Only Gujarat

International TOP STORIES

શું ચોમાસાની સિઝનમાં કોરોનાના કેસમાં થશે ધરખમ વધારો? જાણો શું કહે છે એક્સપર્ટ

ચોમાસાનું ભારતમાં આગમન થઇ ચૂક્યું છે. હવામાન વિભાગે પણ વિધિવત ચોમાસાના પ્રારંભની પુષ્ટી કરી દીધી છે. અત્યારે આ સમયે સ્વાભાવિક જ બધાને એ સવાલ થતો હશે કે ચોમાસામાં કોરોનાથી સ્થિતિ શું હશે.? સામાન્ય રીતે ગરમી અંગે લોકોની માન્યાતા હતી કે જેમ તાપમાન ઉંચું જશે તેમ કોરોનાના વાયરસની અસર ઓછી થતી જશે, પરંતુ વધતા તાપમાનની કોરોના પર કોઇ અસર જોવા ન મળી અને કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. હવે મૌસમનો મિજામ બદલાય રહ્યો છે. ઉનાળા બાદ ચોમાસું આવી રહ્યું છે. ત્યારે સવાલ એ છે કે શું ચોમાસામાં વરસાદમાં કોરોના વાયરસનું ધોવાણ થઇ જશે કે પછી આ સિઝનમાં કોરોના વાયરસનો પ્રકોપ વધી જશે? તો જાણીએ કોરોના વાયરસની બદલતી ઋતુ સાથે શું થાય છે. આ વિશે દુનિયાભરના નિષ્ણાંત શું કહે છે.

યૂનિવર્સિટી ઓફ ડેલાવેયરના સંક્રામક રોગ વિભાગના વૈજ્ઞાનિક જેનિફર હોર્નના મત મુજબ વરસાદનું પાણી કોરોનાનું સફાયો નહીં કરી શકે. ચોમાસામાં વધતા જતાં વાયરસના ફેલાવાને રોકી નહીં શકાય.

અમેરિકાના જોન્સ હોપિકન્સ યૂનિવર્સિટીના એપ્લાઇડ ફિજિક્સના વૈજ્ઞાનિક જેડ ઇવાન્સે જણાવ્યું કે, હજું તે નથી જાણી શકાયું કે, વરસાદની વાયરસ પર શું અસર થાય છે. જો કે માટો ભાગે વૈજ્ઞાનિકોની ધારણા છે કે, ચોમાસમાં ભેજવાળા વાતાવરણના કારણે તેના વાયરસની તીવ્રતામાં વધારો થાય છે.

વરસાદના કારણે કોરોના વાયરસના સંક્રમણનો ખતરો વધી જશે. જો કે વોશિંગ્ટન યુનિવર્સિટીના ગ્લોબલ હેલ્થ મેડિસિન અને એપિડિમિયોલોજીના પ્રોફેસર જેર્ઇ બેટેનનું કહેવું છે કે, વરસાદ કોરોના વાયરસને કમજોર કરી દેશે. જે રીતે ધૂળ વરસાદના પાણીમાં વહી જાય છે તેવી જ રીતે વાયરસ પણ વરસાદમાં પાણીમાં વહી જાય તેવી બની શકે.

તો બીજી બાજુ નિષ્ણાતનો મત એવો પણ છે કે, વાયરસનો નાશ કરવા માટે માત્ર પાણી પુરતુ નથી. વરસાદનું પાણી સાબુની જેમ વસ્તુ પરની સપાટીને ડિસઇન્ફેક્ટ કરવામાં સક્ષમ નથી. જેવી રીતે હાથ પાણીથી ધોવાથી વાયરસ નહીં જાય પરંતું તેના માટે સાબુથી હાથ સાફ કરવા પડશે.

યૂનિવર્સિટી ઓફ મેરિલેન્ડ મુજબ કોરોનાના એવા કેસ પણ જોવા મળ્યાં છે. જેમાં 17 દિવસ બાદ પણ કોરોના વાયરસ કોઇ વસ્તુ જીવિત જોવા મળ્યાં છે. તો આ સ્થિતિમાં એવું કેમ માની લેવાય કે માત્ર વરસાદના પાણીથી વસ્તુની સપાટી પર લાગેલ વાયરસનો નાશ થઇ જશે?

કોરોના વાયરસને લઇને નિષ્ણાતોનો મત ભલે અલગ અલગ હોય પરંતુ એક વાત ચોક્કસ કરી શકાય કે, કોરોના વાયરસને લઇને કેટલી ઘારણાઓ આજ સુધી ખોટી સાબિત થઇ છે. તેથી દુનિયાના નિષ્ણાંતો લોકોને અપીલ કરી રહ્યાં છે કે, વરરસાદમાં કોરોના વાયરસથી બચવા માટે વધુ સાવધાની રાખવી પડશે. કારણે કે ઠંડક અને ભીનાશના કારણે આ વાયરસની લાઇફ વધી જાય અને તે લાંબો સમય સુધી વસ્તુ ટકી રહે છે. તેના કારણે સંક્રમણનું જોખમ વધી શકે છે. ટાઇમ્સ મેગેજીનમાં આ મુદ્દે છપાયેલા એક લેખમાં નિષ્ણાત વિટોરરના જણાવ્યા મુજબ ચોમાસામાં આ વાયરસ ઝડપથી ફેલાશે અને તેની તીવ્રતા વધારે હશે.

You cannot copy content of this page