Only Gujarat

FEATURED National

એક પછી એક પૃથ્વી પર આવી રહી છે આફતો, દુનિયાના આ હિસ્સામાં લાગી ભયાવહ આગ

નવી દિલ્હીઃ વર્ષ 2020નું સ્વાગત દુનિયાએ બહુ જોરશોરથી કર્યું હતું. બધાએ પોતાના રીતે વર્ષ 2020 માટે અવનવા પ્લાનિંગ પ્લાન કર્યાં હતા. સિદ્ધિ અને સફળતાના સોપાન સર કરવા માટે અનેક સપના જોયા હતા. પરંતુ વર્ષ 2020નું વર્ષ અપશુકનિયાળ સાબિત થયું. આ વર્ષની શરૂઆત ઓસ્ટ્રેલિયાના જંગલોની આગથી શરૂ થઇ. આ ભીષણ આગે કરોડો જંગલી જાનવરની જીવતા બાળીને ખાક કરી દીધા. ત્યારબાદ કોરોનાનો કેર દુનિયા પર એવો તૂટ્યો કે લાખો લોકો મોતના મુખમાં સમાઈ રહ્યાં છે.

હજુ આખી દુનિયા કોરોનાની સામે જંગ લડી રહી છે. આખી દુનિયામાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યાં વૈજ્ઞાનિકોએ અન્ય એક મુશ્કેલીની આગાહી કરી દીધી છે. હાલ આર્કટિકમાં ભીષણ આગ લાગી છે. આ આગ જંગલોમાં ઝડપથી ફેલાઇ રહી છે. જેના કારણે જ પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે.


વૈજ્ઞાનિકોએ આ મુદ્દે દુનિયાને ચેતવણી આપતા જણાવ્યું છે કે, દર વર્ષે લાગતી આગની તુલનામાં આ આગ વધુ ભીષણ બનશે. આ કારણથી પૃથ્વીના તાપમાનનો પારો એટલો ઊંચો જશે કે આ તીવ્ર ગરમી માટે લોકોએ તૈયાર રહેવું પડશે અને આ ગરમીથી અનેક ગણું નુકસાન થશે.

Copernicus Atmosphere Monitoring Service (CAMS)ના સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, આ વર્ષે પૃથ્વીનું આ વિસ્તારનું તાપમાન પહેલા કરતા વધુ છે. આ સ્થિતિમાં આગની તીવ્રતાને સમજવા માટે જ્યારે સેટેલાઇટ ઇમેજનો સહારો લેવામાં આવ્યો તો સાઇબેરિયા અને ગ્રીનલેન્ડમાં આગની જ્વાળાઓ જોવા મળી.


આ કારણથી ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે તાપમાન વધુ રહેશે. CAMSના સિનિયર સાઇટિસ્ટે જણાવ્યું કે, આ આગને જોબી ફાયર નામ આપવામાં આવ્યું છે. આ આગને સેટેલાઇટ ઇમેજીસમાં જોવામાં આપી છે. જોકે ગ્રાઉન્ડ લેવલ પર તેની પુષ્ટી નથી થઇ.

ગત વર્ષે લાગેલી આગની વાત કરીએ તો, આગના કારણે પર્યોવરણમાં 50 મેગાટન કાર્બન ડાયોકસાઇડ ભળ્યો હતો. વૈજ્ઞાનિકોના તારણ મુજબ આ વર્ષ લાગેલી આગના કારણે કાર્બન ડાયોકસાઇડની માત્રા તેનાથી ઘણી વધુ હશે.

વૈજ્ઞાનિકોની સાથે પર્યાવરણવિદોએ પણ આગના સાઇડ ઇફેક્ટની વાત કરતા જણાવ્યું કે, ગત વર્ષે 1 લાખ ફૂટબોલ પીચ જેટલી જમીન ભીષણ આગના કારણે બરબાદ થઇ હતી. આ વર્ષે આગની તીવ્રતા વધુ હોવાથી તે પર્યાવરણને વધુ નુકસાન પહોંચાડશે.

આ આગના કારણે પૃથ્વી ગરમ થશે. જેના કારણે બરફ પણ પીગળશે અને જળાશયોનું જળસ્તર વધશે. આટલું જ નહીં આ સાથે દુનિયામાં બીજી પણ અનેક પરેશાની જોવા મળશે.

આ બધી જ આગાહી અને ચેતવણીને જાણ્યા અને સમજ્યા બાદ એટલું લોકો એવું ચોકક્સ અનુભવી રહ્યાં છે કે, શું આ વર્ષ 2020 દુનિયાને ખત્મ કરીને જ રહેશે?

You cannot copy content of this page