Only Gujarat

Bollywood TOP STORIES

KBCમાં આ ગુજરાતી યુવતીની આ વાતો સાંભળીને બિગ બીની આંખો પણ થઈ ગઈ ભીની

કૌન બનેગા કરોડપતિ એક એવો શો છે જેમાં આવીને સામાન્ય લોકોની જિંદગી બદલાઈ જાય છે. આ દરમિયાન પ્રતિસ્પર્ધી લાખો રૂપિયા જીતે છે. પરંતુ તેમની એવી પણ કહાની સામે આવે છે. જેને જાણીને દરેક વ્યક્તિ આશ્ચર્યમાં પડી જાય છે. આવી જ એક ભાવુક કહાની સોમવારના એપિસોડમાં આવી. જ્યાં અમિતાભ બચ્ચનની સામે હૉટ સીટ પર બેઠી હતી રાજસ્થાનની દીકરી કોમલ ટુકડિયા. જ્યારે કોમલે પોતાની દર્દભીર દાસ્તાન બિગ બીને સંભળાવી તો તેમના આંસૂ છલકાઈ પડ્યા. કહેવા લાગ્યા કે આજે મારું સૌભાગ્ય છે કે જો આ બહાદુર છોકરીને મળ્યો.

કોમલ ટુકડિયા, મૂળ રૂપથી ગુજરાતની છે, પરંતુ તેના પિતા વેજાભાઈ ટુકડિયાના બિઝનેસના કારણે તે છેલ્લા 15 વર્ષથી જોધપુરમાં રહે છે. કોમલે કેબીસીમાં 12 લાખ 50 હજાર સુધીની સફર પૂર્ણ કરી. જ્યારે અમિતાભ બચ્ચને તેને 25 લાખનો કારગિલ સાથે જોડાયેલો સવાલ કર્યો તે કોમલ તેનો જવાબ ન આપી શકી અને ગેમને ક્વીટ કરી દીધી.

જણાવી દઈકે કોમલ એક વિદ્યાર્થી છે, જેની ઘરના લોકોએ 13 વર્ષની ઉંમરમાં સગાઈ કરી નાખી હતી. અને 18 વર્ષ પુરા થતા લગ્ન પણ નક્કી થઈ ગયા હતા. પરંતુ કોમલે વડીલોનો વિરોધ કર્યો. તે નાની ઉંમરમાં થતી સગાઈ અને 18 વર્ષે થતા લગ્ન સામે અવાજ ઉઠાવે છે. તે પરિવારના લોકોને સમજાવે છે કે, તમારી દીકરી નાની છે, તેના લગ્ન ન કરો.

કોમલે પોતાની નાની ઉંમરમાં સગાઈ વાળી વાત અને અનેક સગીર છોકરીઓના લગ્ન વાળી વાત કેબીસીમાં જણાવી. તેણે કહ્યું કે, આજે પણ એવા અનેક લોકો છે જે 18 વર્ષ થતા જ દીકરીઓના લગ્ન કરી લે છે. આ ઉંમર બાળકીઓના ભણવાની છે. પરંતુ ઘરના લોકો તેમના લગ્ન કરાવી દે છે. જ્યારે તે પોતાના સાસરે જાય તો સહન નથી કરતી અને કેટલીક દીકરીઓ આત્મહત્યા કરી લે છે. જે રીતે કોમલે આ કહાની બિગ બીને સંભળાવી તો તેની આંખમાંથી આંસૂ નિકળી પડ્યા.

કોમલ એક ન્યૂઝ એન્કર બનવા માંગે છે. તેણે પોતાના લક્ષ્યને અમિતાભ બચ્ચન સામે શેર પણ કર્યું. કોમલે કહ્યું કે, હું ન્યૂઝના માધ્યમથી લોકોને જાગૃત કરીશ કે તેઓ નાની ઉંમરમાં બાળકીના સગાઈ કે લગ્ન ન કરાવે. હું નથી ઈચ્છતી કે હસવા-રમવાની ઉંમરમાં દીકરીઓ કામના દબાણના કારણે આત્મહત્યા કરવા માટે મજબૂર થાય.

જ્યારે અમિતાભ બચ્ચને તેને 25 લાખ માટે કારગિલ સાથે જોડાયેલો સવાલ પુછ્યો. 1990ના કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય નૌ સેના દ્વારા ચલાવવામાં આવેલા ઑપરેશનનું કોડનેમ શું હતું? તેના ચાર ઓપ્શન હતા. A. ઑપરેશન તલવાર. B. ઑપરેશન કટાર. C.ઑપરેશન કૃપાણ. D. ઑપરેશન ઢાલ. કોમલ આ સવાલ પર ફસાઈ ગઈ અને સાચો જવાબ ન આપી શકી. તેણે કોઈ રિસ્ક ન લેવું યોગ્ય સમજ્યું અને ગેમ ક્વીટ કરી. જો કે બાદમાં બિગ બીએ જણાવ્યું કે સાચો જવાબ ઑપ્શન A હતો.

બાળપણના દિવસોની કોમલની તસવીર. તેને બોલીવુડની ફિલ્મો જોવી ખૂબ જ પસંદ છે. શો દરમિયાન તેમણે અમિતાભ બચ્ચનને કહ્યું કે, મારા પાપાને કહો મને ફિલ્મો નથી જોવા દેતા. હસતા હસતા બિગ બીએ કહ્યું કે, ભાઈ સાહબ તમે તને થિયેટર જવા દો અને અમારી રોજી રોટી ચાલવા દો.

કોમલના પિતા વેજાભાઈ ટુકડિયા તેની સાથે શો માં ગયા હતા. કોમલના પરિવારના તમામ સભ્યો તસવીરમાં.

You cannot copy content of this page