Only Gujarat

FEATURED Sports

દિનેશ કાર્તિકની પત્ની સાથે મુરલી વિજયને મળી ગઈ હતી આંખ, પ્રેગ્નન્ટ હતી ને કરી લીધા લગ્ન

ભારતના અનુભવી બેટ્સમેન દિનેશ કાર્તિક 1 જૂને 35 મો જન્મદિન હતો. દિનેશ કાર્તિક અત્યારે ભારતીય ટીમમાં નથી. દિનેશ કાર્તિકે પણ એમએસ ધોનીની જેમજ 2019 વર્લ્ડકપ સેમીફાઇનલ છેલ્લી ઈન્ટરનેશનલ મેચ રમી હતી. ICC અને BCCI એ પણ દિનેશ કાર્તિકને ટ્વિટ કરી જન્મદિવસની શુભકામનાઓ આપી છે.

દિનેશ કાર્તિકની પર્સનલ લાઇફની વાત કરવામાં આવે તો. ભારતીય ક્રિકેટના જ અન્ય ખેલાડી મુરલી વિજય સાથેનો તેનો વિવાદ જગ જાહેર છે. એવા સમાચાર આવ્યા હતા કે, મુરલી વિજયે દિનેશ કાર્તિક સાથે દગો કરી તેની પ્રેગ્નન્ટ વાઇફ સાથે લગ્ન કર્યાં હતાં.

દિનેશ કાર્તિકના જીવનમાં બહુ મુશ્કેલીઓ આવી. વર્ષ 2007 માં કાર્તિકે તેની બાળપણની મિત્ર નિકિતા સાથે લગ્ન કર્યાં હતાં. વર્ષ 2012 માં દિનેશ કાર્તિકની પત્નીની મુલાકાત ક્રિકેટર મુરલી વિજય સાથે થઈ.

મુરલી વિજય અને નિકિતા એકબીજાને પસંદ કરવા લાગ્યાં અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યાં. બંને એકબીજા સાથે સમય પસાર કરવા લાગ્યાં. દિનેશ કાર્તિકને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે પત્નીને ડિવોર્સ આપી દીધા. દિનેશે જ્યારે પત્ની નિકિતાને ડિવોર્સ આપ્યા ત્યારે તે પ્રેગ્નન્ટ હતી. ડિવોર્સ થતાં જ નિકિતાએ મુરલી વિજય સાથે લગ્ન કરી દીધાં.

કહેવાય છે કે, કાર્તિકે ક્યારેય પોતાના દીકરા પર પોતાનો હક જતાવવાનો પ્રયત્ન નથી કર્યો. નિકિતા સાથે ડિવોર્સ બાદ દિનેશના જીવનમાં ઈન્ટરનેશનલ સ્ક્વેશ પ્લેયર દીપિકા પલ્લીકલની એન્ટ્રી થઈ. બંનેની મુલાકાત વર્ષ 2013 માં થઈ.

દિનેશ કાર્તિકના મુશ્કેલ સમયમાં દીપિકાએ તેને બહુ સપોર્ટ કર્યો. ત્યારબાદ બંનેએ બહુ જલદી સગાઇ કરી, પરંતુ તેનો ખુલાસો ન કર્યો. ઓક્ટોબર 2014 માં એક ઇવેન્ટ દરમિયાન બંનેએ કહ્યું કે, તેઓ 2015 માં લગ્ન કરી શકે છે અને બંનેએ લગ્ન પણ કરી લીધાં.

દિનેશ કાર્તિક હિંદુ છે જ્યારે દીપિકા ક્રિશ્ચિયન છે. એટલે બંનેએ બંનેના રીતિ રિવાજો અનુસાર લગ્ન કર્યાં હતાં.

You cannot copy content of this page