Only Gujarat

Religion

આજે સૂર્યદેવ કરશે કન્યા રાશિમાં પ્રવેશ, તો જાણો હનુમાનજી કોને આપશે મનોવાંછિત ફળ, વાંચો રાશિફળ

રાશિફળ: 10-10-2020: આજે સૂર્યદેવ કરશે કન્યા રાશિમાં પ્રવેશ, તો જાણો હનુમાનજી કોને આપશે મનોવાંછિત ફળ!

મેષઃ આજે શ્રી હનુમાનજીની કૃપા આપના ઉપર બની રહે તે સાથે જ આપણા મનગમતા કાર્યની શરૂઆત થતી જણાય પરિવારમાં ઉમંગ જણાય અને કાર્યક્ષેત્રના મહત્વના પ્રશ્નો નિરાકરણ જણાય પરંતુ નાણાં વ્યય વધી ન જાય તેની તકેદારી રાખવી હિતાવહ રહે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં મહત્વના કામ આગળ વધે તેમજ સહકર્મીનો સહકાર મળી રહે.
  • પરિવાર: કૌટુંબિક બાબતોમાં સાવધાનીથી આગળ વધવું અને પારિવારિક સ્નેહ જળવાઈ રહે.
  • નાણાકીય: સંપત્તિના પ્રશ્નોમાં મધુર ફળ ચાખવા મળે, નવા આવકના સ્ત્રોતો જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીઓને પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગે ચિંતા હળવી થતી જણાય.
  • આજનો મંત્ર: ॐ सर्वरोगहराय नमः

વૃષભઃ આજે શ્રી હનુમાનજીની કૃપા મેળવવા માટે તેમની ઉપાસના જરૂરી સાથે જ કાર્યક્ષેત્ર ના મહત્વના પ્રશ્નો આશિક નિરાકરણ જણાય અને પરિવાર સ્નેહી મિત્રો સાથે બહાર જવાનો પ્લાન બને અને વધુ પડતા સાહસિક ન થવા સલાહ.

  • કાર્યક્ષેત્ર: સહકર્મચારી સાથે મતભેદ માં ન ઉતારવું અને પ્રશ્નોનું નિરાકરણ જણાય
  • પરિવાર: પરિવારમાં આનંદ ઉત્સાહ જળવાઈ રહે, જુના પ્રશ્નોનું પરિણામ જણાય.
  • નાણાકીય: આર્થિક બાબતોમાં નવીન તક જણાય, સંપત્તિનાં પ્રશ્નોનું નિરાકરણ આવતુ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીવર્ગને મહેનત વધારે કરવી પડે.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય ની પાછળ ખર્ચ નું પ્રમાણ વધારે જણાય.
  • આજનો મંત્ર: ॐ प्रभवे नमः

મિથુનઃ આજે શ્રી હનુમાનજીની વિશેષ પૂજા-અર્ચના કરવી સાથે મહત્વના કાર્યમાં સફળતાનો સ્વાદ ચાખવા મળેતેની સાથે નવીન કાર્યરચના સંભવ બને, આવકનું પ્રમાણ વધતું જણાય, અંગત સંબંધોમાં વળાંક આવી શકે, વિરોધીથી સાવધ રહેવું.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં મનગમતી તકનો આગમન થાય, મહત્વના પ્રશ્નો આંશિક ઉકેલ જણાય.
  • પરિવાર: વડીલ વર્ગ સાથે વિવાદ ટાળવો સાથે કૌટુંબિક નવા નિર્ણય લેવાય.
  • નાણાકીય: જૂના રોકાણથી લાભ થતો જણાય, આવકના નવા દ્વાર ખુલતા જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: નવી તકને ઝડપવામાં વિલંબના કરવો.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય પ્રશ્નોનું નિરાકરણ જણાય.
  • આજનો મંત્ર: ॐ गन्धर्व विद्यातत्वज्ञाय नमः

કર્કઃ આજે શ્રી હનુમાનજી આપના ઉપર મહેરબાન થતાં જણાય, આપની ચિંતાનાં વાદળો હટતા જણાય સાથે જ મહેનતનું પૂરું ફળ જોવા મળે તેમજ વિલંબમાં પડેલા કાર્ય આગળ વધી શકે, વડીલથી મળેલ મદદ ફાયદાકારક પુરવાર થાય, કૌટુંબિક મતભેદ ટાળવા.

  • કાર્યક્ષેત્ર: ઉપરી અધિકારી મદદથી મહત્વના કાર્ય આગળ વધતો જણાય.
  • પરિવાર: પરિવારિક ચિંતા દૂર થતી જણાય, પારિવારિક યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને.
  • નાણાકીય: આર્થિક રોકાણ માં પૂર્વ આયોજન કરીને આગળ વધવું.
  • વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીઓને લક્ષાંક મેળવવા વધુ મહેનત કરવી પડે.
  • સ્વાસ્થ્ય: તંદુરસ્તી એકંદરે ઠીક જણાય.
  • આજનો મંત્ર: ॐ प्राज्ञाय नमः

સિંહઃ આજે શ્રી હનુમાનજીની કૃપાદૃષ્ટિ આપણા ઉપર રહે અને કોઈ આર્થિક સમસ્યાનો હલ જોવા મળે, વિસરાયેલા સંબંધો ફરીથી તાજા થતા જણાય તેમજ આપના જટિલ વિવાદો નિવારાય સાથે જ અણધાર્યા સમાચારથી ખુશીની ક્ષણો આવતી જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રના મહત્વના પ્રશ્નોમાં ઉતાવળિયું પગલું ભરવું નહીં.
  • પરિવાર: દામ્પત્ય જીવનની અંદર મધુરતા ચાખવા મળે તેમજ કૌટુંબિક સાનુકૂળતા રહે.
  • નાણાકીય: રોકાયેલા પૈસા પાછા મળી શકે છે, વેપાર ક્ષેત્રે નવા રોકાણ સંભવ.
  • વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીઓને અભ્યાસમાં વિશેષ ધ્યાન રાખવું.
  • સ્વાસ્થ્ય: આરોગ્યની પાછળ ખર્ચ નું પ્રમાણ વધારે જણાય.
  • આજનો મંત્ર: ॐ रामदूताय नमः

કન્યાઃ આજે શ્રી હનુમાનજી આપના ઉપર મહેરબાન થતાં જણાય, પ્રગતિકારક તકનું નિર્માણ થાય સાથે જ મનમાં ઘડેલી યોજનાઓને અમલમાં મૂકી શકાશે તથા વ્યવહારિક કાર્યોમાં આપની સમજદારીથી આગળ વધવું, પ્રવાસ–પર્યટનનું આયોજન સંભવ બને.

  • કાર્યક્ષેત્ર: કાર્યબોજ વધારે જણાય છે જેથી મનોવાંછિત પરિણામમાં વિલંબ જણાય.
  • પરિવાર: કૌટુંબિક પ્રશ્નો રીતે મનમાં બેચેની જણાવી તેમજ સાવધાની રાખવી.
  • નાણાકીય: આનંદ-મનોરંજનમાં ખર્ચ વધારે જણાય, જમીન રોકાણમાં લાભદાયી રહે.
  • વિદ્યાર્થી વર્ગ: આપના મહેનતનું ફળ ચાખવા મળશે.
  • સ્વાસ્થ્ય: કોઈ જુના રોગનું નિવારણ સંભવ બને.
  • આજનો મંત્ર: ॐ प्रतापवते नमः

તુલાઃ કારણવગરની ચિંતા ન કરવી અને આજે નાણાકીય માર્ગોમાં બકરું કાઢતા ઊંટ પેઠું એવી સ્થિતિ જણાય, ધાર્યું કાર્ય પૂર્ણ થતું જણાય, કાર્યક્ષેત્રના પ્રશ્નો આપની બેચેની માં વધારો કરી શકે છે, દિવસભર સ્ફુર્તિનું પ્રમાણ સારું જણાય.

  • કાર્યક્ષેત્ર: પડતરકાર્ય નવી રીતે પૂરા થતા જણાય સાથે જ નવી તકનું નિર્માણ જણાય.
  • પરિવાર: પારિવારિક સભ્યો સાથે મનમેળ બની રહે તેમજ યાત્રા-પ્રવાસનું આયોજન સફળ થાય.
  • નાણાકીય: આર્થિક બાબતે દિવસ લાભદાયક ગણાય, શુભ કાર્યમાં ધન ખર્ચ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે સાનુકૂળતા જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય પાછળ ખર્ચ ન વધે તે ધ્યાન રાખવું.
  • આજનો મંત્ર: ॐ वानराय नमः

વૃશ્રિકઃ આજે શ્રી હનુમાનજીની વિશેષ પૂજા-અર્ચના કરવી સાથે પારિવારિક સમય આનંદમય રીતે પસાર થાય અને મૂડીનું રોકાણ કરતા પૂર્વ આયોજન જરૂરી તેમજ નાણાકીય જવાબદારીઓ વધતી જણાય, જીવનમાં વિસરી ગયેલી મીઠાસનો સ્વાદ ફરીથી ચાખવા મળશે.

  • કાર્યક્ષેત્ર: મનની મનોકામનાઓ પૂર્ણ થાય અને નવા પ્રોજેક્ટ ઉપર કાર્ય આગળ વધે.
  • પરિવાર: આંતરિક વિખવાદ થી દૂર રહેવું અને કૌટુંબિક પ્રશ્નો નું નિરાકરણ જણાય.
  • નાણાકીય: ભાઈભાંડુ થકી ધનલાભ સમભવ, આર્થિક બાબતોમાં સાનુકૂળતા જળવાઈ રહે.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થીઓ ને મહેનત નું મધુર ફળ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: બીમારીનું નિરાકરણ જણાય.
  • આજનો મંત્ર: ॐ वज्रकायाय नमः

ધનઃ કાર્યક્ષેત્રમાં નવી તકોનું નિર્માણ સંભવ બને તેની સાથે મનનાં મનોરથો સફળ થતા જણાય, ટેકનીકલ ક્ષેત્રના લોકો માટે શ્રેષ્ઠ દિવસ જણાય, દાંપત્યજીવનમાં મધુરતા જણાય અને સામાજિક પ્રશ્નોનું નિરાકરણ આવતુ જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં જરૂરથી વધારે વ્યસ્તતા જણાય, કાર્યક્ષેત્રે લાભની સંભાવના.
  • પરિવાર: પારિવારિક સમરસતા જળવાઇ રહે તેમજ વાણી સાચવીને વાપરવી હિતાવહ.
  • નાણાકીય: આર્થિક આયોજનમાં મધુરતા જણાય, મનોવાંછિત આવક જળવાઇ રહે.
  • વિદ્યાર્થી વર્ગ: સ્પર્ધાત્મક બાબતોમાં સફળતાનો મધુર સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ અંગેના પ્રશ્નો થી વધારે ચિંતિત રહો.
  • આજનો મંત્ર: ॐ चिरञ्जीविने नमः

મકરઃ નાણાકીયભીડ હળવી થતી જણાય તેમજ આપના આવકનું પ્રમાણ વધતું જણાય, ચારો સકારાત્મક રાખવા તેમજ વાતચીતમાં કોઈના સાથે ગેરસમજના થાય તેની તકેદારી રાખવી, દિવસ ધીરજતાથી પસાર કરવો હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: નવી તકનું નિર્માણ સંભવ અને તમારી કાર્યક્ષમતામાં વધારો થતો જણાય.
  • પરિવાર: પારિવારિક સ્નેહ અને તેમની મદદથી કાર્ય અંગે સાનુકૂળતા જણાય.
  • નાણાકીય: જુના આર્થિક પ્રશ્નોનુ સકારાત્મક પરિણામ જણાય, અટકાયેલા કાર્ય પૂર્ણ થતા જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસ સારો.
  • સ્વાસ્થ્ય: ખાન-પાનમાં સાચવવું હિતાવહ.
  • આજનો મંત્ર: ॐ महातपसे नमः

કુંભઃ પારિવારિક આનંદ જળવાઈ રહેશે અને સામાજિક માન સમ્માન વધે સાથે જ અગત્યના કામમાં સફળતા મળતી જણાય, યાત્રા-પ્રવાસ વિશેષ ફળદાયી બની રહેશે, નાણાકીય વ્યય વધારે જણાય, જૂના વાદ-વિવાદ સમાપ્ત થતા જણાય.

  • કાર્યક્ષેત્ર: ધારેલું કાર્ય સફળ થતું જણાય, તમારા કરેલા કાર્યનું મધુર ફળ મળતું જણાય.
  • પરિવાર: આજે મન પ્રફુલ્લિત જણાય જેનાથી કૌટુંબિક આનંદમાં વધારો જણાય.
  • નાણાકીય: આર્થિક આયોજનનો પાર પડતા જણાય તથા આર્થિક ક્ષેત્રમાં લાભ જોવા મળે.
  • વિદ્યાર્થી વર્ગ: સ્પર્ધાત્મક બાબતોમાં સફળતાનો મધુર સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: તંદુરસ્તી એકંદરે ઠીક જણાય.
  • આજનો મંત્ર: ॐ श्रीमते नमः

મીનઃ આજે શ્રી હનુમાનજીની કૃપાદૃષ્ટિ આપણા ઉપર રહે સાથે જ નવા આયોજન કરવા માટે એકંદરે સારો દિવસ સાથે જ સમજી વિચારીને નિર્ણય લેવો, નાણાનો વ્યય વધે નહિ તે ધ્યાન રાખવું, કાર્યક્ષેત્રમાં અધિકારી જોડે વિવાદ ટાળવો અને સામાજિક સંબંધમાં મીઠાશ વધે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં હરિફ વર્ગથી સાવધાન રહેવું, તમારા કરેલા કાર્યનું મધુર ફળ મળતું જણાય.
  • પરિવાર: અંગંત સંબંધો માં મધુરતા જળવાઈ રહે, કૌટુંબિક સહકાર સારો મળી રહે.
  • નાણાકીય: આવકનું પ્રમાણ જોવા મળે તથા જમીન-મકાન અંગેના કાર્યો માં પ્રગતિ જોવા મળે.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસ અનુકૂળ જણાય.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય કાળજી માંગી લેતું જણાય.
  • આજનો મંત્ર: ॐ धीराय नमः
You cannot copy content of this page