Only Gujarat

Bollywood

જેઠાલાલ-બબિતા ચલાવે છે આ લક્ઝુરિયર્સ કાર, જાણો કોની પાસે છે સૌથી મોંઘી કાર

મુંબઈ: પોપ્યુલર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની સ્ટારકાસ્ટને તમે ટીવી પર રીક્ષાની સવારી કરતાં જોઈ હશે. રોશનસિંહ સોઢીની જીપને છોડીને ગોકુલધામ સોસાયટીના કોઈ પણ મેમ્બર પાસે ક્યારેય કોઈ કાર જોવા મળી નથી. પણ રીઅલ લાઈફમાં આવું નથી. સીરિયલના મોટાભાગના એક્ટર-એક્ટ્રેસિસ જાતે કાર ચલાવે છે. એક માત્ર નટુકાકા સીરિયલના એવા એક્ટર છે, જે ઓટોમાં મુસાફરી કરે છે. તો આવો નજર કરીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલના કયા એક્ટર પાસે કઈ કાર છે…

જેઠાલાલ (દિલીપ જોશી) :‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં મોટાભાગના લોકોનું ફેવરિટ પાત્ર જેઠાલાલ એટલે કે દિલીપ જોશી ઈનોવા કારના માલિક છે. દિલીપ જોશીએ અનેક ગુજરાતી નાટકો અને ફિલ્મોમાં વિવિધ ભૂમિકાઓ ભજવી છે. આમ છતાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ ટીવી સીરિયલમાં દુકાનદાર જેઠાલાલની ભૂમિકાને સૌથી વધુ લોકપ્રિયતા મળી છે.

દયાભાભી (દિશા વાકાણી) :‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું મહત્વનું દયાભાભીનું પાત્ર ભજવનાર દિશા વાકાણી પાસે ઓડી કાર છે. દિશા છેલ્લાં બે વર્ષથી જોવા મળતી નથી. દિશા સપ્ટેમ્બર, 2017માં મેટરનિટી લીવ પર ગઈ હતી. નવેમ્બર, 2017મા દિશાએ દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો. બે વર્ષથી ચાહકો તથા મેકર્સ દિશા વાકાણી શોમાં પરત ફરે તેની રાહ જોઈ રહ્યા છે.

બબિતા (મુનમુન દત્ત) : સીરિયલમાં જેઠાલાલ ગડ્ડા જેની પાછળ લટ્ટુ છે એ બિબતા એટલે કે મુનમુન દત્ત મોબીલો કાર ચલાવે છે. મુનમુન દત્તા મૂળ બંગાળી છે પરંતુ તેણે પૂનામાં તેણે અંગ્રેજીમાં માસ્ટર ડિગ્રી લીધી છે. અહીંયા તે ફેશન શોમાં ભાગ લેતી હતી. અહીંયા બબિતાએ ગ્લેડરેગ્સ માટે ઓડિશન પણ આપ્યું હતું. આ ઓડિશનને કારણે એક્ટ્રેસ મુંબઈ આવી હતી અને ગ્લેમર વર્લ્ડને ઓળખતી થઈ હતી.

ચંપકલાલ ગડ્ડા (અમિત ભટ્ટ) : દમદાર એક્ટિંગથી લોકોને હસાવનાર ચંપકચાચા એટલે કે અમિત ભટ્ટ હોન્ડા સિટી કારના માલિક છે . અમિત ભટ્ટ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે શરૂઆતથી જોડાયેલા છે. આ પહેલા પણ તેઓ ઘણી ટીવી સીરિયલ્સમાં કામ કરી ચૂક્યા છે. જેમાં ખિચડી, યસ બોસ, ચુપકે ચુપકે, ફની ફેમિલી ડોટ કોમ, ગપશપ કૉફી શોપ અને FIRનો સમાવેશ થાય છે.

તારક મહેતા (શૈલેષ લોઢા) : જેના નામથી સીરિયલનું નામ છે એ તારક મહેતા એટલે કે શૈલેષ લોઢા પાસે મર્સિડિઝ બ્રાન્ડની કાર છે. શૈલેષ રીઅલ લાઈફણાં અભિનેતા, લેખક અને કવિ છે. જ્યારે તેમની પત્ની ડો.સ્વાતિ લોઢા પણ લેખક છે. તેમની એક દીકરી સ્વરા લોઢા છે, તે પણ તેમની માતાની જેમ લેખક છે.

અંજલી મહેતા (નેહા મહેતા) : મૂળ ગુજરાતની નેહાએ અભિનયની દુનિયામાં કોલેજનાં દિવસોથી જ પ્રવેશ કર્યો હતો. નેહાએ અનેક નાટકો અને ટીવી શોમાં પણ કામ કર્યુ છે. જેમાં ‘હ્રદયત્રિપુટી’, ‘પ્રતિબિંબ પર પરછાઇ’, ‘મસ્તી મજે કી લાઇફ’ અને ‘તુ હી મેરા મૌસમ’ જેવા નાટકો સામેલ છે. જો કે હાલમાં નેહાને લોકો અંજલીભાભી નામથી જ ઓળખે છે

આત્મારામ ભીડે (મંદાર ચંદાવડકર) : સીરિયલમાં સેક્રેટરી અને ટ્યૂશન ટીચરનું પાત્ર ભજવનાર આત્મારામ ભીડે એટલે કે મંદાર ચંદાવડકર પાસે ફોક્સવેગર કંપનીની કાર છે. મુંબઈમાં જન્મેલા મંદાર ચંદવાડકર એન્જિનિયર છે, પણ એક્ટિંગ પ્રત્યેના લગાવના કારણે તેમણે નોકરી છોડી દીધી હતી. મંદારે અનેક મરાઠી ફિલ્મો અને ટીવી સીરિયલ્સમાં કામ કર્યુ છે. તેમની પત્નું નામ સ્નેહલ છે અને સંતાનમાં એક બાળક છે .

માધવી ભીડે (સોનાલિકા જોશી) : સીરિયલમાં આચાર-પાપડ વેચીને ઘરમાં ભીડે માસ્તરને મદદ કરનાર માધવીભાભી એટલે કે સોનાલિકા જોશી ઈટીયોસ કાર ચલાવે છે. હંમેશા ગળામાં મંગળસૂત્ર, માથે ચાંદલો અને સાડીમાં જોવા મળતા માધવીભાભીની મરાઠી લહેકા સાથે બોલાવાની છટા ગજબની છે. સીરિયલમાં હંમેશા સાડીમાં જ જોવા મળતા સોનાલિકા જોષી રિયલ લૂકમાં ખરેખર અલગ જ દેખાય છે.

પત્રકાર પોપટલાલ (શ્યામ પાઠક) : અનેક વખત લગ્ન થતાં થતાં રહી ગયા અને હંમેશા છત્રી સાથે જોવા મળતા પત્રકાર પોપટલાલ એટલે કે શ્યામ પાઠક ઈનોવા કાર લઈને સેટ પર આવે છે. શ્યામ પાઠક રીઅલ લાઈફમાં પરિણીત છે. શ્યામ પાઠક નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના સ્ટુડન્ટ રહી ચૂક્યા છે. કોલેજમાં તેની રેશમી સાથે મુલાકાત થઈ હતી, બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતા. તેમને સંતાનમાં એક દીકરી અને બે દીકરા છે.

રોશનસિંહ સોઢી (ગુરુચરણસિંહ) : સીરિયલમાં ગેરેજના માલિક અને પોતાની જીપમાં ફરતાં રોશનસિંહ સોઢી એટલે કે ગુરુચરણ સોઢી પાસે પોતાની સ્વિફ્ટ કાર છે. ગુરુચરણે નાનપણથી નક્કી કરી લીધું હતું કે તેન એક્ટર બનવું છે. તેણે બેંગલુરુમાં એક્ટિંગનો કોરિસ્પોન્ડન્સનો કોર્સ કર્યો હતો. શૂટિંગ જોવા માટે અનેક સ્ટુડિયોના ધક્કા ખાધા. બાદમાં સ્ટડી પૂરું કરીને મોડલિંગ શરૂ કર્યું હતું. બાદમાં એક્ટિંગ માટે મુંબઈની વાટ પકડીને અને અહીંયા તેણે તારક મહેતામાં સોઢીનો રોલ મળ્યો.

કોમલ હાથી (અંબિકા રંજનકર) : ડૉક્ટર હાથીના પત્નીનો રોલ કરનાર કોમલભાભી એટલે કે અંબિકા રંજનકર ઈનોવા કારના માલિક છે. અંબિકા રંજનકર શોમાં હોમમેકર છે. પરંતું તે ખૂબ જ કોન્ફિડેન્ટ અને ફની છે. તે મહિલા મંડળમાં પણ બરાબર એક્ટિવ રહે છે. અંબિકાના પતિ અરૂણ રંજનકર પણ પ્રખ્યાત ડાયરેક્ટર અને એક્ટર છે. અરૂણે એક્ટિંગ અને ડાયરેક્શન બંને જ ક્ષેત્રોમાં ઘણાં અવોર્ડ્સ જીત્યા છે.

બાઘા (તન્મય વેકરિયા) : ચાલવાની અને બોલવાની અલગ છટાથી બધાને હસાવનાર બાઘા એટલે કે તન્મય વેકરિયા પાસે હોન્ડા સિટી કાર છે. તન્મય વેકરીયા ગુજરાતના અમરેલીના વડીયાદેવડીમાં જન્મેલા અને ગુજરાતમાં જ ભણી ગણીને મોટો થયેલા તન્મયે 1999માં ગ્રેજ્યુંએશન પૂરું કર્યું હતું. તન્મયે વર્ષ 2000માં ‘સપનાનાં કિનારે’ નામની પ્રથમ સિરિયલમાં એક્ટિંગ કરી હતી.

સુંદરલાલ (મયુર વાકાણી) : સીરિયલ અને રીઅલ લાઈફમાં દયાભાભીના ભાઈનું પાત્ર ભજવનાર સુંદરલાલ એટલે કે મયુર વાકાણી પાસે હોન્ડા જાઝ કાર છે. મયુર અભિનેતા હોવા ઉપરાંત એક કુશળ શિલ્પકાર પણ છે. મયુરના પિતા ફેમસ નાટ્યકાર છે. તેઓ પરિવાર સાથે અમદાવાદમા રહે છે.

અબ્દુલ (શરદ શાંકલા) : સીરિયલના કલાકારો જેની દુકાને સોડા પીવા જાય છે એ અબ્દુલ એટલે કે શરદ સાંકલા પાસે સ્વિફ્ટ કાર છે. શરદની શરૂઆતની જિંદગી ખૂબ સંઘર્ષપૂણ રહી છે. શરદે 35થી વધુ ફિલ્મો અને શો કર્યા હોવા છતાં તેને ઓળખ બનાવવામાં ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો. જોકે આજે મુંબઈમાં તેની પોતાની બે રેસ્ટોરન્ટ છે.

ગોગી (સમય શાહ) : ગોગીનું પાત્ર ભજવનાર ગુજરાતી કલાકાર સમય શાહ પાસે ઈનોવા કાર છે સમયના ઘરમાં તેના માતા-પિતા તથા બે મોટી બહેનો છે. સમય શાહ પોતાની માતાની ઘણી જ નિકટ છે. સમય શાહ ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર આવેલા આરખી ગામનો વતની છે અને તે વર્ષે એકવાર પોતાના ગામની મુલાકાત લે છે.

You cannot copy content of this page