Only Gujarat

Religion

આજે પૂર્વાષાઠા નક્ષત્રમાં કોના મનોરથો ફળશે અને કોને રાખવી પડશે સાવધાની? વાંચો રાશિફળ

રાશિફળ: 25-09-2020: આજે શુક્રવારને પૂર્વાષાઠા નક્ષત્રમાં કોના મનોરથો ફળશે તો કોને રાખવી પડશે સાવધાની! જુઓ આપનું રાશિફળ…

મેષઃ મહત્વના કાર્યમાં અવળા પાસાં પડતા જણાય, મધ્યાહન બાદ કોઈ સારા સમાચારની પ્રાપ્તી સંભવ, સામાજિક પ્રશ્નોના વાદળ ધેરાતાં જણાય, મનની મનોકામનાઓ પૂર્ણ થતી જણાય, પ્રવાસ-પર્યટનનું આયોજન સંભવ.

  • કાર્યક્ષેત્ર: નવી તકને ઝડપવામાં વિલંબ ના કરવી, કાર્યને પૂરું કરવામાં ધૈર્ય જાળવવું.
  • પરિવાર: પારિવારિક સુખ ઉત્તમ રહે, સામાજિક-વ્યવસાયિક કામગીરીમાં સાનુકુળતા જણાય.
  • નાણાકીય: આર્થિક પ્રશ્નોનો નવો માર્ગ જણાય અને આર્થિક પ્રશ્નોનો નવો માર્ગ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસમાં નવી તક મળે.
  • સ્વાસ્થ્ય: એકંદરે આરોગ્ય સારું જણાય.
  • આજનો મંત્ર: ॐ शुभगुणाय नमः

વૃષભઃ બિનજરૂરી બાબતોની દલીલબાજી ટાળવી, કાર્યક્ષેત્રનો પ્રવાસ મહત્વપૂર્ણ રહેશે, સામાજિક માન સમ્માન વધે, સત્કાર્યમાં દિવસ પસાર થાય, નવા કાર્યનો શુભારંભ સંભવ બને, આરોગ્યને લગતા પ્રશ્નો મુશ્કેલી સર્જી શકે છે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પદોન્નતિ મળવાની સંભાવના તેમજ તકને ઝડપવામાં વિલંબના કરવો.
  • પરિવાર: સામાજિક કાર્યોમાં મધુર ફળ ચાખવા મળે સાથે પારિવારિક સહયોગ સારો મળશે.
  • નાણાકીય: આર્થિક પ્રશ્નોનો નવો માર્ગ જણાય, આર્થિક પરિસ્થિતિમાં બદલાવ અનુભવાય.
  • વિદ્યાર્થી વર્ગ: આપના પ્રયત્નો સફળ થતા જણાય.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાવધ રહેવું.
  • આજનો મંત્ર: ॐ शुभदाय नमः

મિથુનઃ મનના વિચારોને અમલી મુકવામાં વિલંબના કરવો, આપના કાર્યોની પ્રસંશા થાય, મનની બેચેની દુર થતી જણાય, વિલંબ બાદ ધાર્યુ કામ પાર પડતું જણાય, નાના-મોટા પ્રવાસનું આયોજન સંભવ બને, આધ્યાત્મિક ક્ષેત્રે દિવસ પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: આજે કોઈ મહત્વની તક મળતી જણાય, અગત્યના કાર્યોમાં સામાન્ય અવરોધ જણાય.
  • પરિવાર: પારિવારિક નિર્ણય વિચારી ને કરવો, સામાજિક કાર્યમાં મધુર ફળ ચાખવા મળે.
  • નાણાકીય: આવકના નવા દ્વાર ખુલતા જણાય, આર્થિકક્ષેત્રની મોકળાસમાં થી બહાર આવાનો માર્ગ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: નકારાત્મક વિચારોથી દુર રહેવું.
  • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.
  • આજનો મંત્ર: ॐ शुभलक्षणाय नमः

કર્કઃ યાત્રા પ્રવાસનું મધુર ફળ ચાખવા મળે, ખર્ચ ન વધે તેની તકેદારી રાખવી, વિશરાયેલા સંબંધો ફરીથી તાજા થતા જણાય, સામાજિક સંબંધમાં મીઠાશ વધે, નકારાત્મક વિચારોથી દૂર રહેવુ, યજ્ઞ-યાગાદિનું આયોજન સંભવ.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં ધારેલી સફળતા મળે તથા સામાજિક સંબંધમાં મીઠાશ વધે.
  • પરિવાર: વિસરાયેલા સંબંધો ફરીથી તાજા થતા જણાય, પરિવારમાં આનંદમય વાતાવરણ જળવાઈ રહે.
  • નાણાકીય: આર્થિક પ્રગતિ જણાય તથા જોખમ ઉઠાવવામાં સંકોચના કરવો.
  • વિદ્યાર્થી વર્ગ: નકારાત્મક વિચારોથી દુર રહેવું.
  • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.
  • આજનો મંત્ર: ॐ शोभनाक्षाय नमः

સિંહઃ આપના પુરુષાર્થનું ફળ મળવામાં વિલંબ જણાય, નાણાકીય વ્યવહાર સાચવીને કરવો, વાદ-વિવાદ ટાળવા, કૌટુંબિક તણાવનો અંત જણાય, કારણવગરની ચિંતા કરવી નહીં, દિવસભર વ્યસ્તતાનું પ્રમાણ વધુ જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સામાન્ય બોજ જણાય તથા વિચારો સકારાત્મક રાખવા.
  • પરિવાર: સામાજિક સંબંધો માં ઊંધા પાટા ન બાંધાય તેની કાળજી રાખવી, કૌટુંબિક સુખ જળવાઈ રહે.
  • નાણાકીય: આર્થિક કાર્યોમાં ધીરજતાથી આગળ વધવું સાથે વ્યવહારમાં વિનમ્રતા જરૂરી.
  • વિદ્યાર્થી વર્ગ: પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યમાં ફેરફાર જણાયતો નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ.
  • આજનો મંત્ર: ॐ शुभ्रवाहाय नमः

કન્યાઃ સામાજિક બાબતોમાં વખાણેલી ખીચડી દાઢે વળગતી જણાય, વિલંબ બાદ ધાર્યુ કામ પાર પડતું જણાય, મતભેદ ટાળવા, આરોગ્ય અંગેના પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ જણાય, કાર્યક્ષેત્રમાં નવો વળાંક જણાય.

  • કાર્યક્ષેત્ર: ધીરજના ફળ મીઠાએ સમજીને આગળ વધવું તેમજ રચનાત્મક પ્રવૃત્તિમાં વધારો જણાય.
  • પરિવાર: દાંપત્ય જીવનનાં સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે, પારિવારિક મતભેદ-મનભેદ ટાળવા.
  • નાણાકીય: આવકના નવા દ્વાર ખુલતા જણાય, જાવકનું પ્રમાણ વધુ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીના કારણે મન માં બેચેની જણાય.
  • આજનો મંત્ર: ॐ दैत्यगुरवे नमः

તુલાઃ મહત્વના નિર્ણયમાં બીજાની મદદથી આગળ વધવું, કોઈ નવી વસ્તુમાં સાહસ કરવાનુ વિચારવુ નહીં, વિદેશમાંથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ, આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે, માનસિક શાંતિ જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં ઊંચી પદવી સંભવ, અટકાયેલા કાર્યો પૂર્ણ થતા જણાય.
  • પરિવાર: જીવનસાથી સાથે મતભેદ ટાળવા, સ્નેહીજનોથી મુલાકાત સંભવ.
  • નાણાકીય: આર્થિક પરિસ્થિતિ વધારે મજબૂત થાય, આવકની ચિંતા અનુભવો.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસમાં નવસર્જનના વિચારો આવે.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગે ચિંતાહળવી થતી જણાય.
  • આજનો મંત્ર: ॐ भद्रगुणाय नमः

વૃશ્રિકઃ એકાએક આવી પડેલા પ્રશ્નો ને કુશાગ્રતા થી ઉકેલવા પડે, પ્રતિસ્પર્ધીઓ પર વિજય મળતો જણાય, મનના મનોરથો ફળતાં જણાય, ખોટાવાદ વિવાદથી બચવુ, દિવસ ધીરજતાપૂર્વક પસાર કરવો.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રે વાણી-સંયમ જાળવવો, સકારાત્મક દ્રષ્ટિકોણ સફળતા આપાવે.
  • પરિવાર: સામાજિક માન સમ્માન વધે તેમજ સામાજિક સમસ્યા દૂર થતી જણાય.
  • નાણાકીય: અણધાર્યા ખર્ચ આપના પર આર્થિક દબાણ સર્જે, આર્થિક બાબતોમાં કળથી કામ લેવું.
  • વિદ્યાર્થી વર્ગ: ઉચ્ચ અભ્યાસની અંદર સફળતા જોવા મળે.
  • સ્વાસ્થ્ય: આરોગ્યમાં સામાન્ય ઉતાર-ચઢાવ જણાય.
  • આજનો મંત્ર: ॐ भोगदाय नमः

ધનઃ આજે ધીરજના ફળ મીઠા એ ધ્યાનમાં રાખીને આગળ વધવું હિતાવહ, પારિવારિક વાતાવરણ ઉલ્લાસમય બની રહેશે, અતિ ભાવુકતાથી સાવધ રહેવું હિતાવહ, મનોરંજન આનંદ પ્રમોદમાં દિવસ પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રની અંદર ધનલાભ સમભાવ તથા આપની મહેનત નું સવાયુ ફળ જણાય.
  • પરિવાર: સામાજિક જવાબદારીમાં વધારો જણાય, પારિવારિક મતભેદ-મનભેદ ટાળવા.
  • નાણાકીય: નાણાંભીડ દૂર થતી જણાય, આર્થિક પ્રશ્નો ગૂંચવાતા જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થીઓએ અભ્યાસમાં એકાગ્રતા જાળવી.
  • સ્વાસ્થ્ય: તબિયત નરમ-ગરમ જણાય.
  • આજનો મંત્ર: ॐ निधये नमः

મકરઃ મિલકત ખરીદવામાં બીજાની સલાહ લઈ આગળ વધવું યોગ્ય રહે, મનનાં વિચારો મનમાં ઓસરતા જણાય, ભાગીદારીનાં કાર્યોમાં સાવધાની રાખવી, સર્જનાત્મક વિષયો સાથે જોયાયેલા વ્યક્તિને વિશેષ લાભ જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રનાં પ્રશ્નોનું મધુર ફળ આવતુ જણાય, વિચારોને પોઝેટીવ રાખવા.
  • પરિવાર: પારિવારિક શાંતિ જળવાઈ રહેશે, સામાજિક જવાબદારીમાં વધારો જણાય.
  • નાણાકીય: નાણાકીય વ્યવહાર સાચવીને કરવો હિતાવહ, નવા સ્રોતનું નિર્માણ થતુ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વાંચન-મનનની અંદર સમય વધારે પસાર કરવો.
  • સ્વાસ્થ્ય: તબિયત અંગે કાળજી રાખવી.
  • આજનો મંત્ર: ॐ सर्वापद्गुणवर्जिताय नमः

કુંભઃ આજે નવસર્જનનાં વિચારો આવે, આનંદ અને ઉત્સાહ જળવાઈ રહેશે, રચનાત્મક પ્રવૃત્તિમાં વધારો જણાય, વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ સંભવ, પ્રિયજનની સાથે વિતાવેલો સમય યાદગાર બની રહેશે.

  • કાર્યક્ષેત્ર: પ્રગતિકારક તકનું નિર્માણ થાય, પરિશ્રમનું ફળ જણાય.
  • પરિવાર: દાંપત્ય જીવનનાં સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે, કૌટુંબિક જરૂરિયાતોની અવગણનાન કરવી.
  • નાણાકીય: આર્થિક પ્રશ્નો ગૂંચવાતા જણાય, આર્થિક કાર્યમાં સફળતા જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: મન-વિચાર ભણવામાં બની રહે તે ખાસ જોવું.
  • સ્વાસ્થ્ય: એકંદરે આરોગ્ય સારું જણાય.
  • આજનો મંત્ર: ॐ भोगकराय नमः

મીનઃ આજ ના દિવસે સખત મહેનતથી સફળતાનો સ્વાદ ચાખી શકાશે, પોતાની આગવી વિશેષતાથી લોકોને મદદ કરવી, પડતર સમસ્યાનો ઉકેલ જણાય, નવી યોજનાનું મધુર પરિણામ જોવા મળે, દિવસ ધીરજતાથી પસાર કરવો.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સાનુકૂળતા બની રહેશે તેમજ પોતાની વાત વિચારીને મુકવી.
  • પરિવાર: દાંપત્ય જીવનનું મધુર ફળ ચાખવા મળે સાથે પારિવારિક મતભેદ-મનભેદ ટાળવા.
  • નાણાકીય: તમારી આર્થિક સ્થિતિ વધારે મજબૂત થતી જણાય, ભાવી યોજનાઓ બનાવાય.
  • વિદ્યાર્થી વર્ગ: શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ જણાય.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય બેકારદાર ન રહેવું હિતાવહ.
  • આજનો મંત્ર: ॐ मानदाय नमः
You cannot copy content of this page