Only Gujarat

Gujarat

ઓસ્ટ્રેલિયામાં ડાયરા કિંગ કિર્તીદાન ગઢવીના તાલે ગુજરાતીઓ મન મુકીને ઝૂમી ઉઠ્યા

નવરાત્રીની રાહ જોઈને બેઠેલા લોકો અત્યારથી જ ગરબા શીખવા માટે ક્લાસીસમાં જઈ રહ્યા છે ત્યારે ગુજરાતી ગાયક કિર્તીદાન ગઢવીએ ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતીઓ માટે ગરબાની રમઝટ બોલાવી દીધી હતી.

વિદેશમાં વસતા ગુજરાતીઓને સૌથી પહેલા નવરાત્રી નો લાભ મળી રહે છે કારણ કે હાલમાં જ કિંજલ દવે પણ નવરાત 2023 માટે ઓસ્ટ્રેલિયામાં છે. ત્યારે હાલમાં જ ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર કિર્તીદાન ગઢવીની એક રિલ્સ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે આ રિલ્સમાં તમે જોઈ શકશો કે ઓસ્ટ્રેલિયામાં રહેતા તમામ ગુજરાતીઓએ કિર્તીદાન ગઢવીના સ્વરે ખૂબ જ ગરબાની મોજ માણી છે.

વિદેશમાં રહેતા ગુજરાતીઓ એ ગુજરાતની પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખવા માટે તેઓ દરેક ગુજરાતમાં ઉજવાતા તહેવારોની ઉજવણી પણ વિદેશમાં કરે છે અને ત્યાંના લોકોને પણ આ તહેવારમાં સાથે જોડે છે જેથી ગુજરાત અને વિદેશનું એક અતૂટ બંધન બંધાય છે.

તમામ ગુજરાતી કલાકારો પણ વિદેશની ધરતીમાં ગુજરાતી સાહિત્ય ગુજરાતી ગીતો અને ગુજરાતી ગરબાની રમઝટ બોલાવે છે અને આ જ કારણે આપણું ગુજરાત સદાય વિદેશના ખૂણે ખૂણે ધબકતું રહે છે તમે જોઈ શકશો કે કિર્તીદાન ગઢવીના સ્વરે માં મોગલ માં ખોડીયારના ગરબા થકી ગુજરાતીઓ ગરબે રમી રહ્યા છે.

કિર્તીદાન ગઢવીનો જન્મ 23 ફેબ્રુઆરી 1975ના દિવસે આણંદ જિલ્લાના વાલોર ગામમાં થયો હતો. તેમણે 12મું પાસ કર્યાં બાદ વલ્લભ વિદ્યાનગર ખાતે પોતાની કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો ત્યાર બાદ કિર્તીદાન ગઢવી સંગીતની તાલીમ માટે એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ માટે ગયા હતા. સંગીતની તાલીમ લીધા બાદ તેમણે એક મ્યુઝિકલ કોલેજમાં નોકરી પણ કરી હતી બાદમાં ઈશુદાન ગઢવી સાથે બે વર્ષ સુધી અલગ અલગ લોકડાયરામાં નાના મોટા કાર્યક્રમો પણ કર્યા હતા.

કીર્તિદાને જીવનના ખૂબ સંઘર્ષ કર્યો છે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, સુખમાં બાળક મોડું મોટું થાય છે પણ દુઃખમાં વહેલું મોટું થઈ જાય છે. મેં એટલો સંઘર્ષ કર્યો છે કે મારી જગ્યાએ કોઈ બીજો કલાકાર હોત તો આ ફિલ્ડ છોડીને જતો રહ્યો હોત.

કીર્તિદાને કહ્યું હતું કે સંઘર્ષના દિવસોમાં આ ફિલ્ડમાં નામ કમાવવા ખૂબ સહન કરવું પડ્યું છે. અમુક પોગ્રામમાં ચાર-પાંચ વાગ્યે ગાવાનો વારો આવતો તો અમુક જગ્યાએ ચાન્સ પણ મળતો નહીં. અમુક કલાકારો તો મોંઢા બગાડીને કહેતા કે આને કોને બોલાવ્યો. ગાવાની વાત તો દૂર સ્ટેજ પર બેસવા પણ દેતા નહોતા. પણ હું માનું છું કે સંઘર્ષમાં જ ઘડતર થાય છે.

કીર્તિદાનને પરિવારમાં પત્ની સોનલ, અને બે પુત્રો ક્રિષ્ના અને રાગ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ડાયરાના વધુ પોગ્રામના કારણે કીર્તિદાન બાદમાં રાજકોટ શિફ્ટ થયા હતા. કીર્તિદાન ગુજરાતી લોકસાહિત્યને વધુ આગળ લઈ જવા માગે છે. તેમણે કહ્યું હતું કે જે રીતે પંજાબી અને અન્ય પ્રાદેશિક લોકસાહિત્યને દુનિયા સાંભળે છે, એ જ રીતે તેઓ ગુજરાતી લોકસાહિત્યને આગળ લઈ જવા ઈચ્છે છે.

ગુજરાતીઓનો પ્રેમ કીર્તિદાન પર એવો વરસ્યો કે ગુજરાતની બહાર પણ તેમની ડિમાન્ડ થવા લાગી. અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં રહેતા ગુજરાતીઓમાં કીર્તિદાનના સૂરનો જાદુ ચાલ્યો હતો. આજે કીર્તિદાન ડાયરા કિંગ તરીકે ઓળખાય છે.

You cannot copy content of this page