Only Gujarat

International

પિતાએ 11 વર્ષના દીકરાને આપી દીધું વિમાન ઉડાવવા પછી જે થયું એ જાણી તમને નવાઈ લાગશે

બ્રાઝિલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પ્લેનમાં બીયર પીતી વખતે એક વ્યક્તિએ પ્લેનની કમાન તેના 11 વર્ષના પુત્રને સોંપી દીધી. બાદમાં આ પ્લેન ક્રેશ થયું અને પિતા-પુત્ર બંનેના મોત થયા. માતા આ આઘાત સહન ન કરી શકી અને તેણે પણ પોતાનું જીવન ટૂંકાવી દીધું. આ દર્દનાક ઘટનાની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. આનો એક વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

પિતા બીયર પીતો રહ્યો, દીકરો પ્લેન ઉડાવતો રહ્યો

આ ઘટના 29 જુલાઈ, 2023ની જણાવવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 42 વર્ષીય પાયલટ ગેરોન મૈયા પાસે પ્રાઈવેટ પ્લેન હતું. જે રોન્ડોનિયા અને માટો ગ્રોસો રાજ્યો વચ્ચેના જંગલવાળા વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ વિમાનની કિંમત 1.2 મિલિયન ડોલર એટલે કે લગભગ 9.9 કરોડ રૂપિયા હતી. આ ટ્વીન એન્જિન બીકક્રાફ્ટ બેરોન 58 હતું. ગેરોન તેના 11 વર્ષના દીકરા ફ્રાન્સિસ્કો માઇયા સાથે પ્લેનમાં ઉડી રહ્યો હતો. ત્યારે જ તેની બેદરકારીને કારણે બંનેએ જીવ ગુમાવ્યો. બંનેના અંતિમ સંસ્કાર થયાના બે દિવસ બાદ પત્ની એના પ્રિડોનિકે પણ આત્મહત્યા કરી લીધી.

ચોંકાવનારો વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો પાયલટ ગેરોને પોતે બનાવ્યો છે. આ વીડિયોમાં તે બીયર પીતો જોઈ શકાય છે. તે પોતાના પુત્રને પ્લેન ઉડાડવા અને તેને નિયંત્રિત કરવાની સૂચના આપી રહ્યો છે. વીડિયોમાં ગેરોન કહેતો જોવા મળી રહ્યો છે, ‘થોભો, બધું તૈયાર છે, સામે કંઈ સારું નથી. કમઓન 600 ઘોડા તું ખેંચી શકે છે 600 કિકોને ખેંચ દીકરા, ચાલ.’ વીડિયોમાં, ગેરોન આગળ કહે છે ‘લિવર પર હાથ, લિવર પર હાથ, ત્યાં તારો હાથ મૂક અને સ્પીડ પર ધ્યાન આપ.’ આટલું કહીને તે બીયર ખોલે છે અને પૂછે છે, મુસાફર એક લઈ શકે છે, કેમ કીકો.’

ગેરોન તેના પુત્રને ખસેડવા માગતો હતો

મીડિયા અહેવાલો અનુસાર, ગેરોન નોવા કોન્ક્વિસ્ટાના રોન્ડોનિયા શહેરમાં એક ફેમિલી ફાર્મમાંથી ઉપડ્યો અને ઇંધણ ભરવા માટે વિલ્હેના એરપોર્ટ પર રોકાયો. તેઓ દીકરાને કેમ્પો ગ્રાન્ડે, માટો ગ્રોસો દો સુલમાં તેની માતા પાસે મોકલવા માગતો હતો.

You cannot copy content of this page