનું દાન કરવું.


વૃશ્ચિક: આ ગ્રહણ તમારી રાશિ પર જ પડે છે, એટલે માનસિક તણાવ થઈ શકે છે. આ દરમિયાન ધર્મ-ધ્યાનમાં મન રહેશે, જેનાથી ઘણી મદદ મળશે. તમને એમ લાગશે કે, પૂજા-પાઠ સિવાય બીજો કોઇ રસ્તો જ નથી, તમે ધારતા હશો એટલી સ્થિતિ ખરાબ નહીં થાય. મન વિચલિત થાય તો ઈન્દ્ર ગાયત્રી મંત્રનો જાપ કરવો. ગ્રહણકાળ પૂર્ણ થાય એટલે એક તાંબાના લોટામાં દૂધ ભરી શિવજીના મંદિરની સામે મૂકી આવો,


ધન: આ દરમિયાન તમારી નિર્ણય લેવાની ક્ષમતા બહુ ખરાબ થઈ શકે છે. મનમાં કોઇ પ્રકારનો નકારાત્મક વિચાર આવવા ના દેવો. તમારું મન આધ્યાત્મ તરફ વળશે. ગુરૂ મંત્રનો જાપ કરવાની જરૂર છે. કોઇ ગરીબને એક પેકેટ હળદરનું દાન કરો.


મકર: ધન લાભમાં ઘટાડો થશે. ક્યાંયથી પૈસા આવવાના હશે તો અચાનક અટકી પડશે. જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે છે પરિણામે જીવનસાથીનો સાથ ઓછો મળી શકે છે. પરિવારમાં કોઇ ત્રીજી વ્યક્તિના કારણે તમારા બંનેના સંબંધ બગડશે. કોઇ એક સંબંધ પર ધ્યાન આપવાની જગ્યાએ બધા જ સંબંધોને પ્રાથમિકતા આપો. શનિના મંત્રનો જાપ કરો. ગ્રહણ પૂર્ણ થાય એટલે એક પેકેટ દૂધ અને સરસવનું તેલ ગરીબને દાનમાં આપો.


કુંભ: પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. શત્રુ પ્રભાવી બની શકે છે. કાર્યક્ષેત્રમાં કોઇ મહિલા આરોપ મૂકી શકે છે અને તે તમારા માટે ચિંતાનું કારણ બની શકે છે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું. શનિના મંત્રોનો જાપ કરવો. ગ્રહણકાળ ખતમ થાય ત્યારબાદ સરસવનું તેલ કે પાંચ મિઠાઇનું દાન કરો.


મીન: ધર્મ બાબતે કોઇ પર આશંકા થઈ શકે છે. વાહન અને યાત્રાઓ સાથે સંકળાયેલ સમસ્યા આવી શકે છે. બાળકોના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું. શિક્ષણના ક્ષેત્રમાં પણ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. સંબંધોમાં અણસમજણને આવવા ન દો. ગ્રહણકાળ દરમિયાન ગુરૂ મંત્રનો જાપ કરો, ગ્રહણકાળ બાદ ચણાની દાળનું દાન કરો.


2020 માં કેટલાં ચંદ્ર ગ્રહણ થયાં?
વર્ષ 2020માં ચાર ચંદ્ર ગ્રહણ છે, જે દુનિયાના અલગ-અલગ ભાગોમાં દેખાશે. પહેલું ચંદ્રગ્રહણ 10-11 જાન્યુઆરીએ થયું હતું. આ ગ્રહણ 10 જાન્યુઆરીએ રાત્રે 11.37 કલાકે મિથુન રાશિમાં થયું હતું, આ ગ્રહણ ભારત સહિત આખા યુરોપ અને ઑસ્ટ્રેલિયામાં પણ દેખાયું હતું. જોકે, આ એક પ્રચ્છાયા ગ્રહણ હોવાથી તે માન્ય નહોતું.


વર્ષનું બીજું ચંદ્ર ગ્રહણ 5 જૂને રચાઇ રહ્યું છે, જે રાત્રે 11.15 કલાકે શરૂ થશે અને 6 જૂને સવારે 2.34 કલાકે ખતમ થશે. આ ગ્રહણ વૃશ્ચિક રાશિ અને જેષ્ઠા નક્ષત્રમાં રચાશે.


વર્ષનું ત્રીજું ચંદ્ર ગ્રહણ 5 જુલાઇ, રવિવારે રચાશે. આ ગ્રહણ સવારે 8.38 કલાકે શરૂ થશે અને 11.21 કલાકે પૂર્ણ થશે. દિવસમાં હોવાના કારણે આ ગ્રહણ ભારતમાં નહીં દેખાય. આ ગ્રહણ પૂનમના દિવસે ધન રાશિમાં રચાશે.


આ વર્ષનું ચોથુ અને છેલ્લુ ગ્રહણ 30 નવેમ્બરે બપોરે 1.34 કલાકે શરૂ થશે અને સાંજે 5.22 મિનિટે પૂર્ણ થશે. દિવસનો સમય હોવાથી આ ગ્રહણ ભારતમાં નહીં દેખાય. આ ગ્રહણ રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશિમાં રચાશે.

You cannot copy content of this page