Only Gujarat

FEATURED International

આ કારમાં એવું તો શું છે કે તસવીરો ધડાધડ થઈ રહી છે વાયરલ?

વુહાનઃ ચીનનું વુહાન શહેર.. જેણે દુનિયાને કોરોના આપ્યો. જેના કારણે દુનિયાનો તમામ વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. અમેરિકા જેવો શક્તિશાળી અને વિકસિત દેશ પણ આજે કોરોના સામેની જંગમાં નિષ્ફળ ગયો છે. હાલ વુહાનનું નામ મીડિયામાં વારંવાર સાંભળવા મળે છે. વુહાનમાં સ્કૂલ કેવી રીતે ખુલી રહ્યાં છે? ત્યાં બજાર કેવી રીતે ખુલી રહ્યાં છે. લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને કેવી રીતે કામ કરી રહ્યાં છે? આ તમામ સમાચારો વુહાન વિશે આપે સાંભળ્યા હશે.

જોકે, હાલ વુહાન શહેરની એક કારની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. કારની નંબર પ્લેટ વુહાનની જ છે, આ કારની તસવીર ચીનના સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે.

પરંતુ શું છે આ તસવીરમાં ખાસ? એક કાર, જેના પર ધૂળ જામેલી છે. આ તસવીર હાલ મીડિયામાં વાયરલ થઇ છે. કારની નંબર પ્લેટ ચીનના વુહાન શહેરની છે.

ધૂળ ભરેલી કારમાં કારના માલિકે એક મેસેજ લખ્યો છે, જેમાં કોરોનાની સામે લડતી દુનિયાને જીત માટેનો દિલથી મેસેજ આપવામાં આવ્યો છે. કારમાં ચીની ભાષામાં લખ્યું છે કે, હિંમતપૂર્વક લડો અને સંપૂર્ણ સુરક્ષિત થઇને બહાર આવો.


CGTNના જણાવ્યા મુજબ આ કાર ચીનના જિયાંગસૂના પૂર્વી રેલવે સ્ટેશન નજીક હેનાન વિસ્તારમાં ઉભી છે. આખી કારમાં ધૂળ લાગેલી છે. જોકે, કારની ઉપર કોઇએ કંઇક લખ્યું છે. જે લોકોને ખૂબ જ ગમી ગયું અને તેના કારણે આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે.

મેસેજમાં શું લખ્યું છેઃ આ કાર પર કોરોનાની સામે જંગ લડતી દુનિયા માટે એક મેસેજ લખવામાં આવ્યો છે. ચીની ભાષામાં લખ્યું છે કે, ‘ફાઇટિંગ’ અને ‘સુરક્ષિત પરત ફરજો’ એટલે કે લોકોની હિંમત વધારવા માટે કાર પર આ મેસેજ લખવામાં આવ્યો છે. આખી કારમાં બસ આજ મેસેજ લખ્યો છો.

વુહાનમાં રહે છે કારનો માલિકઃ આ કારનો માલિક વુહાનમાં જ રહે છે. રેલવેના કર્મચારીઓએ જણાવ્યું કે, આ કાર છેલ્લા 4 મહિનાથી અહીં ઉભી છે. જોકે કારના માલિકના એક મિત્રે કારને અહીંથી લઇ જવાની કોશિશ કરી હતી પરંતુ લોકડાઉનના કારણે એ શક્ય ના બન્યું. જોકે, કારનો માલિક વુહાનમાં જ રહે છે અને તે બિલકુલ સુરક્ષિત છે. બસ હવે આ કાર પર જે મેસેજ લખાયો છે, તે દુનિયા સુધી પહોંચવો જોઇએ કે બધા જ સુરક્ષિત અને સ્વસ્થ રહે.

You cannot copy content of this page