Only Gujarat

Religion

કન્યા અને મિથુન રાશિવાળા જાતકોએ આજે આ ભૂલો ન કરવી, જાણો બધી રાશિનું ફળકથન…

રાશિફળ: 14-10-2020: કન્યા અને મિથુન રાશિવાળા જાતકોને આજે આ ભૂલો ન કરવી, જાણો બધી રાશિનું ફળકથન..

મેષઃ આજે દ્વાદશીના દિવસે આર્થિક માર્ગોમાં બકરું કાઢતા ઊંટ પેઠું એવી સ્થિતિ જણાય, ધાર્યું ફળ મળવામાં વિલંબ જણાય સાથે જ સકારાત્મક દ્રષ્ટિકોણ આપના સફળતા આપાવે, પારિવારિક મતભેદ-મનભેદ ટાળવા હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: ધંધાકીય પ્રવૃત્તિઓ સામાન્ય જણાય અને નવા કરાર થવાની સંભાવના છે.
  • પરિવાર: પારિવારિક વિચારી ને નિર્ણય લેવો તેમજ કૌટુંબિક મતભેદ ટાળવા હિતાવહ.
  • નાણાકીય: નાણાકીય વ્યવહાર સાચવીને કરવો હિતાવહ, નવા સ્રોતનું નિર્માણ થતુ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે પ્રગતિ જણાય.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય અંગે વિશેષ કાળજી રાખવી જરૂરી.
  • આજનો મંત્ર: ॐ अव्ययाय नमः

વૃષભઃ આજે પારિવારિક સમય યાદગાર બની રહેશે સાંજે જ સાંજના સમયમાં મહત્વના કાર્યોમાં સાનુકુળતા જણાય સાથે જ મનમાં ધારેલું કામ પાર પડતું જણાય તથા પ્રગતિકારક તકનું નિર્માણ સંભવ, આવક-જાવકનું પલ્લુ સંતુલનમાં જણાય.

  • કાર્યક્ષેત્ર: ધ્યેય પ્રાપ્ત કરવા માટે વધારે મહેનત કરવાની જરૂર જણાય.
  • પરિવાર: પારિવારિક પ્રશ્નો નો નિકાલ જણાય અને મનમાં આનંદ અને ઉલ્લાસ રહેશે.
  • નાણાકીય: નાણાંભીડ દૂર થતી જણાય, આર્થિક પ્રશ્નો ગૂંચવાતા જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિચારોને પોઝેટીવ રાખવા.
  • સ્વાસ્થ્ય: બદલાતા હવામાનને લગતી બીમારી પરેશાન કરી શકે છે.
  • આજનો મંત્ર: ॐ सोमजाय नमः

મિથુનઃ આજના દિવસે સામાજિક માન સમ્માન વધે, આર્થિક રોકાણમાં પૂર્વ આયોજન કરીને આગળ વધવું તેમજ મકાન-મિલકત અંગેના પ્રશ્નોનું નિરાકણ જણાય, મુસાફરી ટાળવી હિતાવહ, કૌટુંબિક સુખ ઉત્તમ જણાય.

  • કાર્યક્ષેત્ર: મહત્વના કાર્ય પાર પડતા જણાય સાથે જ આજે ભાગ્ય નો સાથ મળી રહે.
  • પરિવાર: દામ્પત્ય જીવનમાં અહંકારને દૂર રાખવો, પારિવારિક શાંતિ જણાય.
  • નાણાકીય: અણધાર્યા ખર્ચ આપના પર આર્થિક દબાણ સર્જે, આર્થિક બાબતોમાં કળથી કામ લેવું.
  • વિદ્યાર્થી વર્ગ: આપના મહેનતનું ફળ ચાખવા મળશે.
  • સ્વાસ્થ્ય: આરોગ્યની તકેદારી રાખવી.
  • આજનો મંત્ર: ॐ सुखदाय नमः

કર્કઃ આજના દિવસે મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે સંપર્ક સંભવ, આવક-જાવકનું પલ્લુ સંતુલનમાં જણાય તેમજ નાણાં વ્યવહારમાં ધ્યાન રાખવું હિતાવહ, મનોરંજનમાં દિવસ પસાર થતો જણાય, મનદુઃખ ટાળવા હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: ભાગ્યને દોષ ન આપીને આપની કામગીરીમાં પરિવર્તન લાવવાની જરૂર જણાય.
  • પરિવાર: આજે પ્રેમ સંબંધ રોમેન્ટિક જણાય અને નજીકના લોકો સાથે સમાધાન સંભવ બને.
  • નાણાકીય: આર્થિક પરિસ્થિતિ વધારે મજબૂત થાય, આવકની ચિંતા અનુભવો.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસમાં સાચવીને આગળ વધવું.
  • સ્વાસ્થ્ય: જૂનારોગમાં થી રાહત જણાય.
  • આજનો મંત્ર: ॐ वेदविदे नमः

સિંહઃ આજે આપના મહેનતનું મધુર પરિણામ જોવા મળે તેમજ ચિંતાનાં વાદળ દૂર થતા જણાય, પોતાના રોજિંદા કાર્યોથી કંઈક અલગ કરવાનું મન થાય, આર્થિક મોકળાસ દુર થતી જણાય સાથે જ મહત્વના કાર્યમાં વ્યસ્તતા વધારે જણાય.

  • કાર્યક્ષેત્ર: આજે આપના લક્ષ્યને પૂર્ણ કરવા જરૂરથી વધારે મહેનત કરવી પડે.
  • પરિવાર: જીવનસાથીનો સહયોગ અને સલાહ તમારા મનોબળને વેગ આપશે.
  • નાણાકીય: નાણાકીય રોકાણ સાચવીને કરવુ, આર્થિક મોકળાસ દુર થતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે સાનુકૂળતા જણાય.
  • સ્વાસ્થ્ય: જૂનારોગમાં થી રાહત જણાય.
  • આજનો મંત્ર: ॐ वेदतत्त्वाशाय नमः

કન્યાઃ આજે મહત્વના કાર્યમાં ખાતર ઉપર દીવેલ જેવી સ્થિતિ સર્જાતી જણાય અને કાર્યશ્રેય બીજાને મળતો જણાય, આપની બુદ્ધિમતાથી ગંભીર સ્થિતિને સંભાળી લેશો, મધ્યાહન બાદ કોઈ સમાચાર આપને બેચેન કરી શકે છે.

  • કાર્યક્ષેત્ર: આજે કાર્યસ્થળમાં કોઈ પણ આકસ્મિક રીતે કોઈ મહત્વપૂર્ણ સત્તા મળતી જણાય.
  • પરિવાર: ઘરના બધા સભ્યોથી પરસ્પર સંવાદિતા મધુર રહેશે પરંતુ પ્રેમ સંબંધોમાં તાણની પરિસ્થિતિ આવી શકે છે.
  • નાણાકીય: આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે, નાણાંની લેવડ-દેવડ વિચારીને કરવી.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થી વર્ગ માટે સમય અનુકૂળ.
  • સ્વાસ્થ્ય: જૂનારોગમાં થી રાહત જણાય.
  • આજનો મંત્ર: ॐ विदुषे नमः

તુલાઃ આજે જૂના રોકાણથી લાભ થતા જણાય તેમજ પ્રતિસ્પર્ધીઓ ઉપર વિજય મળતો જણાય, પ્રવાસ ટાળવો, પ્રિયજનો સાથે યાદગાર સમય પસાર થાય, સામાજિક પ્રશ્નોનું નિરાકરણ જણાય, કાર્યક્ષેત્રમાં ધરેલી સફળતા જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સાવચેત રહેવું કારણ કે કેટલાક અવરોધ આવતા જણાય.
  • પરિવાર: પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઈને ગેરસમજ પેદા થઈ શકે છે પરંતુ આને તમારા પરિવાર પર અસર ન થવા દેવી.
  • નાણાકીય: મૂડી રોકાણ સાવધાનીથી કરવું હિતાવહ સાથે આર્થિકરીતે ઉતાર ચઢાવ સંભવ.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થી વર્ગ માટે સમય અનુકૂળ.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાચવવું.
  • આજનો મંત્ર: ॐ ऋजवे नमः

વૃશ્રિકઃ આજે આપની આશાઓ ફળતી જણાય તેમજ અંગત મુંજવણો દુર થતી જણાય તથા કાર્યશૈલીમાં વિનમ્રતા જરૂરી, કારણવગરની ચિંતા ન કરવી હિતાવહ, કોઈ નવા કાર્ય કરવા પ્રેરીત થવાય, સામાજિક સમસ્યા દૂર થતી જણાય.

  • કાર્યક્ષેત્ર: કોઈ નવો ધંધો શરૂ કરવા અથવા વર્તમાન ધંધાને વિસ્તૃત કરવા માટે કેટલીક નવી યોજનાઓ બનાવી રહ્યા છો તો એકવાર ફરીથી વિચારણા કરવાની જરૂર છે.
  • પરિવાર: પ્રિયજનની સાથે વિતાવેલો સમય યાદગાર બની રહેશે, ગૃહસ્થજીવન આનંદમય રહે.
  • નાણાકીય: આર્થિક પ્રશ્નો દૂર થતા જણાય સાથે આર્થિકરીતે ઉતાર ચઢાવ સંભવ.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થીઓને અભ્યાસમાં વિશેષ લાભ જણાય.
  • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.
  • આજનો મંત્ર: ॐ वीर्यवते नमः

ધનઃ આજે કૌટુંબિક શાંતિ જળવાઈ રહેશે સાથે જ આપના જૂના સંબંધો ફરી તાજા થાય, પ્રવાસ–પર્યટન ટાળવા, નવસર્જન ના વિચાર આવે, આર્થિક રોકાણમાં વડીલવર્ગની સલાહ મહત્વપૂર્ણ બની રહે, આધ્યાત્મિક કાર્યોમાં સમય વધારે પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: વ્યવસાયમાં કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી પરંતુ ફક્ત તમારું કાર્ય આયોજિત રીતે કરવું હિતાવહ.
  • પરિવાર: ગેરસમજ મનદુઃખ ટાળવા હિતાવહ, જૂના સંબંધો ફરીથી તાજા થાય.
  • નાણાકીય: આર્થિક આયોજનમાં મધુરતા જણાય તથા આર્થિક ક્ષેત્રમાં લાભ જોવા મળે.
  • વિદ્યાર્થી વર્ગ: પ્રયત્નોનું ફળ મળતુ જણાય.
  • સ્વાસ્થ્ય: તબિયતની કાળજી રાખવી.
  • આજનો મંત્ર: ॐ बुद्धिमते नमः

મકરઃ આજે કાર્યક્ષેત્રમાં પોતાની પ્રતિભા બતાવવાનો મોકો મળશે, નકામી ચિંતાથી દૂર રહેવું સાથે જ સ્થાવર મિલકતનાં પ્રશ્નોનું નિરાકરણ જણાય, પ્રયત્નના મધુર ફળ ચાખી શકાય તથા નવા આયોજન કરવા માટે એકંદરે સારો દિવસ.

  • કાર્યક્ષેત્ર: ભાગ્યોદય તક મળતી જણાય તથા સુસ્ત હોવા છતાં ધંધામાં નફાકારક સ્થિતિ જણાય.
  • પરિવાર: કુટુંબમાં સામાન્ય અશાંતિ જણાય, આત્મવિશ્વાસ વધે એવો પ્રસંગ જણાય.
  • નાણાકીય: શુભ કાર્યમાં ધન ખર્ચ જણાય, આર્થિક બાબતોમાં સાનુકૂળતા જળવાઈ રહે.
  • વિદ્યાર્થી વર્ગ: વિધ્યાભ્યાસુઓ ને પરીક્ષામાં સફળતા જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય નરમ-ગરમ જણાય.
  • આજનો મંત્ર: ॐ बहुशास्त्रज्ञाय नमः

કુંભઃ આજે દિનચર્યામાં સામાન્ય બદલાવ જરૂરી, ગૃહજીવનમાં સંવાદિતા જણાય, આર્થિકક્ષેત્રમાં આપની મહેનત રંગ લાવતી જણાય, કાર્યક્ષેત્રમાં પોતાની પ્રતિભા બતાવવાનો મોકો મળશે, વાદ-વિવાદથી બચવું, મનનાં મનોરથો ફળતા જણાય.

  • કાર્યક્ષેત્ર: સાથીઓ અને કર્મચારીઓ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવો હિતાવહ.
  • પરિવાર: પારિવારિક શાંતિ જળવાઈ રહેશે તેમજ જીવનસાથી સાથે આનંદ પૂર્વક સમય પસાર થાય.
  • નાણાકીય: નાણાકીય રોકાણ સાચવીને કરવુ, આર્થિક જાવકનું પ્રમાણ વધે નહિ તેની તકેદારી રાખવી.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે પ્રગતિ જણાય.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સચેત રહેવું.
  • આજનો મંત્ર: ॐ प्रसन्नवदनाय नमः

મીનઃ આજે ઇષ્ટદેવની પ્રાર્થનાથી કાર્યની શરૂવાત કરવી અને વાતચીતમાં કોઈના સાથે ગેર સમજ ના થાય તેની તકેદારી રાખવી, કોઈ સમાચાર આપને બેચેન કરી શકે છે, કળાજગતની સાથે સંકળાયેલી વ્યક્તિઓને વિશેષ લાભ સંભવ.

  • કાર્યક્ષેત્ર: આજે તમારા કાર્યમાં પારદર્શિતા ખૂબ મહત્વપૂર્ણ છે તેમજ કાર્ય સંબંધિત નવી નીતિઓ પર પણ ચર્ચા સંભવ.
  • પરિવાર: કૌટુંબિક મતભેદનો અંત જણાય, અતિ ભાવુકતાથી સાવધ રહેવું.
  • નાણાકીય: રોકાણ કરતાં પહેલાં તેનો પૂર્વ અભ્યાસ જરૂરી, આર્થિક સહાય મળી રહે.
  • વિદ્યાર્થી વર્ગ: પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.
  • આજનો મંત્ર: ॐ सत्यवते नमः
You cannot copy content of this page