Only Gujarat

Bollywood FEATURED

સૈફની દિકરી સારાનાં નવાબી શોખ, હાથમાં પહેરેલી ઘડિયાળની કિંમત જાણીને ચોંકી જશો

મુંબઈ: અભિનેત્રી સારા અલી ખાન યંગસ્ટર્સ વચ્ચે ખૂબ જ ફેમસ છે. યુવકો તેની સુંદરતા પર ફિદા છે તો યુવતીઓ આ અભિનેત્રીના ફેશનને બહુજ ફોલો કરવાનો પ્રયત્ન કરતાં જોવા મળ્યાં છે. જોકે, સારા અલી ખાનની દરેક ફેશન કોપી કરવી એ લાગે એટલી સરળ નથી. કારણકે તે એવી વસ્તુ પહેરે છે જે ખરીદવી દરેક માટે શક્ય હોતું નથી. સારાએ પહેરેલા બ્લુ ડ્રેસ અને ઘડિયાળની જ વાત કરો તો જેની કિંમત એટલી છે કે તેને ખરીદવી તે સામાન્ય માણસનું તો સપનું જ રહી જાય.

સારા અલી ખાને જે ડ્રેસ પહેર્યો હતો તે સુંદર ડ્રેસની ડિઝાઈન Alina Cernatescu કરી હતી. ડિઝાઈનર ડ્રેસની કિંમતની વાત કરીએ તો ભારતીય રૂપિયા પ્રમાણે, આ ડ્રેસની કિંમત અંદાજે 45,532 રૂપિયા છે.

સારાના હાથમાં પહેરેલી જોવા મળતી ડિઝાઈનર સિલ્વર વોચ વિથ બ્લૂ ડાયલ Serpenti Tubogas બ્રાન્ડની હતી. આ બ્રાન્ડની ઘડિયાળની કિંમત લાખો રૂપિયામાં હોય છે. સારાએ હાથમાં જે ઘડિયાળ પહેરી હતી તેની કિંમત અંદાજે 9,05,109 રૂપિયા હોવાનું માનવામાં આવે છે.

સારા અલી ખાને સુંદર બ્લુ ડ્રેસ ફિલ્મ ‘લવ આજકલ’ના પ્રમોશનલ ઈવેન્ટમાં પહેર્યો હતો. આ બ્લૂ કલરના શોર્ટ ડ્રેસ પર ફ્રન્ટમાં રફલ એન્ડ લેયર્ડ ડિઝાઈન હતી જે તેને વધુ સ્ટાઈલિશ બનાવતી હતી. સારાના આ ડ્રેસ પર ઈલ્યુઝન નેકલાઈન ડિઝાઈન હતી. જેમાં બ્લૂ ફેબ્રિકથી સ્વીટહાર્ટ શેપ આપવામાં આવ્યો હતો.

જેમાં બ્લુ ફેબ્રિકથી સ્વીટહાર્ટ શેપ આપવામાં આવ્યો હતો અને તેના પર વ્હાઈટ નેટ ચોટાડવામાં આવ્યું હતું. આ ડ્રેસ સાથે સારાએ મેચિંગ બ્લૂ હીલ્સ પહેરી હતી અને હાથમાં બ્રેસલેટ વોચ પહેરી હતી. જેનું બ્લૂ ડાયલ આકર્ષક હતું. નેઈલ પોલિશ અને આઈશેડોને પણ કલર કરવામાં આવ્યો હતો જે સારાના લુકને ઉપરથી લઈને નીચે સુધી ફુલ કોમ્બિનેશન બનાવતું જોવા મળતું હતું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page