બુધ ગ્રહને નવગ્રહનો રાજકુમાર કહેવામાં આવે છે અને બુદ્ધિ, વાણી, ચેતના, વેપાર, સાંખ્યિકી અને ત્વચા સહિતનો કારક માનવામાં આવે છે. બુધ મકર રાશિમાંથી કુંભ રાશિમાં ગોચર કરશે. આ ગોચર 25 જાન્યુઆરીએ સાંજે 4 વાગ્યે 19 મિનિટે થશે. તો અમે તમને જણાવીએ કે બુધ ગ્રહના આ ગોચરથી કઈ રાશિના જાતકોને લાભ થશે.

મેષઃ બુધનું ગોચર મેષ રાશિના જાતકો માટે શુભફળદાયી રહેશે. ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. પ્રેમ સંબંધો માટે પણ આ ગોચર સારું છે. પોતાની ભાવનાઓ નિશ્ચિંત થઈ પોતાના પ્રેમી સામે રાખવી. તમારો સંબંધમાં મજબૂત થશે અને આગળ વધશો. કાર્યક્ષેત્રમાં મહેનત અને પ્રમાણિકતાનું ફળ મળશે. સંપાદન, લેખન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સારો સમય રહેશે. વેપાર સાથે જોડાયેલા લોકોના વેપારમાં વિસ્તાર કરવાનો અવસર પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ માટે આ ગોચર સારું રહેશે.

વૃષભઃ બુધનું ગોચર વૃષભ રાશિના જાતકો માળે સાનૂકુળ રહેશે. કાર્યક્ષેત્રમાં તમારી ઇચ્છાશક્તિથી કામ કરશો અને બીજાનો વિશ્વાસ જીતવામાં સફળ રહેશો. મહેનતથી દરેક કાર્ય સમયે પુરા કરી શકશો અને તેનું તમને સારું પરિણામ મળશે. ઘણાં લોકોને આ દરમિયાન નવા અવસર મળી શકે છે. વેપાર સાથે જોડાયેલા લોકો માટે પણ આ સારો સમય છે. આ સમયે રોકાણ કરવું તમારા માટે ફાયદાકારક રહેશે. પિતા સાથેનો સંબંધ સુધરશે. સાસરી પક્ષ તરફથી ચાલતા વિવાદ દૂર થશે.

મિથુનઃ બુધ તમારી રાશિનો સ્વામી છે. જેને લીધે આ ગોચર જાતકો માટે મહત્ત્વપૂર્ણ છે. આ ગોચરકાળમાં તમને ભાગ્યનો સાથ મળશે. તમે પહેલાં કરતાં વધારે સકારાત્મક અને આશાવાદી બનશો. આ દરમિયાન તમારા દ્વાર કરવામાં આવેલાં દરેક કાર્યમાં સફળ થશો. કાર્યસ્થળ પર તમારા વિચાર અને આઇડિયા પ્રતિ લોકો આકર્ષિત થશે. વરિષ્ઠ અધિકારીઓનો પુરો સહયોગ મળશે. તમને ઘણાં નવા અવસર મળી શકે છે. જે વિદ્યાર્થી વિદેશ જવા માગે છે, તેમના માટે આ ગોચર શુભ હશે.

કર્કઃ કર્ક રાશિના જાતકોને આ ગોચર મિશ્ર પરિણામ આપશે. તમે જે પહેલાં રોકાણ કર્યું તે આ સમયે ફાયદાકાર સાબિત થશે. કાર્યક્ષેત્રમાં કુશળતાથી કામ કરશો જેને લીધે તમારા વરિષ્ઠ અધિકારી તમારી પ્રસંશા કરશે. તમને ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે. વેપારી જાતકોને નવા અવસર પ્રાપ્ત થઈ શકે છે. શોધ કાર્ય સાથે જેડાયેલા લોકો માટે આ ગોચર વિશેષ અનૂકુળ સાબિત થશે. પરિવારમાં વાતાવરણ સારું રહેશે અને દરેક લોકો એક બીજાની મદદ કરશે જૂનુ દેવું પુરુ કરવામાં સફળ રહેશો.

સિંહઃ બુધ ગ્રહનું આ ગોચર સિંહ રાશિના જાતકો માટે શુભ ફળ લઈને આવ્યું છે. પોતાના જીવનસાથીનો પ્રેમ અને સહયોગ મળશે. તમારા વચ્ચેની દૂરી પુરી થશે અને પોતાનો સંબંધ પહેલાં કરતાં વધારે મજબૂત થશે. તમારી સુખ-સુવિધામાં વધારો થશે. પારિવારિક જીવન સારું રહેશે. વેપારી જાતકોને પાર્ટનરશિપમાં વેપાર કરવાથી લાભ થશે. ઘણાં નવા અવસર મળી શકે છે. નાની યાત્રનો પણ યોગ બની રહ્યો છે. વિદ્યાર્થીઓને સારા પરિણામની પ્રાપ્તિ થશે.

કન્યાઃ કન્યા રાશિના જાતકો માટેનું આ ગોચર ઘણી મુશ્કેલી લઈને આવ્યું છે. આ દરમિયાન તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. તમારા ખરચામાં વધારો થશે જેને લીધે તમારો માનસિક તણાવ વધશે. ખરાબ સ્વાસ્થ્યને લીધે તમારા કામ પર અસર થશે. સાથી સાથે મતભેદ થઈ શકે છે અને જેને લીધે તમારા બંને વચ્ચે દૂરી વધી શકે છે. જોકે, કાર્યક્ષેત્રમાં સખત મહેનત અને પ્રયત્નનું ફળ તમને મળશે. આ દરમિયાન કોઈ પણ રીતના વિવાદ અને ઝઘડાથી દૂર રહેવું. ખુદને સકારાત્મક અને આશાવાદી રાખવાનો પ્રયત્ન કરવો.

તુલાઃ તુલા રાશિના જાતકો માટે આ ગોચર ઉત્તમ ફળની પ્રાપ્તિ કરાવશે. ઉચ્ચ શિક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સારું પરિણામ મળશે. તમને ભાગ્યનો સાથ મળશે. પ્રેમી સામે પોતાની ભાવના વ્યક્ત કરી શકો છો. પરિણીત જાતકો પોતાના સાથી સાથે સારો સમય પસાર કરશે જેને લીધે તેમના સંબંધમાં મજબૂતી આવશે. કાર્યક્ષેત્રમાં મોટી કુશળતાથી તમે પોતાના દરેક નિર્ણય લેવામાં સક્ષમ હશો. અચાનક ધન પ્રાપ્તિ થઈ શકે છે. તમારે વાણી પર નિયંત્રણ રાખવો અને વગર કારણે કોઈ સાથે વિવાદમાં પડવું નહીં.

વૃશ્વિકઃ વૃશ્વિક રાશિના જાતકોને આ ગોચરથી શુભફળ પ્રાપ્ત થશે. પારિવારીક વાતાવરણ શાંત રહેશે. પોતાના પરિવાર સાથે વધારે સમય પસાર કરશો. પરિવાર સાથે ક્યાંક બહાર ફરવા જઈ શકો છો. ખરચામાં વૃદ્ધિ થઈ શકે છે. માનું સ્વાસ્થ્ય બગડી શકે છે. જેને લીધે તમે માનસિક રીતે હેરાન થઈ શકો છો. પૈતૃક સંપતિનો લાભ મળી શકે છે. કેટલાક જાતકો જમીન અથવા નવા વાહન ખરીદી શકે છે. જીવનસાથી પાસેથી આર્થિક સહયોગ મળશે. આ ગોચરકાળમાં તમને ઓછી મહેનત છતાં સારું પરિણામ મળશે.

ધનઃ આ રાશિના જાતકોને ગોચરનું મિશ્ર પરિણામ મળશે. કાર્ય સંબંધમાં કોઈ નાની યાત્રા થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં લોકો તમારી મહેનતના ભરપૂર વખાણ કરશે જેને લીધે તમારી ઊર્જામાં વૃદ્ધિ થશે. જોકે, તમારે ખુદ આત્મવિશ્વાસ રાખવો પડશે નહીં તો સમસ્યા ઊભી થઈ શકે છે. પારિવારિક વાતાવરણ સારું રહેશે અને પહેલાં કરતાં વધારે સકારાત્મક બનશો. વેપાર સાથે જોડાયેલાં જાતકો માટે આ સમય સારો નથી. તમારે આ દરમિયાન કોઈ નવા કામની શરૂઆતથી બચવું જોઈએ.

મકરઃ આ ગોચરના પ્રભાવથી મકર રાશિમાં ધન યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જેને લીધે તમારું આર્થિક જીવન મજબૂત થશે. તમે કોઈ જમીન અથવા ઘરની યોજના કરી શકો છો. પિતા તરફથી આર્થિક અને ભાવનાત્મક સહયોગ મળશે. વેપારમાં સારા અને લાભદાયક અવસર મળશે. કાર્યક્ષેત્ર સાથે યાત્રાનો યોગ બની રહ્યો છે. તમે કોઈને પણ ઉધાર આપવાથી બચજો નહીં તો તમારા સંબંધ તેમની સાથે બગડી શકે છે. વાણી પર નિયંત્રણ રાખવું નહીં તો તમે બીજાને પ્રભાવિત કરી શકો છો.

કુંભઃ બુધ રાશિનું ગોચર કુંભ રાશિમાં થવાને લીધે આ જાતકો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કેટલાક વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવાનો અવસર મળશે. જીવનસાથી સાથે સંબંધમાં સુધારો થશે અને તમારી વચ્ચેનો સંબંધ વધારે મજબૂત થશે. પોતાની મહેનત અને કાર્ય ક્ષમતાને લીધે બીજાની પ્રસંશા મળશે. તમે પોતાની રચનાત્મક સંતુષ્ટિ પ્રાપ્ત કરવાની દિશામાં કાર્ય કરતાં જોવા મળશો. રોકાણ કરવાથી લાભ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું.

મીનઃ બુધ ગ્રહનું આ ગોચર તમને મુશ્કેલીમાં નાખી શકે છે. શત્રુઓ દરેક પ્રકારના વિવાદ અને ઝઘડાથી દૂર રહેવું નહીં તો તમારી છબીને નુકસાન થઈ શકે છે. કોર્ટ-કચેરીના મામલે પણ આ સમયે બચીને રહેવું નહીં તો તમારે ધનનો વધારે ખરચો થઈ શકે છે. બેદરકારી અને ઉતાવલથી બચવું નહીં તો તમારી નિર્ણય ક્ષમતા પ્રભાવિત થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં કેટલીક મુશ્કેલી આવી શકે છે. જેને લીધે તમે માનસિક રીતે હેરાન રહી શકો છો. સંભવ હોય એટલું ખુદને શાંત રાખવા અને ખુદને દરેક પરિસ્થિતિ માટે તૈયાર રાખવા.